ચારધામ યાત્રાના મુખ્ય ધામ કેદારનાથમાં દર્શનાર્થીઓએ તોડ્યો રાકોર્ડ, 25 દિવસમાં એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

આ વર્ષે 25 દિવસની અંદર જ એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓ ભગવાન કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. કેદારનાથમાં ઉમટેલી ભારે ભીડની સંખ્યાને જોતા પોલીસ તંત્રએ વ્યવસ્થામાં વધારો કરી દીધો છે. મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસને વિશેષ તૈયારીઓ કરી છે.

રૂદ્રપ્રયોગના પોલીસ અધીક્ષકને જણાવ્યું કે ધામની સુરક્ષા માટે બુલેટપ્રૂફ જેકેટ અને એ કે 47થી સજ્જ પાંચ જવાનોની સ્પેશ્યલ ટીમને મંદિરની સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, યાત્રાધામમાં મોટી સંખ્યામા પહોચી રહેલા શ્રદ્ધાળુઓની રોકાવાની અને જમવાની તથા પાણી પીવાની વ્યવસ્થા તંત્રના હાથમાં હોય છે.

જેને તંત્ર પૂરૂ કરી રહી શક્યું નથી. તો ત્યાં પોલીસ અધિક્ષકનું કહેવું છે કે, ધામમાં જે રહેવાની અને જમવાની વ્યવસ્થા છે તેને ગઢવાલ મંડલ વિકાસ નિગમ દ્વારા વધારી રહેવામાં આવી રહ્યું છે. જેના પગલે હવે ધામમાં છ હજાર યાત્રીઓની રોકાવવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter