બ્રિટનના મહારાણીનું કોમનવેલ્થ પ્રમુખપદ હાંસલ કરવાનો મોદીનો માસ્ટર પ્લાન

લંડનમાં કોમનવેલ્થ દેશોના પ્રમુખોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. જેમાંનો એક મુદ્દો એ પણ છે કે કોમનવેલ્થના પ્રમુખની ભૂમિકા કોણ નિભાવશે. કેમકે બ્રિટનનાં મહારાણી આ પદ છોડવા માંગે છે. એવામાં કોમનવેલ્થનું પ્રમુખપદ હાંસલ કરવા માટે ભારતે પોતાની સક્રિયતા વધારી દીધી છે.

બ્રિટનનાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય વયોવૃદ્ધ થઈ ગયા છે. 92 વર્ષની વય વટાવી ચૂકેલા ક્વિન માટે વધુ પ્રવાસ ખેડવો કે પછી આવી બેઠકો માટે સક્રીય રહેવું શક્ય નથી. બ્રિટનમાં તો મોટાભાગનું કામ તેમણે ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સને સોંપ્યું છે. પરંતુ કોમનવેલ્થના પ્રમુખનું પદ પરંપરાગત નથી. એટલે હજુ એ સ્પષ્ટ નથી કે કોમનવેલ્થનું પ્રમુખ પદ કોણ સંભાળશે. ભારત કોમનવેલ્થમાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. વૈશ્વિક મંચ પર નેતૃત્વ કરવાની ભારતની આકાંક્ષાની દીશામાં આ પહેલુ પગલુ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ એવું મહત્વપૂર્ણ સંગઠન છે જેમાં ચીન નથી. એટલે આ સંગઠનનું નેતૃત્વ લઈ મહત્વની ભૂમિકા અદા કરવું ભારત માટે સરળ હશે. ભારત પણ આ સંગઠનનું નેતૃત્વ કરવા માંગે છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પીએમ મોદી કોમનવેલ્થ માટે ભારતના નાણાકીય યોગદાનને ડબલ કરવાની જાહેરાત કરી શકે છે.

CRICKET.GSTV.IN

વર્ષ 2009 બાદ ભારતના વડાપ્રધાન CHOGM માં જઈ રહ્યા છે. આ પહેલા માલ્ટામાં આયોજીત બેઠકમાં પીએમ મોદી જઈ શક્યા નહોતા. યુકેમાં ભારતના ઉપ ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયકના જણાવ્યા મુજબ વિવિધ સંગઠનોમાં ભારતની ભૂમિકા વધી રહી છે. કોમનવેલ્થ પણ એમાંનું એક છે. બ્રિટન પણ ઈચ્છે છે કે ભારત કોમનવેલ્થમાં મહત્વની ભૂમિકા ભજવે.

શક્યતા એવી પણ છે કે બ્રિટનનાં ક્વિન છેલ્લીવાર આ સંમેલનના આયોજક હશે. જોકે બેઠક દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી વિવિધ દેશોના અધ્યક્ષો ઉપરાંત ક્વિનને પણ મળવાના છે. બ્રિટનના ક્વિન બાદ કોમનવેલ્થના અધ્યક્ષ કોણ હશે તે નક્કી નથી. આ મુદ્દો વિન્ડસર કેસલના વૉટર લૂ ચેમ્બરમાં નેતાઓના રીટ્રીટ દરમ્યાન ચર્ચાશે. વિવિધ દેશોના પ્રમુખ વન-ટુ-વન મુલાકાત કરશે અને કોમનવેલ્થમાં સુધારા. તેને નવું સ્વરૂપ આપવા સહિતના મુદ્દે ચર્ચા થશે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter