માર્કેટમાં આવી રહ્યો છે સસ્તો iPhone X, નહીં મળે રિયર કેમેરો

અમેરિકાની ટેક કંપની એપલની સપ્ટેમ્બરમાં થનારી ઇવેન્ટમાં iPhone Xનું સસ્તું મોડલ લોન્ચ થઇ શકે છે. આ મોડલને કંપની iPhone X SEના નામથી લોન્ચ કરી શકે છે, જે iPhone SEને રિપ્લેસ કરશે. આ માટેની જાણકારી ફોર્બ્સની રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone X SE ની કિંમત 35 હજાર રૂપિયાથી 65 હજાર રૂપિયાની વચ્ચે રહેશે.

રિપોર્ટ પ્રમાણે iPhone X SE મોડલના કેટલાક કેસ પણ લીક થયા છે, જે પ્રમાણ એની ડિઝાઇન પણ iPhone Xની જેમ રહેશે. એમાં iPhone Xની જેમ જ બેજલ લેસ ડિસ્પ્લે મળશે અને ઉપરની તરફ કાપો રહેશે જેમાં સેન્સર અને ફ્રંટ કેમેરા મળશે. એની સ્ક્રીન સાઇઝ iPhone Xથી મોટી હશે અને એમાં 6.1 ઇંચની LCD ડિસ્પ્લે મળી શકે છે.

iPhone X SEમાં iPhone X ની જેમ ડ્યૂલ રિયર કેમેરો સેટઅપ મળશે નહીં. પરંતુ એનો ફ્રંટ કેમેરો ફેસ આઇડી સેટઅપ સાથે આવશે. આ સિવાય એમાં 3D ટચ પણ નહીં મળવાની વાત સામે આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter