રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઈ

આજે સંસદના એનેક્ષી બિલ્ડિંગ ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ પ્રથમ બેઠક છે. જેમાં તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી અને વિધાનમંડલના નેતાઓ ઉપસ્થિત છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને આજેની CWCની બેઠક મહત્વની મનાય છે.

સુત્રોના મતે આ બેઠકમાં વર્તમાન રાજનીતિક સ્થિતિ અને આગામી લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ બનાવવા પર ચર્ચા થઈ રહી છે. આ સિવાય શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ તૂટી પડ્યો તેના પર પણ ચર્ચા થશે. કોંગ્રેસને ફરી સત્તા પર આવવા માટે આગામી દિવસોમાં આવી રહેલી રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીઓ મહત્વની છે. ત્યારે તેવામાં આજની બેઠકમાં તે મુદ્દો પણ ચર્ચાય તેવી શક્યતા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter