દીપિકા ફરી એક વખત ‘xXx 4’ વિન ડીઝલ સાથે કરશે રોમાન્સ

બોલિવુડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ ફરી એક વખત હોલિવુડમાં ધૂમ મચાવવા જઇ રહી છે. જી હા, દીપિકા હોલિવુડની ફિલ્મ xXx સીરિઝની અપકિંગ ફિલ્મ xXx4માં પણ જોવા મળશે.

આ વાતની જાણકારી ફિલ્મ xXxના ડિરેક્ટર ડીજે. કરુસોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. કારૂસોએ જણાવ્યુ છે કે ટૂંક સમયમાં ફિલ્મની વાર્તા અને શૂટિંગ માટે આવતા અઠવાડિયામાં મીટિંગ કરશે. જે પછી દીપિકાના ફેન્સ ટ્વિટર પર ડિરેક્ટર ડીજેને પૂછ્યુ કે ”શું અપકમિંગ xXx 4માં દીપિકા પાદુકોણ જોવા મળશે?”  આ વાત પર ડીજે કરૂસોએ જવાબ આપ્યો કે, ”જી હા, બિલ્કુલ” તેની સાથે  જ તેમણે કહ્યુ કે તેઓ જલ્દીથી ફિલ્મની જોડાયેલી ડેટ અને સ્ટોરીને લઇને બધાની સાથે એક મીટિંગ કરશે.

 

હાલમાં દીપિકા બોલિવુડના 2 પ્રોજેક્ટ્સમાં બિઝી છે. દીપિકા અત્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ કરી રહી છે. આ પીરિયોડિક ફિલ્મ પછી દીપિકા વિશાલ ભરદ્વાજની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. વિશાલની ફિલ્મમાં દીપિકાની સાથે ઇરફાન ખાન જોવા મળશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter