દીપિકા પાદુકોણ ટીન ચોઇઝ એવોર્ડ્ઝ માટે થઇ નોમિનેટ

આ વર્ષની શરૂઆતમાં હોલિવુડની ફિલ્મ ‘ત્રિપલ એક્સ: રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’થી ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણને આ ફિલ્મ માટે ‘ટીન ચોઇઝ એવોર્ડ 2017’માં નૉમિનેટ કરવામાં આવી છે. સરેના અંગેર તરીકેના દીપિકાના બોલ્ડ અને બ્યુટિફૂલ પરફૉર્મન્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ.

તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આ લિસ્ટ અનુસાર દીપિકા ચોઇસ એક્શન મૂવી એક્ટ્રેસ કેટેગરીમાં નોમિનેટ થઇ છે. આ નોમિનીઝમાં ‘વન્ડર વુમન’ માટે ગેલ ગેડોટ, ‘પાઇરેટ્સ ઑફ ધ કેરેબિયન:ડેડ મેન ટેલ નો ટેલ્સ’ માટે કાયા સ્કોડેલિરિઓ અને ‘ધ ફેટ ઑફ ધ ફ્યુરિયસ’ માટે મિશેમલ રોદ્રિગેઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વળી, ફિલ્મના લીડ એક્ટર વિન ડીઝલને ચોઇઝ એક્શન મુવી એક્ટર કેટેગરી માટે નોમિનેટ થયો છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં દીપિકા વિન ડીઝલની ઑપોઝિટમાં જોવા મળી હતી.’ટીન ચોઇઝ એવોર્ડ્સ’ના ઑફિશિયલ ટ્વિટર પેજ પર આ નૉમિનેશનની જાણકારી આપવામાં આવી હતી. ડિરેક્ટર ડી.જે.કરુસો દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મના આવનારા પાર્ટમાં પણ દીપિકા પાદુકોણ જોવા મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter