VIDEO: રેમ્પ પર ઉતરતા જ ગભરાઇ ગઇ હતી આ સ્ટાર ક્રિકેટર, કર્યો ખુલાસો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ કપ્તાન હરમનપ્રીત કૌરે મૈસૂર ફેશન વીક-2017માં રેમ્પ પર ઉતરી પ્રશંસકોને ચોંકાવી દીધા હતા. જો કે, તે રેમ્પ પર ઉતરતાની સાથે ગભરાઇ ગઇ હોવાનો ખુલાસો તેણે કર્યો છે.

મૈસૂર ફેશન વીક-2018માં હરમનપ્રીત કૌર રેમ્પ પર ઉતરી હતી. તે આ શો માં ડિઝાઇનર અર્ચના કોચર માટે ઉતરી હતી. હરમનપ્રીતે અર્ચના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો લેંઘો પહેર્યો હતો. જો કે, 28 વર્ષિય હરમનપ્રીત પ્રથમ વખત રેમ્પ પર ચાલતા ઘણી ગભરાઇ ગયેલી નજરે આવી રહી હતી. પરંતુ, તેના ચહેરા પર જોવા મળેલા હાસ્યએ શો માં હાજર લોકોને તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કરવા માટે મજબૂર કર્યા હતા.

હરમનપ્રીતે આ તકે કહ્યું કે, હું પ્રથમ વખત રેમ્પ પર ઉતરી હતી એટલા માટે ઘણી ગભરાઇ ગઇ હતી. કંઇક નવું અને અલગ કરવા માટે મેં વિચાર્યું કે રેમ્પ પર કેમ ન ઉતરાય.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage