કેન્દ્રીય પ્રધાન મંડળના મહત્વના નિર્ણય : ડિફેન્સ સેક્ટરમાં નેટવર્ક સ્પેક્ટ્રમને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે ઘણાં પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આમાં લઘુ સિંચાઈ યોજના અને સંરક્ષણ ક્ષેત્રના સ્પેક્ટ્રમ નેટવર્કની યોજનાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે કેબિનેટ બેઠકમાં ડિફેન્સ સેક્રટના નેટવર્ક સ્પેક્ટ્રમ માટે 11 હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાને મંજૂર કરવામાં આવ્યા છે.

નાબાર્ડ દ્વારા લઘુ સિંચાઈ યોજનાઓ માટે પાંચ હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે. તો ઝારખંડના દેવધરમાં એમ્સ ખોલવામાં આવશે. એમ્સની સાથે જ મેડિકલ કોલેજને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય નોઈડા સિટી સેન્ટરથી સેક્ટર–62 સુધીના મેટ્રો પ્રોજેક્ટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. આના માટે 1967 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં લોજિસ્ટિક હબને મંજૂરી આપવામાં આવી છે. હરીયાણાના નંદનાલ ચૌધરી ગામને ફ્રેટ ગામની જેમ વિકસિત કરવામાં આવશે. આ કોરિડોર માટે 1029.49 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter