કંઇક આવું હશે પીએમ મોદીનું ગામ, જોવા માટે થઈ જવા તૈયાર

તમારે પીએમ મોદીનું ગામ જોવું છે તો હવે તેમે એ સરળતાથી જોઈ શકોછો. કારણ કે બહુ ઝડપથી  એક ફિલ્મ મોદી કા ગાંવ રીલીઝ થવાની છે.   પ્રધાનમંત્રી મોદીના વિકાસ એજન્ડા સાથે સંકળાયેલી આ ફિલ્મને 8 મહિના બાદ સેન્સર બોર્ડ પોતાની મંજૂરી આપી દીધી છે.  કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન  બોર્ડ સીબીએફસીએ  ફિલ્મ નિર્માતા સુરેશ ,કે ઝાને જાણ કરી હતી કે તેઓ ફિલ્મને પ્રદર્શિત કરી શકે છે.

આ  સમાચારથી ખુશથયેલા ઝાએ જણાવ્યું હતું કે અમારા માટે આ મોટી જીત છે.  ફિલ્મ પ્રમાણન અપીલિયન અધિકરણએ સીબીએફસી તરફથી ઉઠાવવામાં આવેલા આપત્તિજનક બાબતો તરફ ધ્યાન દોર્યું હતું અને અમે લોકો હવે ડિસેમ્બરના મધ્ય સુધી આ ફિલ્મ રજૂ કરી શકીશું.

ફિલ્મ નિર્માતાએ પીએમઓને આ મુદ્દે પત્ર લખ્યો હતો.  પરંતુ ત્યાંથી કોઈ જવાબ નહોતો મળ્યો ત્યાર બાદ નિર્માતાએ  એફસીએટીનો દરવાજો ખખડાવ્યો હતો.  હવે ફિલ્મ મોદી કા ગાંવને  લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage