VIDEO : મેદાનમાં ઇજાગ્રસ્ત થયો રોનાલ્ડો, માંથામાંથી વહેવા લાગ્યુ લોહી

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કારણે રવિવાર મેડ્રિડમાં રમાયેલ લા લિગા લીગ મેચમાં રિયલ મેડ્રિડે મોટી જીત મેળવી. રોનાલ્ડોના બે ગોલને કારણે રિયલે દેપોટિવાલો પર 7-1 થી જીત મેળવી. પરંતુ  મહત્વપૂર્ણ બાબત એ છે કે મેચ દરમ્યાન રોનાલ્ડોને ઇજાગ્રસ્ત થયો અને મેદાન પર જ તેમના શરીરથી લોહી વહેવા લાગ્યું.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મેચ દરમ્યાન લગભગ બે વાર મેચ છોડીને જવુ પડ્યું હતું. પરંતુ તેમ છતા રોનાલ્ડો મેદાન પર ઉતર્યો અને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ મેચમાં એટલેટિકો મેડ્રિડે પૂર્વ ખેલાડી એડિઅન લોપેજ અલ્વારેઝને મેચમાં 23મી મિનિટે જ ગોલ કરી દેપોટિવાલોને 1-0થી આગળ રાખી દીધું હતું. પરંતુ રીયલ મેડ્રિડના આક્રમણનો સિલસિલો મેચના અંત સુધી ચાલુ રહ્યો હતો.

મેચ દરમ્યાન દેપોટિવાલોના ડિફેન્ડર ફેબિયન સ્કારનો પગ રોનાલ્ડોના માથા પર વાગ્યો. જેના કારણે રોનાલ્ડોના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તેમ છતા રોનાલ્ડો પોતાનો બીજો ગોલ કરવામાં સફળ રહ્યો. આ મેચમાં શાનદાર જીત સાથે રિયલ મેડ્રિડ પોઇન્ટ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગઇ છે.  મેડ્રિડના હવે 35 પોઇન્ટ્સ થઇ ગયા છે. રેન્કિંગમાં બાર્સિલોના 54 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે.

અહીં જણાવીએ કે હાલમા જ રોનાલ્ડોએ પોતાના ક્લબ રિયલ મેડ્રિડથી માન્ચેસ્ટર યૂનાઇડેટ પાછા ફરવાની ઇચ્છા જાહેર કરી હતી. એક ન્યૂઝ એજન્સીની રિપોર્ટ અનુસાર, આ વર્ષે સમર ટ્રાન્સફર વિન્ડો દરમ્યાન રોનાલ્ડો પોતાના જૂના ક્લબમાં વાપસી કરવા માંગે છે.

પાંચવારના બાલોન ડી ઓરનું ટાઇટલ જીતનાર રોનાલ્ડો વર્તમાન ક્લબ મેડ્રિડ સાથે નવા કરાર હેઠળ કરવામાં આવેલા નિર્ણયથી સંતુષ્ટ નથી. તેના કારણે તે આ સિઝનના અંત સુધીમાં રિયલ ક્લબથી બહાર થવાનું વિચારી રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter