ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળ્યા અર્થતંત્ર પર પડશે અસર

કર્ણાટક અને સ્થાનિક રાજકારણની વાતોને થોડી વાર બાજુ પણ મુકીએ તો દેશવાસીઓ પર ટૂંક સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવો ભડકે બળી રહ્યા છે જેની જ્વાળાઓ દેશના અર્થતંત્રને દઝાડી રહી છે.

૨૦૧૪ પછી પ્રથમવાર ઓઇલના ભાવોએ મોટો જમ્પ માર્યો છે. ન્યુક્લિયર શસ્ત્રો મુદ્દે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઇરાન વચ્ચે ઉભા થયેલા મતભેદોને કારણે ઇરાન ઓઇલ સપ્લાય પર બ્રેક મારશે એક કારણ એ પણ છે કે રશિયાના નેતૃત્વવાળા ઓપેક અને નોન ઓપેક (ઓઇલ પ્રોડયુસિંગ કન્ટ્રી) દેશોએ પણ ઉત્પાદન ઓછું કર્યું છે.

દરેકના મનમાં એ પ્રશ્ન ઉભો થાય છે કે ઓઇલના ભાવો કેટલા વધશે ? જેમ જેમ ભાવો વધશે એમ એમ પેટ્રોલ- ડીઝલના ભાવો વધ્યા કરશે. ભારત સરકારે કર્ણાટકની ચૂંટણીઓના કારણે પેટ્રોલ- ડીઝલના ભાવો વધારવા પર બ્રેક મારી રાખી હતી. જો કે ત્યારબાદ જે વધારો થયો તે પણ સામાન્ય હતો.

ઓઇલ કંપનીઓ ખોટમાં ચાલી રહી છે આ કંપનીઓ સરકારને પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવા વારંવાર રજૂઆત કરે છે. હવે જ્યારે ૮૦ ડોલર પ્રતિ બેરલનો ભાવ થયો ત્યારે પેટ્રોલ- ડીઝલના ભાવો વધુ વધશે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો એમ માને છે કે, ઓઇલના ભાવો ટૂંકમાં ૯૦ ડોલરને સ્પર્શશે એમ પણ મનાય છે કે, જો વૈશ્વિક પરિસ્થિતિ તંગ રહેશે અને તેના સમાધાન માટે કોઈ પ્રયાસો નહિ થાય તો ઓઇલના ભાવ ભારતમાં મંદી તેમજ મોંઘવારી લાવશે અને આર્થિક ક્ષેત્ર ઓઇલના ભાવોમાં લપસી પડશે.

ઇન્ટરનેશનલ શિપિંગના નિયંત્રણોએ પણ ઓઇલના ભાવોમાં ભડકો ઉભો કર્યો હોવાનું મનાય છે. સાઉદી અરેબીયાના અહેવાલો ટાંકીને એક સમાચાર એજન્સીએ ઓઇલના ભાવો પ્રતિ બેરલ ૧૦૦ ડોલર થશે એમ જણાવ્યું છે. જો કે, માર્કેટના ચાણક્યો એમ માને છે કે ઓઇલનું ઉત્પાદન કંપનીઓમાં રોકાણ કરવા રોકાણકારો આનાકાની કરશે તો ઓઇલનું ઉત્પાદન ઘટશે. જો આમ થાય તો ઓઇલના બેરલનો ભાવ ૩૦૦ ડોલર પર પહોંચશે.

અહીં મહત્વનું છે કે, જો ૩૦૦ ડોલર પ્રતિ બેરલે ઓઇલ મળે તો પેટ્રોલના ભાવ ૨૫૦ રૂપિયા લીટર વેચાશે તેમાં શંકાને સ્થાન નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter