સિરામિક ઈન્ડસ્ટ્રીને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

મોરબી વાંકાનેર વિસ્તારમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મોરબી-વાંકાનેર રીજીયનમાં ચાલતી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કોલસા આધારિત ગેસીફાયર પર હાઈકોર્ટ પ્રતિબંધ લગાવ્યો છે.

આ સાથે જ પર્યાવરણના જતન માટે જીપીસીબી જરૂરી પગલા લે તેમ પણ હાઈકોર્ટે કહ્યુ છે. નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને સિરામિક ઈન્ડસ્ટ્રીઝ જેવા ઉદ્યોગોને તે વાપરવા માટે છુટ આપવી કે નહી તે અંગે જીપીસીબી યોગ્ય નિર્ણય લે તેવો પણ હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના આ ચુકાદાની સિરામિક ઉદ્યોગ પર સીધી અસર પડવાની છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter