છત્તીસગઢના સુકમામાં નક્સલી હૂમલો : 9 જવાન શહિદ, 4 ઇજાગ્રસ્ત

છત્તિસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં નવ જવાન શહીદ અને 4 જવાન ઘાયલ થયા છે. જેમાથી ત્રણ જવાનની હાલત ગંભીર છે. હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારવારઅર્થે રાયપુર ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો છે. આ હુમલો સુકમાના કિસ્ટારામ વિસ્તારમાં કરાયો છે.

નક્સલવાદીઓએ આઈઈડી પ્રફૂ વ્હીકલને બ્લાસ્ટ કરીને ઘટનાને અંજામ આપ્યો છે.  આજે સવારે આઠ વાગ્યે નક્સલવાદી અને સીઆરપીએફની 208 બટાલિયના કોબરા કમાન્ડો  વચ્ચે ઘર્ષણ થયું હતું. કોબરા કમાન્ડોએ ગોળીબાર કરતા નક્સલવાદીઓ ફરાર થયા હતાં. પરંતુ બપોરના 12.30 વાગ્યે નક્સવાદીઓએ ફરીવાર સીઆરપીએફની ટીમને નિશાન બનાવી. આઈઈડી બ્લાસ્ટ કરી સીઆરપીએફની ગાડીને ઉડાવી દીધી હતી.

એક અંદાજે 100થી 150 નક્સલવાદીઓએ સીઆરપીએફ ઉપર હુમલો કર્યો હતો. હુમલાની ઘટના બાદ પોલીસ અને વધુ સુરક્ષા દળોને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે. અગાઉ આઠ માર્ચના રોજ સુકમાના અલારમડુગુ અને વીરભટ્ટીના 29 નક્સલવાદીઓએ સરેન્ડર કર્યુ હતું. જેમા 11 મહિલાઓ પણ સામિલ હતી.

18 ફેબ્રુઆરીના રોજ થયેલી અથડામણમાં સીઆરપીએફે 20 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશન વખતે બે જવાન શહીદ પણ થયા હતા. ગત્ત વર્ષે માર્ચ મહિનામાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. જેમા 11 સીઆરપીએફના જવાન શહીદ થયા હતાં. નક્સલવાદીઓએ હુમલો કરી  જવાનોના મોબાઈલ અને હથિયાર પણ લૂંટી લીધા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter