તો આ કારણે ‘દંગલ’ ને ન મળ્યો IIFAમાં કોઇ પણ એવોર્ડ

તાજેતરમાં ન્યૂ યોર્કમાં આયોજિત થયેલા IIFA એવોર્ડ્સના આયોજકોને ‘દંગલ’ અને ‘એરલિફ્ટ’ જેવી સારી ફિલ્મોની ઉપેક્ષા કરી અને કોઇ પણ કેટેગરી માટે નૉમિનેટ ના કરતા લોકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ મુદ્દે વાત કરતા આયોજકોએ જણાવ્યુ કે ફિલ્મ ‘દંગલ’ના નિર્માતાઓએ આ ફિલ્મને 18માં IIFA એવોર્ડના નૉમિનેશન માટે મોકલી ન હતી.

આ વખતે IIFA એવોર્ડમાં ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો જ્યારે ફિલ્મ ‘પિંક’ માટે અનિરુદ્ઘ રૉય ચૌધરીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. IIFAમાં શાહિદ કપૂર અને આલિયા ભટ્ટને ‘ઉડતા પંજાબ’ માટે બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

આ વાત પર આ એવોર્ડ્સ પર સવાલ ઉઠાવતા સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ પણ એક મોટું ‘નાટક’ ગણાવ્યુ. IIFAના આયોજકોએ નિવેદન આપતા કહ્યુ કે, ”IIFAમાં પહેલા દરેક પ્રૉડક્શન હાઉસને એક ફોર્મ મોકલવામાં આવે છે. આ ફોર્મ ભર્યા બાદ તેને પરત લેવા માટે આવે છે. આ ફોર્મ્સને ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં વોટિંગ માટે મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ ફિલ્મોને અલગ-અલગ કેટેગરી માટે નૉમિનેટ કરવામાં આવે છે.”

આયોજકોના નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યુ છે કે,” ‘દંગલ’ની તરફથી અમારી પાસે કોઇ એન્ટ્રી આવી નથી. અમે જરૂર આ ફિલ્મને અમારા એવોર્ડનો ભાગ બનાવતા કેમકે આ ફિલ્મે દરેક રેકોર્ડ્સ તોડી દીધા છે. આ ફિલ્મમાં આમિર ખાન અને બંને ગર્લ્સ સારુ પરફૉર્મન્સ આપ્યુ છે. પરંતુ તેમણે એન્ટ્રી મોકલી ન હતી.” તમને જણાવી દઇએ કે ‘દંગલ’ દુનિયાની 30 મોટી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે ચીનમાં પણ કમાણીના દરેક રેકોર્ડ્સ તોડી દીધા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter