દવિંદર ભાલા ફેંકની વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

વિશ્વ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 26 વર્ષિય દવિદંર સિંહ કંગે ઇતિહાસ રચ્યો છે. દવિદંર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરનાર પ્રથમ ભારતીય છે. જ્યારે આઇએએએફ વર્લ્ડ અન્ડર-20 એથેલેટિક્સ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાથી ચૂક્યો હતો.

દવિદંરે પ્રથમ પ્રયાસમાં 82.22 મીટર, બીજામાં 82.14 અને ત્રીજામાં 84.22 મીટર દૂર સુધી ભાલા ફેંક્યા હતા અને ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યો હતો. પોતાના અંતિમ પ્રયાસમાં દવિદંરને 83 મીટરના અંતર પર બાલો ફેંકવાનો હતો. તેના પર ઘણું દબાણ હતું. પરંતુ, પંજાબના આ ખેલાડીએ ભાલો ફેંક્યો હતો અને તે 83 મીટરને પાર કરી ગયો હતો. આમ, તે ઓવરઓવ સાતમા સ્થાન પર રહ્યો હતો જ્યારે ગ્રુપ બી ક્વોલિફેશનમાં તે પાંચમા સ્થાન પર રહ્યો છે.

ફાઇનલમાં ક્વોલિફાય કર્યા બાદ તેણે કહ્યું કે, મને ખબર હતી કે, નીરજ ફાઇનલમાં પહોંચી શકશે નહીં. નીરજ ક્વોલિફાયમાં ન પહોંચવાના સમાચારથી હું થોડો નિરાશ થયો છુ. હું દેશનુ નામ રોશન કરવા ઇચ્છુ છુ અને કંઇક એવું કરવા માગું છુ જે દેશ માટે આજ સુધી નથી થઇ શક્યું. ભગવાનનો આભાર છુ કે, તેમની કૃપાથી આ મુકામ સુધી પહોંચી શક્યો છુ.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter