અંડરગારમેન્ટ્સની સુરક્ષા માટે આ કપલે ખર્ચ કર્યા લાખો રૂપિયા!

દુનિયાનું જાણીતું સ્ટાર કપલ ડેવિડ અને વિક્ટોરિયા બેકહમ પોતાના 60 લાખ પાઉન્ડ્સ એટેલે કે 51.52 કરોડ રૂપિયાના કોટ્સવોલ્ડ્સ સ્થિત નિવાસસ્થાનમાં અંડરવેર મૂકવા માટે લાખો રૂપિયા ખર્ચીને એક રૂમ બનાવ્યો છે. આ લક્ઝુરિયસ ઘરમાં અંડરગારમેન્ટ્સ મુકવા માટે એક રૂમ ડિઝાઇન કરવા માટે આ કપલે 52 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તે  ગ્રેડ-2ની યાદીમાં સામેલ આ ફાર્મ હાઉસમાં નવું બાંધકામ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ કપલે આ હાઉસમાં મનસાજ રૂમ અને કેટવોક રૂમ બનાવડાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યા અનુસાર અંડરવેર મુકવા માટે આકપલે એક વિશાળ રૂમ બનાવડાવ્યો છે. આ ઉપરાંત વિક્ટોરિયાએ પોતાના બેડરૂમની ડાબી બીજુ ડિઝાઇનર કપડા માટે પણ એક અલાયદો રૂમ બનાવડાવ્યો છે. સાથે જ તેના ફુટવેર અને બેગ્સ માટે પણ અલાયદા રૂમ છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર આ સલ્ટાર કપલના બેડરૂમની ડાબી બાજુ અંડરવેર અને નાઇટવેર મુકવા માટેનો રૂમ છે. વિક્ટોરિયાએ આ રૂમને ડિઝાઇન કરાવવા માટે 60,000 પાઉન્ડ એટલે કે આશરે 52 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે અને તેના દરવાજા પર પણ સિક્યોરિટી કીપેડ લોક લગાવવામાં આવ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter