દહેગામ: રખિયાલમાં ઝાડા-ઉલટીના 38 કેસથી હોબાળો

દહેગામના રખિયાલમાં આવેલા પી.એચ.સી સેન્ટરમાં નવા ૩૮ જાડા ઉલ્ટી ના કેસો નોંધાયા હોબાળો મચી ગયો. સવારના સાત વાગ્યે આવેલા દર્દીઓને છેક ૧૦ વાગ્યા પછી મળી સારવાર મળતા લોકોમાં રોષ ફેલાયો છે.

પીએચસી સેન્ટરમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે દર્દીઓને બહાર બાકડા સુઈ રહેવાની ફરજ પડી હતી. દવાખાનામાં ડોકટરો સમય હાજર ન હોવાથી સેનિટેશન સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. મોડા આવેલા ડોકટરોએ લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા લોકો રોષે ભરાયા હતા. લોકોએ ડોક્ટરના ઉદ્ધતાઈભર્યા વર્તનનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. ત્યારે આ મામલે લોકોએ ગાંધીનગરથી તપાસ માટે આવેલા CDHOનો ઘેરાવ કરી પોતાની વ્યથા સંભળાવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter