‘પદ્માવત’ની સફળતા માટે ‘બાપ્પા’ના દર્શને પહોંચી દિપિકા

જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં દિપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભુમિકા ભજવી રહી છે. સાથે જ રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી અને શાહિદ કપૂર રાજા રતન સિંહના રોલમાં જોવા મળશે.

ફિલ્મને લઇને દેશના અનેક ભાગોમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે આ ફિલ્મની સફળતા માટે દિપિકા પાદુકોણ બાપ્પાના આશિર્વાદ લેવા સિદ્ધીવિનાયક મંદિર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને આદેશમાં સંશોધન કરવાની માંગ કરી હતી. મંગળવારે સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે બંને રાજ્યોની અરજી નકારી કાઢી હતી. હવે આ ફિલ્મ કોઇપણ અડચણ વિના દરેક રાજ્યોમાં રિલિઝ થશે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે દેશભરમાં રિલિઝ થવાની હતી પરંતુ સેન્સર બોર્ડે આ ફિલ્મને લીલી ઝંડી ન આપતાં આ ફિલ્મની રિલિઝ ટળી ગઇ હતી. પછીથી સેન્સર બોર્ડે ફિલ્મનું નામ પદ્માવત કરવા અને પાંચ મેજર કટ્સ સાથે આ ફિલ્મ રિલિઝ કરવાની મંજૂરી આપી દીધી હતી. સાથે જ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોએ આ ફિલ્મની સ્ક્રીનીંગપર પ્રતિબંધ મુકી દીધો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter