જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરીને બતાવે : સુપ્રીમ લાલચોળ

કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય ઘમાસાણની વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કર્ણાટકમાં ભાજપને બહુમત સાબિત કરવો અે હવે અઘરો છે પણ અશક્ય નથી. કોંગ્રેસ અને જેડીઅેસ ધારાસભ્યો પર સતત વોચ રાખી રહી છે. જેઅો હાલમાં અેક હોટલમાં બંધ છે. ગુજરાત રાજ્યસભાની જેમ જ હાલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. ઉચ્ચ ન્યાયાલયે તે અરજી પર બીજી વખત સુનાવણી કરી જેમાં કોંગ્રેસ અને  JDS દ્રારા રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેના આમંત્રણને પડકાર્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટીપ્પણીઓ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે. 15મેના રોજ કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ સરકાર બહુમત સાબિત કરી શકી ન હતી. પરિણામોમાં બીજેપીએ 104, કોંગ્રેસે 78 અને જેડીએસએ 37 સીટ પર જીત મેળવી હતી.

કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું અને બહુમતી સાબીત કરવા 15 દિવસનો સમય પણ આપ્યો. જ્યારે બીજેપીએ રાજ્યપાલ પાસે માત્ર સાત દિવસનો સમય માગ્યો હતો. રાજ્યપાલના આ નિર્ણય સામે કોંગ્રેસે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા અને ગુરુવારે મુખ્યમંત્રીની શપથવિધિ રોકવાની અરજી કરી હતી. બુધવારે આખી રાતે કોર્ટ ડ્રામા ચાલ્યા પછી ગુરુવારે બીજેપી નેતા યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ તો લઈ લીધા છે પરંતુ હવે તેમની મુશ્કેલી ઘણી વધી ગઈ છે. રાજ્યપાલે યેદિયુરપ્પાને 15 દિવસનો સમય બહુમતી સાબીત કરવા માટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે સવારે 10.30 વાગે સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીમાં કોર્ટે શનિવારે સાંજે ચાર વાગે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશથી યેદિયુરપ્પાની મુશ્કેલી વધી ગઈ છે અને હવે તેમની પાસે બહુમતી સાબિત કરવા માટે માત્ર ગણતરીના કલાકો જ રહ્યા હતા. આ દરમિયાન બીજેપી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખરીદી ન શકે તે માટે પણ બંને પાર્ટીઓ દ્વારા ખૂબ સતર્કતા રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ અને જેડીએસએ પહેલાં તેમના ધારાસભ્યોને ઈગલટોન રિસોર્ટમાં રાખ્યા હતા અને ત્યારપછી ગુરુવારે મોડી રાતે તેમને હૈદરાબાદની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં કડક ચેકીંગ ચાલી રહ્યું છે. ધારાસભ્યોને મળવા માટે કોઇને પણ પરમીશન નથી. કોંગ્રેસ અને જેડીઅેસના ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપ અેડીચોટીનું જોર લગાવી રહી છે. હાલમાં કર્ણાટકમાં ભાજપનું રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટે પણ કડક ટીપ્પણીઅો કરી છે. કોંગ્રેસ-JDS બહુમતના સમર્થનનો પત્ર દેખાડી રહ્યાં છે અને યેદિયુરપ્પા પણ દાવો કરી રહ્યાં છે કે બહુમત તેમની પાસે છે તો ગ્રાઉન્ડ લેવલે શું છે તે જોવું પડશે. કયા આધારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે તે જોવું પણ જરૂરી છે. બહુમતી સાબિત કરવાનો નિર્ણય જરૂરી છે. ત્યારે યોગ્ય એ જ છે કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ થઈ જાય. જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરીને બતાવે. અમે રાજકીય લડાઈમાં નથી પડતાં, વિધાનસભામાં જ અંતિમ ફેંસલો થવો જોઈએ. અામ ભાજપ પાસે હવે 28 કલાકનો સમય બચ્યો છે. અાવતીકાલે ભાજપે બહુમતના નિર્ણયમાંથી પસાર થવું પડશે. કોંગ્રેસ અને જેડીઅેસ પણ બહુમત સાબિત ન થાય માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter