Archive

Category: Videos

પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નિકળતા અફડાતફડી

ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. અચાનક આગ લાગતા અફરાતફડીની માહોલ સર્જાયો હતો. આગ બુઝાવવા માટે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.  

ગુજરાતમાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ આપી GUJCETની ૫રીક્ષા

એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાનો આરંભ થયો છે. રાજયભરમાં એક લાખ છત્રીસ હજાર રપ૬ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે. પરીક્ષાના એ ગ્રુપમાં ૬ર હજાર ૧૭૩ વિદ્યાર્થીઓ છે. જ્યારે કે બી ગ્રુપમાં ૭૩ હજાર ૬ર૦ વિદ્યાર્થીઓ છે. કેમેસ્ટ્રી અને ફિજિક્સની…

પાંચ વરસના બાળકને બારમાં માળેથી ફેંકી માતાએ ૫ણ કુદકો માર્યો

સુરતમાં પાંચ વરસના બાળકને બારમા માળેથી માતાએ ફેંકી દીધાની ચકચારી ઘટના બની છે. માસૂમ બાળકને નીચે ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કરી લીધો છે. સુરતના અડાજણના પાલ વિસ્તારની આ ઘટના છે. પાલ નજીક આવેલ સ્તુતિ એપાર્ટમેન્ટની આ ઘટના છે. આપઘાત…

ડીસામાં કિંજલ દવેના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ

બનાસકાંઠાના ડીસામાં કિંજલ દવેના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ડીસામાં આવેલા સુદામા વૃદ્ધાશ્રમના લાભાર્થે હિંદુ યુવા સંગઠન, ક્રાંતિ સેના અને શિવસેનાના ઉપક્રમે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતાં. ડાયરામાં કિંજલ દવેએ જમાવટ કરતા…

વડોદરા: આઈટી ઓફિસરે કરી પત્નીની હત્યા

વડોદરામાં એક ઓફિસરે તેની પત્નીની હત્યા કરી દેતાં ચકચાક મચી ગઈ. પત્નીના પર પુરુષ સાથે અનૈતિક સંબંધને લઈને આઈટી ઓફિસરે તેની હત્યા કરી નાંખી. પત્ની જયપુરમાં એક હોસ્ટેલમાં રહેતી હતી. તેને વડોદરા બોલાવીને પોતાના જ મકાનમાં તેની હત્યા કરી નાંખી….

મહેસાણા: લગ્નની લાલચ આપી યુવકે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

મહેસાણાના વિસનગર નજીક એક ગામમાં રહેતી સગીરા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઈશ્વર ચૌધરી નામના યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને બાઈક પર ભગાડી ગયો હતો. ગેસ્ટહાઉસમાં તેને આશરો ન મળતાં તે તેના મિત્રને ત્યાં સગીરાને…

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મની ઘટના કોંગ્રેસ-ડાબેરીઓનું ષડયંત્ર

બીલીમોરાની મુલાકાતે આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને ડાબેરીઓ પર નિશાન સાધી વિવાદિત નિવેદન આપ્યું છે. કઠુઆ અને ઉન્નાવમાં બનેલી દુષ્કર્મની ઘટના કોંગ્રેસ અને ડાબેરીઓનું ષડ્યંત્ર હોવાનું સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ છે. દુષ્કર્મના આરોપીઓને કડક સજા થવી જોઈએ. દેશમાં દુષ્કર્મ જેવી…

જામનગર: વિદેશી જહાજમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત

જામનગરમાં નવલખી નજીક દરિયામાં એક વિદેશી જહાજમાં ગેસ ગળતરની અસર થતાં 2 લોકોના મોત થયા છે. જહાજ પર કુલ 3 વ્યક્તિને ગેસ ગળતરની અસર થતા તેમને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 2 લોકોના મોત નિપજ્યા છે. નવલખી…

ચારણ સમાજના મંદિરમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, લોકોમાં રોષ

દ્વારકાના કલ્યાણપૂર તાલુકાનાં પિન્ડારા ગામે અસામાજીક તત્વો મંદીર તોડફોડ કરાતા લોકો રોષે ભરાયા છે. મંદિરમાં તોડફોડ કરાતા ચારણ સમાજનાં સેકડો લોકો એકઠા થઇ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તોડફોડ કરનારાઓને ઝડપી લેવાની ચારણ સમાજે માંગણી કરી છે.  

ગણતરીની સેકન્ડોમાં બે માળનું મકાન પત્તાના મહેલની માફક ધરાશાયી

તાજનગરી આગ્રામાં દિલ દહેલાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક બે માળની ઈમારત ગણતરીની સેકન્ડોમાં ધરાશાયી થવાની ઘટના બની છે અને આખી ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. આગ્રાના તાજગંજના એમપી પુરા ગુમ્મટમાં આવેલું બે માળનું એક મકાન ધરાશાયી…

ગ્લોબલ મિશન સ્કૂલમાં ફી વધારા સામે વાલીઓએ રેલી કાઢી આક્રોશ ઠાલવ્યો

ઉનાળાની  અસહ્ય ગરમી વચ્ચે અમદાવાદમાં વાલીઓએ શાળાઓ દ્વારા વધારવામાં આવેલી ફીનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારે ખાનગી શાળાઓની મનમાનીને રોકવા માટે ફી નિયમનનો કાયદો બનાવ્યો છે. પરંતુ આ કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. કાયદાને ગોઠવ્યા વગર ખાનગી શાળાના…

દેગલા ગામમાં યુવકનું અ૫હરણ કરી હત્યા, અજંપાભર્યો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના દેગલા ગામમાં રાઠોડ અને નાયકા પરિવાર વચ્ચે જમીન બાબતે ચાલતાં ઝઘડામાં એકની હત્યા થતાં તેનું મોત નીપજ્યું છે. બંને પરિવાર વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા ઝગડાનું સમાધાન થતું ન હતું. રાઠવા પરિવારે યુવકનું અપહરણ કરી તેની હત્યા કરી…

પંચમહાલ: શહેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

પંચમહાલના શહેરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડતા વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. શહેરામાં આવેલી ખાણીપીણી તેમજ કરિયાણાની દુકાનો અને દૂધની ડેરીઓમાં ચેકીંગ હાથ ધરાયું હતું. અખાદ્ય જથ્થો તેમજ એક્સપાયરીવાળી ચીજવસ્તુઓનો નાશ કરાયો હતો. જોકે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી…

Video: મિત્રનો મજાક ભારે પડ્યો, બસની નીચે આવી ગયો યુવક

દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે છે પરંતુ કોઈ વ્યક્તિ મોતના મુખ માંથી બહાર પછી આવે ત્યારે તે ઘટના તેના મન અને મગજમાં ઘર કરી જાય છે. કયારેક કોઈ મજાક જીવન પર ભારે પડી શેક છે. આવો જ એક વીડિયો પોલેન્ડમાં…

યુવતિની છેડતી કરવા રસ્તા વચ્ચે ઉભા રહી ગયેલા શખ્સના થયા આવા હાલ…

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક શખ્સે પોતાના સાથીદારો સાથે મળીને એક યુવતીની કથિતપણે છેડતીની કોશિશ કરી છે. જો કે આ હરકત વખતે શખ્સ ઝડપથી આવી રહેલી સ્કૂટીની ઝપટમાં આવી ગયો હતો અને ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના નજીકના…

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.73.20 સુધી ૫હોંચ્યો, લોકો લાચાર

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. વર્ષ 2018ની શરૂઆતમાં પેટ્રોલના ભાવ 72.31 રુપિયા હતાં. જેમાં એપ્રિલ મહિનામાં એક રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેની હાલાકી સામાન્ય જનતા ભોગવી રહી છે. એપ્રિલમાં પેટ્રોલમાં વધારેલો ભાવ આજના દિવસે 73.20…

છ વર્ષથી ‘મામા’ ચલાવે છે સાબરકાંઠા RTOનો વહિવટ !

ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલા સાબરકાંઠા આર.ટી.ઓ વિભાગે હવે હદ કરી નાખી છે. એક તરફ ચોરી કરેલી પર-પ્રાંતીય ગાડીઓ બે-નંબરમાં કોઈ પણ જાતના આધાર પુરાવા વગાર પાસ કરી દેવાય છે. તો બીજી તરફ  આર.ટી.ઓ ઓફિસમાં જે લોકો નોકરી નથી કરી રહ્યા,…

દૂધમાં ભગવાનનો ભાગ : આંગણવાડીના બાળકો સુધી ૫હોંચે છે અમૃત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કરોલ ગામમાં દૂધની ડેરીમાં ભગવાનો ભાગ પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગે, પણ વાત એમ છે કે ભગવાનો ભાગ નામે દૂધ જે એકઠું થશે તે આંગણવાડીના બાળકોને અપાશે. કરોલ ગામમાં ડેરીમાં દૂધ ભવા આવતા ગ્રાહકો…

Viral Video : પરફેક્ટ શૉટ લેવા માટે Spider Man બની ગયો આ ફોટોગ્રાફર

ઇન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વેડિંગ ફોટોગ્રાફરે પરફેક્ટ શૉટ લેવા માટે બધી જ હદો પાર કરી નાંખી હતી. તમે આ ફોટોગ્રાપરનો અંદાજ જોઇને કહેશો કે ડેડિકેશન હોય તો આવું હોય. આ વિડિયોને ટ્વિટર પર અપલોડ કરવામાં…

પૂંઠા બનાવતી ફેક્ટરીમાં ભિષણ આગ, 13 ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી પૂંઠાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ વધુ વિકરાળ હોવાના કારણે ફાયર બ્રિગેડના વધુ વાહનો મંગાવવામાં…

પેટ્રોલ ભરવા બાબતે છરીના બેફામ ઘા માર્યા : જૂઓ CCTV ફૂટેજ

અમદાવાદના કૃષ્ણનગર પાસે આવેલા પેટ્રોલ પર પેટ્રોલ ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ અજાણ્યા યુવકોએ એક શખ્સ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.  સીસીટીવીમા જોઈ શકાય છે કે એક યુવક છરીના બેફામ ઘા મારી…

રાજકોટમાં ડો.આંબેડકરની પ્રતિમા ગાયબ : દલિત સમાજ દ્વારા ચક્કાજામ

રાજકોટમાં રાજનગર ચોક પરથી ડો.આંબેડકરની પ્રતિમા ગાયબ થતા હોબાળો મચ્યો છે. જેના કારણે દલિતોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. દલિત સમાજના લોકોએ 150 ફૂટ રિંગ રોડ ઉપર દલિત ચક્કાજામ કર્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ…

Viral Video : હોમવર્ક બાકી રહી ગયું તો બાળકે શોધી કાઢ્યો કંઇક આવો ઉપાય

સોશિયલ મીડિયા પર અનેક એવા વિચિત્ર વિડિયો શેર કરવામાં આવતા હોય છે જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઇ જતાં હોય છે. તાજેતરમાં જ એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મમ્મી સ્કૂટર ચલાવી રહી હતી અને દિકરો પાછળની સીટ પર…

રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોનો હોબાળો

રાજકોટ મહા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શરૂ થાય તે પહેલા જ હોબાળો મચી ગયો. બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો માચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છે કે, જનરલ બોર્ડમાં પ્રવેશતા પહેલા વોલેટને ચેક કરવામાં આવ્યા. જેથી કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને પોલીસ…

શરીરને શુદ્ધ અને આત્માને બળવાન બનાવતા વર્ષીત૫ બાદ તપસ્વીઓએ કર્યા પારણા

જૈન ધર્મમાં વર્ષીતપનો વિશેષ મહિમા છે. ત્યારે વર્ષીતપ પત્યા બાદ તપસ્વીઓએ પારણા કર્યા હતા. હજારો વર્ષ પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો હતો. તેમના સંયમ ગ્રહણના ૪૦૦ દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખસુદ-૩ના…

SBIને તાળાબંધી : લોકોએ સુત્રોચ્ચાર પોકારી હલ્લાબોલ કર્યો

કેશોદના બાલાગામે એસબીઆઈમાં ખાતેદારો સાથે થયેલી ઉચાપત મામલે લોકોએ બેંકને તાળાબંધી કરી છે. ખાતેદારોએ સવારે બેંક ખાતે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો. ઉચાપત મામલે 6 મહિનામાં 50થી વધુ અરજી કરવામાં આવી છે. જેથી 84 હજારની ઉચાપત કરનાર કેશિયર સુભાશચંદ્ર વિરૂદ્ધ લોકોનો…

Viral Video : ફિલ્મી ઢબે હવામાં ફંગોળાઇ કાર, જુઓ પછી શું થયું

સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહી છ. જેને જોઇને સૌકોઇ હેરાન છે. ચીનમાં નશાની હાલતમાં એક ડ્રાઇવરે કાર ડિવાઇડર સાથે અથડાવી દીધી. તે પછી ફિલ્મી ઢબે કાર હવામાં ફંગોળાઇ. આ નજારો એવો જ હતો જેવો આપણે ફિલ્મોમાં…

રસ્તામાં અધવચ્ચે અચાનક જ કાર સળગી ઉઠી, જોતજોતામાં બળીને ખાખ

બનાસકાંઠા જિલ્લાના ડિસામાં જાવલ ગામ પાસે એક કારમાં અચાનક આગ લાગી. જોતજોતામાં આખી કાર બળીને રાખ થઈ ગઈ. ચાલુ કારમાં જ આગ લાગતાં અફરાતફરી થઈ ગઈ. જોકે સમયસુચકતાથી કોઈ જાનહાની થઈ નથી. તમામનો આબાદ બચાવ થયો છે. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે…

દૂષ્કર્મના આરોપીના પુતળાને ટ્રાફિક સિગ્નલે લટકાવી અપાઇ ફાંસી

બાળકીઓ ઉપર દુષ્કર્મ મામલે હવે કોંગ્રેસે પણ વીરોધ શરૂ કર્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ પાસે કોંગી કાર્યકરોએ પૂતળાને પ્રતિક ફાંસીનો કાર્યક્રમ રાખ્યો હતો. કોંગી કાર્યકરોએ ટ્રાફિક સિગ્નલના પોલ પર પૂતળાને ફાંસીએ લટકાવ્યુ હતુ. બાદમાં પોલીસે આ પુતળુ કબજે લીધુ હતુ….

ચાલીને જતા દં૫તિ ઉ૫ર ધડામ કરતો થાંભલો પડ્યો : જૂઓ દિલધડક VIDEO

અમદાવાદમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દંપતી પર વીજ થાંભલો પડતો જોઈ શકાય છે. વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છે. જોકે હકીકતમાં ચાંદખેડામાં આવી કોઈ ઘટના બની નથી. જીએસટીવી આ વીડિયોની…