કોલકતામાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સાથે ગેરવર્તૂણક, ઘર પર કેટલાંક શખ્સોએ કર્યો હુમલો

જાદવપુર પોલિસે સોમવાર 3 યુવાનોની ક્રિકેટર મોહમ્મદ શામી પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ મામલો શનિવારનો છે જ્યારે શમી કાટજૂ નગર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

ક્રિકેટરે પોતાના અપાર્ટમેન્ટની બહાર પોતાની કાર રોકી હતી, તે કેયરટેકર દ્વારા રાસ્તો ક્લિયર થાય તેની રાહ જોઇ રહ્યો હતો જેથી તે ગેરેજમાં કાર પાર્ક કરી શકે. ત્યારે જ નશામાં ધૂત 3 યુવાનો અહીંયા આવ્યા અને તેમને રસ્તા પર કાર ઉભી રાખીને શમીને ટોક્યો હતો. તેમણે શમીની મદદ માટે આવેલા કેયરટેકરની સાથે પણ હાથાપાઇ પણ થઇ.

તે પછી આ 3 યુવાનો ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ 15 મિનિટ પછી તે પરત ફર્યા, તેમના પર જબરદસ્તીથી બિલ્ડિંગ અને શમીના એપાર્ટમેન્ટમાં ઘુસવનાનો આરોપ છે. જ્યારે શમીએ પોલિસને બોલ્યવા ત્યારે જ તેઓ ત્યાંથી ગયા હતા, આ આખી ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter