છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં સીઝનના નવાનીર જોવા લોકોની ભીડ ઉમટી

છોટાઉદેપુરના ઓરસંગ નદીમાં સીઝનના નવાનીર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ઓરસંગ નદીમા નવા પાણીનું આગમન થયુ છે. જેથી સ્થાનિકો નદીમાં નવા નીર જોવા ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર, કવાંટ, તેજગઢ, પાવીજેતપુર, બોડેલી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જળ સંકટની વચ્ચે ઓરસંગ નદીમાં પાણી આવતા છોટાઉદેપુર પાલિકા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અને પાલિકા અધિકારીઓએ વોટરવર્ક્સની મુલાકાત પણ લીધી છે. તેવામાં લોકોને જળ સંકટથી મુક્તિ મળશે તેમ લાગી રહ્યું છે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter