છોટા ઉદેપુર: ભર ઉનાળે રૂમડિયાના ગ્રામજનો પાણી માટે પરેશાન

ઊનાળો હવે આકરો બન્યો છે તો તેની સાથે સાથે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા વિકટ બની રહી છે. છોટાઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામના લોકો પાણી વગર તરસી રહ્યાં છે. ગામમાં 100 બોર પૈકી માત્ર એક જ બોર ચાલી રહ્યો છે. તો પાણી પુરવઠાની ટાંકી શોભાના ગાંઠિયા બની રહી છે.

આદિવાસી વસતી ધરાવતું ક્વાંટ તાલુકાનું રૂમડીયા ગામ પાણી માટે તરસી રહ્યું છે. વર્ષોથી અહીં પાણીની સમસ્યા ક્યારેય ઉકેલાઈ નથી. ગામમાં પાંચ હજારની વસ્તી છે. પણ 100 બોરમાંથી માત્ર એક જ ચાલે છે. ગામની મહિલાઓનો આખો દિવસ પાણી મેળવવા પાછળ જાય છે. એક જ બોર ચાલુ હોવાથી લાંબી લાઈન લાગે છે. ક્યારે બોર ચાલુ થશે અને પાણી મળશે તેની રાહ જોતાં કલાકો વીતી જાય છે. લાઈટ જતી રહે ત્યારે બોર બંધ થઈ જાય ત્યારે અનેક મહિલાઓને કલાકો સુધી ઉભા રહેવા છતાં પાણી લીધા વિના પાછા જવું પડે છે. પુરૂષો પણ પાણી મેળવવા મદદે આવતા હોય છે.

CRICKET.GSTV.IN

મહિલાઓને માંડ પાણી મળે છે. તેમને પોતાના માટે ઉપરાંત ઢોરોની પણ ચિંતા છે. બે-ત્રણ કલાક બેઠા બાદ માંડ બે-ચાર દેઘડાં પાણી મળે. ઢોરોને પણ પાણી પીવડાવવા અહીં લાવવા પડે છે.

હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવી છે. પણ ગ્રામજનોનું કહેવું છે કે આ ટાંકીમાંથી હજુ સુધી પાણીનું એક ટીંપુ પણ મળ્યું નથી. સરપંચનું કહેવું છે કે વારંવાર પાણી પુરવઠાને જાણ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

ગામની નજીકથી દાહોદ સુધી પીવાનું પાણી પહોચડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ને તેનું કામ પણ પૂર જોશ માં ચાલી રહ્યું છે. પણ તંત્ર આ લોકોની રજૂઆત સભાળવા તૈયાર નથી. રૂમડીયા ખાતે પાણીની વિકટ સમસ્યા અંગેનો અહેવાલ જી.એસ.ટી.વી.એ પ્રસિદ્ધ કરતા પાણી પુરવઠાની ટીમે રૂમડીયા ગામની મુલાકાત લઈને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જી.એસ.ટી.વી.ની ટીમને જોતાં જ અધિકારીઓ ભાગવાનો પ્રયાસ કર્યો. અને પોતાની નિષ્કાળજી છુપાવાવનો પ્રયાસ કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter