બાળકના મોત મામલે યોગ્ય અને તટસ્થ તપાસની જીગ્નેશ મેવાણી માંગ

વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છ લોકસભા બેઠક પર ચુંટણી લડે તેવી રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. જેના ભાગરૂપે જીગ્નેશ મેવાણી સતત કચ્છ મુલાકાત કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ ભીમાસર ગામની મુલાકાત લીધી હતી.

ભીમાસર ગામમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરવાની ઘટનામાં યોગ્ય તપાસની માંગ કરી છે. મેવાણી કચ્છના સળગતા પ્રશ્નો ઉઠાવી સરકારનું નાક દબાવી રાખવાની કોશિષ કરી રહ્યા છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૧૧૧ બાળકોના મોત મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આરોપ મુક્યો હતો. બાળકોના મોત મામલે સરકાર તપાસના નામે નાટક કરી રહી છે. ગોરખપુર જેવી બાળકના મોતની ઘટના કચ્છમાં બહાર આવી છે. તેમ છતાં સરકારે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરી નથી.બાળકના મોત મામલે યોગ્ય અને તટસ્થ તપાસની જીગ્નેશ મેવાણી માંગ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter