7000 ભારતીયોનું સપનું ચકનાચૂર થઈ શકે છે, અમેરિકામાં ન મળી આ યોજનાને મંજૂરી

અમેરિકી સેનેટે ઇમિગ્રેશન બિલને નામંજૂર કરી દીધું છે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સમર્થિત ‘ડ્રિમર્સ’ બિલ પણ સામેલ છે. જેમાં વિદેશો માંથી બાળપણમાં દસ્તાવેજ વિના અમેરિકા આવેલા યુવા (ડ્રીમર્સ)નો પણ સમાવેશ થાય છે. આ બિલ નામંજૂર થવાના કારણે અમેરિકામાં ડ્રીમર્સનું ભવિષ્ય પણ દાવ પર મુકાયું છે. અમેરિકામાં ભારતના 7000 ડ્રિમર્સ રહે છે, જે હવે મુશ્કેલીમાં મુકાયા છે.

સેનેટ ટ્રમ્પ પ્રશાસનના ઇમિગ્રેશન સાથે સંબંધિત દ્વિપક્ષીય કરારને પણ ફગાવી દીધો જેમાં મેકિસ્કો સીમા પર દિવાલ બનાવવા અને અન્ય સુરક્ષા ઉપાયો માટે 25 અરબ ડોલરના બદલે અમેરિકાના આશરે 18 લાખ કથિત ડ્રિમર્સને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

ઇમિગ્રેશન બિલ પાસે ન હોવાથી ગ્રીન કાર્ડ માટે દરેક દેશના સીમા દૂર કરવાના પ્રયાસોને પણ આંચકો લાગ્યો છે. આ પ્રસ્તાવનો સીધો લાભ નિશ્વિત રૂપે તે ભારતીય વ્યાવસાયિકોને મળવાનો હતો જે હાઇ સ્કીલ્ડ અને પ્રતિભાશાળી છે.

ઇમીગ્રેશનની યોજનાઓ મંજૂર કરાવવા માટે થયેલા મતદાનમાં સેનેટરોના પૂરતા મત ન મળ્યાં. ટ્રમ્પ સમર્થિત બિલને 60ની સરખામણીમાં 39 મત મળ્યાં. જો આ બિલ મંજૂર થઇ જાત તો 18 લાખ પ્રવાસીઓને અમેરિકામાં રહેવાનો સ્થાયી અને કાનૂનૂ દરજ્જો મળી જાત અને મેક્સિકો સીમા પર દિવાલનાં નિર્માણ માટે 25 અબજ ડોલરની રકમ મળી જાત. તેમાં ભારતના 7 હજાર ડ્રિમર્સ પણ સામેલ છે.

વ્હાઇટ હાઉસ સમ4થિત બિલ દ્વારા પરિવાર આધારિત ઇમિગ્રેશન પર પણ પ્રતિબંધ મુકાઇ જાત ને વિવિધતા લોટરી વીઝા પણ સમાપ્ત થઇ જાત પરંતુ બિલ મંજૂર થવામાં 60 વોટ ઓછા હતાં.
સેનેટે વધુ એક દ્વિપક્ષીય બિલને 54ની સામે 45 મતોથી નામંજૂર કરી દીધું, જે કામમાં અડચણ ઉભી કરનારા સાંસદો માટે પસાર થવાનું હતું પરંતુ તેને પણ સેનેટમાં જરૂરી 60 મત મળી ન શક્યાં.

સેનેટમાં રજૂ કરવામાં આવેલા તમામ 4 પ્રસ્તાવ મંજૂર ન થઇ શક્યા. રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયોએ જણાવ્યું કે સેનેટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દરેક બિલ પાસ થઇ શક્યા નથી. તેમણે કહ્યું કે જો આ બિલ જલ્દી પાસ ન થયા તો 5 માર્ચથી આ બાળકોએ પોતાના દેશ પરત જવું પડશે. જે દુખદ બાબત હશે. ડોનાલ્ડ ટ્રમ્પે શૂમર-રાઉન્ડ્સ-કોલિન્સ ઇમિગ્રેશન બિલને સંપૂર્ણ વિનાશ ગણાવ્યું. વ્હાઇટ હાઉસે આ બિલ વિરુદ્ધ વીટો કરવાની ધમકી આપી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter