1971ના યુધ્ધ દરમ્યાન પાકિસ્તાન છોડી ભારત આવેલ શરણાર્થીઓના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

1971ના યુધ્ધ દરમ્યાન પાકિસ્તાન છોડીને ભારત આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરીકત્વ મળ્યા બાદ હવે વિઝા અને જમીનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે શરણાર્થીઓના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રીની આગામી કચ્છ મુલાકાત દરમ્યાન શરણાર્થીઓ માટે નવી જાહેરાત થાય તેવી આશા જાગી છે. 1971ના યુધ્ધ દરમ્યાન વિસ્થાપિત થયેલા હિન્દુ પરિવારોને ભારતમાં શરણાર્થી તરીકે વસાવવામાં આવ્યા હતા.

વર્ષો બાદ આ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળતા શરણાર્થીઓમાં ખૂશી ફેલાઈ છે. ગુજરાતમાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની સત્તા. કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદના કલેકટર્સને આપવામાં આવી છે. નાગરિકત્વના પ્રશ્નોનો નિકાલ થયા બાદ હવે વિઝાના જટિલ નિયમો અને જમીનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે શરણાર્થીઓમાં આશા જાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા રામસિંહ સોઢા પોતાનું ચાલુ ધારાસભ્ય પદ છોડીને ભારતની શરણે આવ્યા છે. તેઓ શરણાર્થીઓને કનડતા પ્રશ્નો અંગે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ અવાર નવાર મૂકતા રહે છે.

1971ના યુધ્ધમાં વિસ્થાપિત શરણાર્થીઓની વસાહતની જીએસટીવી ન્યુઝની ટીમે મુલાકાત લેતા રહેવાસીઓએ પણ પોતાની વ્યથા રજૂ કરી હતી. 1971માં આ સ્થળે સિંધના સોઢા રાજપૂત ક્ષત્રિયો માટે આ જમીન ફાળવાઈ. આ વસાહત ઝુરા કેમ્પના નામે ઓળખાય છે. સમયના વહેણ સાથે અહીંનો સોઢા સમુદાય હવે કચ્છમાં દૂધમાં શાકરની જેમ ભળી ગયો છે. વર્ષો બાદ પણ પોતાની સાંસ્કૃતિક ઓળખ સોઢા સમુદાયે જાળવી રાખી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter