CJI વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ : ભાજ૫-કોંગ્રેસના નેતાઓ વચ્ચે આક્ષે૫બાજી

કોંગ્રેસ સહિત અન્ય સાત પાર્ટીના સીજેઆઈ વિરૂદ્ધ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવતા ભાજપના નેતાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ કે, કોંગ્રેસના આ પ્રસ્તાવનાં તથ્ય ના હોવાના કારણે ઉપ રાષ્ટ્રપતિએ મહાભિયોગના પ્રસ્તાવને ફગાવ્યો છે. દેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઈ છે. ત્યારે આ મામલે ભાજપના નેતા મીનાક્ષી લેખીએ જણાવ્યુ કે, લોકતંત્ર બચાવોની વાત કરતી કોંગ્રેસ દેશમાં લોકતંત્રની હત્યા કરી રહી છે. સરકારને બદનામ કરવા માટે કોંગ્રેસે ષડ્યંત્ર કર્યું હતું. તો આ મામલે કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે જણાવ્યુ કે, કોંગ્રેસ દેશમાં હારી રહી છે. જેથી કોંગ્રેસ લોકતંત્રનું અપમાન કરી રહી છે. દેશની જનતા ચૂંટણીમાં કોંગ્રેસને વળતો જવાબ આપશે.

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સીજેઆઈ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ઉપ રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું હતું. સુરજેવાલાએ  એક બાદ એક એમ ત્રણ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મહાભિયોગ લાવવા માટે 50 સાંસદોની જરૂર હોય છે. નિયમ પ્રમાણે રાજ્યસભાના ચેરમેન મેરિટ નક્કી ના કરી શકે. કોંગ્રેસની સીધી લડાઈ લોકતંત્રની અવગણના કરનારાઓ સામે છે. અન્ય એક ટ્વિટમાં સુરજેવાલાએ એમ, કૃષ્ણા સ્વામીના કેસનો હવાલો આપતા જણાવ્યુ કે, તપાસ પહેલા તમામ આરોપોને ફગાવવામાં આવે તો બંધારણ અને જસ્ટિસ એક્ટનો કોઈ મતલબ રહેતો નથી. મહત્વનું છે કે, ગત્ત દિવસે કોંગ્રેસની આગેવાનીમાં સાત જેટલી વિપક્ષી પાર્ટીએ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ આપ્યો હતો. નાયડુએ કાયદાકીય સલાહ બાદ વિપક્ષી પાર્ટીના પ્રસ્તાવને ફગાવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter