હમારા બજાજ…. લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : ચેતક સ્કૂટર ફરી રોડ પર દોડશે

ભારતમાં વર્ષ 1972-2006 સુધી બજાજ ચેતેકનું જ રાજ હતું પરંતુ કંપનીએ તેને સમય સાથે અપગ્રેડ કરવાને બદલે સમગ્ર ધ્યાન માત્ર મોટર સાઈકલ સેગમેન્ટ પર જ લગાવ્યું તેના કારણે બજાજને ચેતેકનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું પરતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજાજ ચેતેક હવે ફરી પાછું ભારતીય બજારમાં પાછું ફરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુંસાર જાણવા મળી રહ્યું છે કે બજાજ ચેતક કેટલીક પેટન્ટ લીક થઈ ગઈ છે.

સૂત્રો અનુસાર બજાજ ચેતક આગામી 2019માં તેનું સ્કુટર ચેતક બજારમાં લોન્ચ કરી શકે છે જેને લઈને તેના પેટ્ન્ટના કેટલાક ફોટો બજારમાં લીક થઈ ગયા છે, માનવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સ્કુટરની કિંમત લગભગ 70,000 હોઈ શકે છે એટલું જ નહીં કંપનીએ ઇલેક્ટ્રિક ચેતેકને પણ માર્કેટમાં લાવી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે નવું બજાજ ચેતક 125 સીસીનું હોઈ શકે છે નવું ચેતક જૂના ચેતકથી બિલકુલ અલગ હોઈ શકે છે એન્જિનની વાત કરવામાં આવે તો નવા ચેતકમાં 125 સીસી 4 સ્ટ્રોક એન્જિન હોઈ શકે છે જૂના ચેતકની મુકાબલે નવું ચેતક વેરિઓમેટિક ગિયરબોક્સ વગરનું હોઈ શેકે છે જે એક્ટીવા 125સીસી અને એક્સેસ 125સીસીને પણ પડકારી શકે છે. Bajaj Auto તરફથી નવા ચેતક સ્કૂટર વિશે હાલમાં કોઈ માહિતી મળી નથી જોવામાં આવે તો બજાજનું નવું ચેતક બજારમાં આવે તો તેની સીધી અસર હોન્ડા એક્ટીવા 125 અને સુઝુકી એક્સેસ 125 પર થઈ શકે છે જેમના એક મોટા પડકાર સમાન હશે.

વર્ષ 2015માં બજાજ ઓટોના એમડી, રાજીવ બજાજે જણાવ્યું હતું કે કંપની યોજનામાં સ્કૂટર સેગમેન્ટમાં ઉતરવાની નથી, કંપની પોનાનું સમગ્ર ધ્યાન માત્ર વર્લ્ડ ક્લાસ મોટરસાઈકલ બનાવવાનું તરફનું છે હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બજાજ વર્ષ 2019માં નવા સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે તેનું એક મોટું કારણ એ પણ હોઈ શકે કે હવે ભારતમાં સ્કૂટર સેગમેન્ટનું બજાર ઘણું મોટું થઈ રહ્યું છે. જેના કારણે કંપની માટો નફો કમાવવાના હેતુંથી આ સેગમેંટમાં પણ ઝંપલાવાનું વિચારી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter