Archive

Category: Top Stories

કોર્ટે કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુકોડાને દોષી જાહેર કર્યા

યુપીએ સરકારમાં બહુ ગાજેલા કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુકોડાને કોર્ટે દોષી જાહેર કર્યા છે. દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા મધુ કોડાને ગુનાહિત ષડયંત્રના દોષિત માન્યા છે. મધુ કોડા પર ગુનાહિત ષડયંત્ર રચવુ, છેતરપિંડી અને પદના દુર ઉપયોગનો પણ…

લોકશાહીના મંદિર સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 16મી વરસી

લોકશાહીના મંદિર સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 16મી વરસી છે. ત્યારે આજે સંસદ પરિસરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સંસદ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના…

સુપ્રીમ કોર્ટ મીનરલ પાણી પર હોટલ, રેસ્ટોરન્ટ, મોલ્સ, મલ્ટિપ્લેક્સમાં મનસ્વી કિંમત રાખવાની આપી શકે છે મંજૂરી

સાવચેત રહો, જો તમે હોટલ, રેસ્ટોરન્ટ, મોલ્સ અથવા મલ્ટિપ્લેક્સમાં મીનરલ પાણી તમારા ખિસ્સા પર બોજ વધારો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એમઆરપી મુજબ મીનરલ પાણી વેચવા માટેના કેન્દ્ર સરકારના આદેશને આંચકો આપ્યો છે. કોર્ટના ટિપ્પણી કરી કે જો રેસ્ટોરાં વાળા…

નવેમ્બરમાં મોંઘવારી 15 મહિનામાં સૌથી ઊંચી સપાટીએ, વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાનો અંત

નવેમ્બરમાં ગ્રાહક ફુગાવો 15 મહિનામાં સૌથી ઊંચો હતો, જ્યારે ઓક્ટોબરમાં ઔદ્યોગિક વૃદ્ધિ ત્રણ મહિનામાં સૌથી નીચી હતી. આ અર્થતંત્રમાં ડબલ ફટકો છે, જે પ્રથમ પુનઃપ્રાપ્તિના સંકેતો દર્શાવે છે. વધતી ફુગાવો સાથે, વ્યાજદરમાં ઘટાડોની અપેક્ષા અંત આવી ગઈ છે. નવેમ્બરમાં ઉપભોક્તા…

મહેસાણામાં કોંગ્રેસના કાર્યાલયમાં હુમલો, તોડફોડ કરાઇ

મહેસાણામાં મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો હોવાની ઘટના બહાર આવી છે. મહેસાણાના રાધનપુર રોડ પરના અર્જુન કોમ્પલેક્ષ ખાતે આઠ અજાણ્યા શખ્સોએ આવીને કોંગ્રેસના કાર્યાલયમાં તેમણે  તોડફોડ કરી હતી. રાધનપુર રોડ ઉ૫ર અર્જૂન કોમ્પલેક્ષમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય ઉ૫ર હુમલાની…

અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ વચ્ચે ફુટ

મોસ્ટ વોન્ટેડ અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ વચ્ચે ફુટ પડી છે. બંનેના રસ્તા હવે જુદા પડી ગયા છે. કહેવાય છે કે, છોટા શકીલ 1980માં દાઉદની સાથે મુંબઈ છોડીને ગયો હતો અને ત્યારથી સાથે રહેતો હતો. જોકે…

ભારત અને શ્રીલંકા વચ્ચે બાંધવામાં આવેલ રામસેતુ બ્રિજના અસ્તિત્વમાં હોવાનો સંકેત

ભારત અને શ્રીલંકા વચ્ચે બાંધવામાં આવેલ પ્રાચીન’એડમ્સ બ્રિજ’ માનવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે તે વિશ્વભરના વૈજ્ઞાનિકોને સ્વીકારવા માટે ફરજ પડી છે. રામ સેતુ બ્રિજ હંમેશા ચર્ચાનો વિષય બનતો રહ્યો છે. તેવામાં આ ઐતિહાસિક બ્રિજ પર હવે અમેરિકાના ટીવી ચેનલે…

એક મતની કિંમત રૂ.3 હજાર સુધી ! : અમદાવાદમાં અ૫ક્ષોનું ગણિત

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એન્ટી ઇન્કમબન્સી ઉપરાંત પાટીદાર ફેક્ટરને પગલે અમદાવાદ શહેરમાં આ વખતે ચૂંટણીનુ ચિત્ર બદલાયુ છે. તો મતોના વિભાજનના આશયથી ચૂંટણી મેદાને પડેલાં અપક્ષો રાજકીય પક્ષોને ફળી પણ શકે છે…

અમદાવાદ પોલીસ Action મોડમાં : ચૂંટણીને લઇ ગુન્હેગારો ૫ર ઘોંસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતાના ભાગરૂપે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે ગુનેગારો અને અસામાજિક પ્રવૃતિઓ તથા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સો વિરૂદ્ધ કડક કાયર્વાહી કરી છે. કહેવાતી ડિસિપ્લિન ફોર્સે ખાદી ધારકોની ખુશામત અને સરકારની ગુડ વીલ બુકમાં નામ નોંધાવવા માટે પોતપોતાના વિસ્તારોમાં…

શિમલા-ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું

શિમલા- ઉત્તરાખંડ સહિતના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેલી સવારે સખત ઠંડી અનુભવાઈ છે. લોકો શિયાળુ સ્વેટર, શાલ તેમજ મફલર સહિતના શિયાળુ વસ્ત્રો પહેરીને સજ્જ જોવા મળ્યા. સખત ઠંડીના કારણે લોકો…

‘વિકાસ’ થયો છે તો કાળી ચીસો પાડીને પ્રચાર કરવાની શું જરૂર પડી?: હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાવાનું છે. બીજા તબક્કાની 93 બેઠકો પર રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં યુવા બેરોજગાર સભામાં ભાજપના વિકાસ મોડલ પર આકરા પ્રહાર કરી પાટીદાર સમાજને ભાજપ વિરોધી…

કોંગ્રેસને સાથ આપવામાં હાર્દિક પટેલની શું મજબૂરી : દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલને સવાલ પૂછ્યો કે હાર્દિક સ્વીકારે છે કે તેમને કોંગ્રેસ ગમતી નથી તો પછી કોંગ્રેસનું સમર્થન કરવાનું કારણ શું છે. દિનેશ બાંભણિયાએ આ સાથે સવાલ કર્યો છે…

મોદી કાળા હતા, પંરતુ રોજ 4 લાખના મશરૂમ ખાઇ ગોરા થયા : અલ્પેશ ઠાકોર

રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પીએમ મોદી પર નિશાન સાધતા ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. અલ્પેશે કહ્યું છે કે પીએમ મોદી પહેલા શ્યામવર્ણના હતા પરંતુ હવે ગોરા થઈ ગયા છે.આ માટે મોદી તાઈવાનથી આવતા મશરૂમ ખાય છે. અલ્પેશના દાવા મુજબ મોદી…

હું ચૂંટણી પંચને નથી ગણકારતો, રીવરફ્રન્ટ ૫ર આવનારને પેટ્રોલના નાણા અપાશે ! : ભુષણ ભટ્ટના વિડિયોથી વિવાદ

વિધાનસભાની ચૂટણીના બીજા તબક્કાનો પ્રચાર પડઘમ થોડા કલાકોમાં શાંત થશે ત્યારે ભાજપના અમદાવાદના ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો વિવાદાસ્પદ વીડીયો વાયરલ થયો છે. આ વીડીયોમાં તે ચૂંટણી પંચ માટે અપમાનજનક ટીપ્પણી કરતા જોવા મળે છે. તેઓ સોમવારે યોજાઇ ગયેલી નરેન્દ્ર મોદીની…

ભાજ૫ના કાર્યકર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા : મહેસાણાના પાચોટનો બનાવ

હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર ઉમેદવારો સામે વિરોધ થવાના બનાવો સામે આવતા રહે છે. ખુદ વડાપ્રધાન મોદી સુધી વિરોધનો સુર ૫હોંચી રહ્યો છે. તેવી સ્થિતિમાં મહેસાણાના પાચોટમાં ભાજ૫ના ઉમેદવારનો થતો વિરોધ સહન ન કરી શકતા ભાજ૫ના કાર્યકર સરાજાહેર ખૂલ્લી તલવાર…

Breaking News : મોદીને કાળા વાવટા દર્શાવાયા

મહેસાણાના સતલાસણામાં કાળાવાવટા ફરકારી PM મોદીનો વિરોધ થયો છે. PM મોદીના રોડ-શો ઉપર કાળા વાવટા ફેંકાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફેંક્યા હતા. સામાન્ય રીતે વડાપ્રધાનના આવા જાહેર કાર્યક્રમો હોય ત્યારે સધન સલામતી બંદોબસ્ત ગોઠવાતો હોય છે. તેમજ વિરોધની શક્યતા…

ટમેટાના ભાવ રૂ.100 માંથી 25 થઇ ગયા ! : રાજકોટ યાર્ડમાં ધુમ આવક

છેલ્લા કેટલાક સમયથી બજારમાં ટમેટાના વધેલા ભાવથી ગૃહિણિઓનું ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે. માર્કેટમાં ખરીદી કરવા જતી બહેનો શાકભાજીમાંથી ટમેટાની જરૂરિયાત અનુસાર જ ખરીદી કરતી કરતી હતી. કારણ કે ટમેટાના ભાવ રૂ.100 સુઘી ૫હોંચી ગયા હતાં. વળી, બજારમાં ફાસ્ટફૂડથી માંડીને…

સાબરમતીમાં PM નો વોટર શો : અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

અમદાવાદમાં આજે અંતિમ દિવસના પ્રચારને વિશિષ્ટ અને ઐતિહાસિક બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીમાં વોટર શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તંત્ર દ્વારા ટ્રાફિકના બહાને રોડ શોને મંજુરી ન મળતા ભાજપે તરત જ બીજો પ્લાન અમલી બનાવી સાબરમતી નદીમાં સી…

પાટીદાર આંદોલનમાં ઘવાયેલા યુવાનને રૂ.10 લાખની સહાય : મહેસાણામાં યોજાયો કાર્યક્રમ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનની ધટના વખતે અનેક યુવાનોને ઇજા ૫હોંચી હતી. મહેસાણામાં આ સમયે ઇજાગ્રસ્ત થયેલા એક આવા જ યુવાનને પાટીદાર સમાજની 6 જેટલી સંસ્થાએ એકત્ર થઇને રૂ.10 લાખની સહાય અર્પણ કરી છે. આ સહાયનો ચેક અર્પણ કરવાનો…

કાયદા તો ખુબ બન્યા, ૫ણ દલિતોને ન્યાય કોણ અપાવશે ? – રાહુલનો PM ને 14 મો સવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વડાપ્રધાનને દરરોજ એક સવાલ પુછવાની ૫રં૫રા અંતર્ગત આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 14 મો સવાલ કર્યો છે કે, દલિતો માટે કાયદા તો ખુબ બન્યા છે, ૫ણ તેને ન્યાય કોણ અપાવશે ? રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…

સાંજે 5 વાગ્યાથી પ્રચાર ૫ડઘમ શાંત : મોદી-રાહુલની અંતિમ સભાઓ

આગામી 14 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી છે. જેને લઈને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજે પાંચ વાગે પ્રચારના પડઘમ શાંત થઇ જશે. પ્રચારના આખરી દિવસે પણ ભાજપ-કોંગ્રેસે આક્રમક પ્રચાર કરી એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે નરેન્દ્ર…

રાહુલને મંદિરમાં જવાની તાલિમ આપો, નમાઝ ૫ઢતા હોય તેમ બેસે છે – યોગીના વિજાપુરમાં પ્રહાર

મહેસાણાના વિજાપુર માં યોગી આદિત્યનાથની સભા યોજવા માં આવી હતી. મહેસાણાના વિજાપુર ભાજપના ઉમેદવાર મણલાલ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં યોગી આદિત્યનાથએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. યોગી આદિત્યનાથએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું…

અમદાવાદના આંગણે રચાશે ઇતિહાસ, સાબરમતીમાં ઉતરશે PM નું સી-પ્લેન

અમદાવાદમાં સુરક્ષાના કારણોસર વહીવટી તંત્રએ PM મોદીના રોડ શોને મંજૂરી આપી નથી. ત્યારે હવે PM આજે અમદાવાદમાં એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે. પીએમ મોદી આજે અમદાવાદના રિવરફ્રન્ટમા સી પ્લેન દ્વારા ધરોઈ ડેમના તળાવ પહોંચશે અને ત્યાંથી બાય રોડ અંબાજી પહોંચીને…

કોંગ્રેસ હારી રહી છે એટલે EVM પર હારનું ઠીકરુ ફોડે છે : PM મોદી

બ્લ્યુ ટૂથથી ઈવીએમ કનેક્ટ થતુ હોવાના કોંગ્રેસના આક્ષેપ પર પીએમ નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પાટણમાં ચૂંટણીસભાને સંબોધતા મોદીએ કહ્યું કે કોંગ્રેસ હારી રહી છે એટલે ઈવીએમ પર હારનું ઠીકરુ ફોડી રહી છે. હકિકતમાં કોંગ્રેસ બ્લૂ ટૂથમાં નહી પરંતુ…

અમદાવાદ : બાપુનગરમાં હાર્દિક પટેલની રેલી દરમ્યાન પથ્થરમારો

સવારે ઘૂમા ગામથી નીકળીને આરટીઓ સુધી પાસ કન્વિનર હાર્દિક પટેલે રોડ શો યોજ્યો. જે બાદ અમદાવાદના બાપુનગરમાં સાંજે હાર્દિક પટેલની રેલી હતી. પરંતુ આ રેલી સમરાંગણમાં ફેરવાઇ ગઇ. હાર્દિકની રેલી જ્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પહોંચી ત્યારે ભાજપના કાર્યાલય સામેથી પસાર…

જીન્સ પહેરેલી યુવતિ સાથે કોણ લગ્ન કરશે ? – કેન્દ્રિય મંત્રી સત્યપાલ સિંહ

રૂઢિ ચુસ્ત દેશ ભારતમાં મહિલા વર્ગના ૫હેરવેશને લઇને વારંવાર વિવાદો પેદા થતા રહે છે. ત્યારે કેન્દ્રના માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રી સત્યપાલ સિંહે એક વિચિત્ર નિવેદન કરતા કહ્યું છે કે, જીન્સ ૫હેરીને યુવતિઅો લગ્ન કરી શકે નહીં. ગોરખપુરમાં મહારાણા પ્રતા૫ શિક્ષા…

રાજકોટ Breaking News : કોંગ્રેસ કિસાન સેલના મંત્રી અને તેના ૫ત્નીનો આપઘાત

રાજકોટમાં કોંગ્રેસના કિસાન સેલના મંત્રી અને તેમના ૫ત્નીએ સજોડે આ૫ઘાત કરી લીઘો હોવાની ઘટના બહાર આવતા ચકચાર જાગી છે. આ૫ઘાત પાછળનું કારણ હજૂ સુઘી બહાર આવ્યું નથી. બનાવ અંગે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રપ્ત…

આજે આચાર્ય રજનીશનો જન્મદિવસ : શું તમે OSHO વિશે આ જાણો છો ?

આધ્યાત્મના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર આચાર્ય રજનીશ એટલે કે ઓશોના જન્મદિવસની આજે સર્વત્ર ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશ-વિદેશમાં આવેલા ઓશોના આશ્રમોમાં ધ્યાન-યોગ શિબિરો યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઓશોના જન્મસ્થાન કુચવાડા ગામમાં તેઓનું એક કાચુ…

GSTV Exclusive : વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇની નજરે ગુજરાતની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીએ આખા દેશમાં એક ઉત્સુકતા જગાવી છે. 9મી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે અને 14 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન બાકી છે. પણ તેના પહેલા જ 18 ડિસેમ્બરની હવે રાહ જોવાઈ રહી છે. ગુજરાતની રાજકીય ગતિવિધિઓ…

કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ૫દે રાહુલ ગાંઘીની તાજપોશી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે ખુશખબરી આવી છે. કોંગ્રેસને 19 વર્ષ બાદ નવા અધ્યક્ષ મળ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકરોએ ઉજવણી કરી હતી. બપોરે ત્રણ વાગ્યે…