ડેટા લીક કરતી કં૫નીને કોંગ્રેસે 2019 માટે કરી હાયર !

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફસનસ સંબોધી કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ ઉપર ડેટા લીક કંપની સાથે સંબંધ હોવાનો આરોપ લાગાવ્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, કોંગ્રેસ દેશમાં લોકતંત્રનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ સોશિયલ મીડિયાના આધારે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણી માટે બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ અનાલિટિકને જવાબદારી સોંપી છે. આ કંપની પર ડેટા લીકના અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદનો દવો છે કે કોંગ્રેસે જે એજન્સીને હાયર કરી છે. તેના ઉપર લાંચ અને સેક્સ વર્કર દ્વારા રાજનેતાઓને ફાસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે સોશિયલ મીડિયાને આધારે કોઈ ગડબડી કરવામાં આવશે તો મોદી સરકાર તેની સામે કડક પગલા ભરશે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓને ભારત આવવા માટે સમન્સ મોકલવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter