ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું, ગિરા ધોધનું પ્રવાસીઓમાં આકર્ષણ

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું છે. અહીં જંગલ વિસ્તારમાં નદી ખળખળ વહી રહી છે. તો ગિરા ધોધ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. ઉત્તર વન વિભાગ આરક્ષિત જંગલના શિંગાણા રેન્જમાં ગિરા ધોધ આવેલો છે. આ ધોધ અંતરિયાળ સેન્ચ્યુરી વિસ્તારમાં હોવાથી અહીં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે. આ ધોધની ઉંચાઇ લગભગ 137 ફૂટ જેટલી છે. જે ડાંગ જીલ્લામાં આવેલા તમામ ધોધમાં સૌથી મોટો છે. આહવા 50 કિલોમિટર અને સાપુતારાથી 95 કિલોમિટર દૂર હોવાથી અહીં પ્રવાસીઓનો ધસારો ઓછો હોય છે. આ ધોધને કારણે ગાઢ જંગલમાં સોંદર્ય ખીલી ઉઠ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter