Archive

Category: Others

હોકી: ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાએ ભારતને હરાવ્યું

ભારતીય હોકી ટીમ હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલ્સમાં અંતિમ ચારમાં સ્થાન હાંસલ કરી શકયું નથી. ક્વાર્ટર ફાઇનલમાં ગુરુવારે મલેશિયાએ ભારતને 3-2થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મલેશિયાએ આ વર્ષે મે માં અઝલન શાહ કપમાં ભારતને હરાવ્યા બાદ સતત…

WWEમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા બનશે કવિતા દલાલ

સાઉથ એશિયન ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ કવિતા દલાલને મેઇ યંગ ક્લાસિક મુકાબલા માટે સિલેક્ટ કરવામાં આવી છે. જણાવી દઇએ કે કવિતા WWEની આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE)એ આ વાતની ગુરુવારે ઘોષણા કરી હતી….

સિંધુ, શ્રીકાંત-પ્રણીત બાદ સાઇના ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં

સાઇના નેહવાલેએ પોતનું વિજયી અભિયાન ચાલું રાખવા માટે ઑસ્ટ્રેલિયા ઑપન સુપરસીરિઝના ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. ભારતીય બેડમિન્ટન પ્લેયર સાઇના સિંગ્લ્સના બીજા રાઉન્ડમાં મલેશિયાની સોનિઆ ચેહની સામે જીત મેળવી છે. આ પહેલા પી.વી.સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને બી.સાઇ.પ્રણીત પણ ટૂર્નામેન્ટના…

 ક્યારેક હતો વિશ્વનો નંબર વન ગ્રાન્ડ સ્લેમ વિજેતા, આજે છે દેવાળિયો

દિગ્ગજ  ટેનિસ સ્ટાર બોરિસ બેકરને એક બ્રિટિશ કોર્ટે દેવાળુ ફૂંકનાર જાહેર કર્યો છે.  બેકર ત્રણવાર  વિમ્બલ્ડનમાં  ચેમ્પિયન રહ્યો છે.  પરંતુ બોરિસ બેકર છેલ્લા ઘણા સમયથી બેંકોની લોન ચૂકવી શકતો નહોતો.  ત્યાર બાદ કોર્ટે તેને દેવાળિયો જાહેર કર્યો છે.  6 વાર…

શ્રીકાંત, સાઇના અને પ્રણીતની ઓસ્ટ્રેલિયા ઓપનમાં આગેકૂચ

રિયો ઓલિમ્પિકની રજત મેડલ વિજેતા પી.વી.સિંધુ અને ભારતની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે ઓસ્ટ્રેલિયા ઓપન સુપર સિરીઝના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીતનાર કિદાંબી શ્રીકાંતે પણ વિજય હાંસલ કરી પુરુષ સિગલના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો…

નેધરલેન્ડ સામે હાર્યું ભારત, અંતિમ આઠમાં મલેશિયા સામે રમશે

હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલમાં મંગળવારે ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. ટૂર્નામેન્ટમાં જીતની હૈટ્રિક બનાવનાર ભારતીય ટીમનો નેધરલેન્ડ સામે 3-1થી પરાજય થયો છે. આ સાથે પુલ બી માં ભારત બીજા સ્થાન પર રહ્યું છે. ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં મુકાબલો ગુરુવારે મલેશિયા સામે…

વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, 7-1 થી મેચ જીતી

ભારતીય હોકી ટીમે રવિવારે શાનદાર રમત બતાવતા વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને 7-1થી મોટા અંતરથી હરાવ્યું હતું. ભારતે આ મેચમાં પ્રથમ ક્વાર્ટરથી જ સરસાઇ બનાવી હતી. 13મી મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યો હતો. ત્યાર બાદ 21મી મિનિટમાં તલવિન્દરે…

ઇન્ડોનેશિયા ઓપનમાં શ્રીકાંત બન્યો ચેમ્પિયન

ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટની પુરુષ સિંગલ વિભાગના ફાઇનલ મુકાબલામાં ભારતના કિદામ્બી શ્રીકાંતે જાપાનના કાજૂમાસા સાકાઇને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. શ્રીકાંતે 37 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-11, 21-19 થી જીત હાંસલ કરી હતી. આ પહેલા શનિવારે શ્રીકાંતે…

ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચ્યો શ્રીકાંત

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. શ્રીકાંતે શનિવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાના સોન વાન હો ને 21-15 14-21 24-22 થી હરાવ્યો હતો. શ્રીકાંતે પ્રતિ સ્પર્ધી ખેલાડીને 1 કલાક 12…

બે ઓલિમ્પિક વિજેતાઓને હરાવી પ્રણય સેમી ફાઇનલમાં

ભારતીય શટલર એચ.એસ.પ્રણયે પોતાની શાનદાર રમત જારી રાખતા વિશ્વ અને ઓલિમ્પિક ચેમ્પિયન્સ ચેન લોન્ગને હરાવી ઉલટફેર કરતા ઇન્ડોનેશિયા સુપર સીરીઝ પ્રીમિયરની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે કિંદાબી શ્રીકાંતે પણ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. એચ.એસ.પ્રણયએ સતત બે દિવસમાં બે ઓલિમ્પિક…

વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલ્સમાં ભારતનો વિજયી પ્રારંભ

પ્રથમ ક્વાર્ટરમાં એક ગોલથી પાછળ રહ્યાં બાદ ભારતીય હોકી ટીમે ગુરુવારે રમાયેલી મેચમાં સ્કોટલેન્ડને 4-1થી હાર આપી વર્લ્ડ હોકી લીગ સેમીફાઇનલ્સમાં વિજયી પ્રારંભ કર્યો છે. મેચમાં સ્કોટલેન્ડે સારી શરૂઆત કરતા પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. ટીમે છઠ્ઠી મિનિટમાં કપ્તાન ક્રિસ…

ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં શ્રીકાંત-પ્રણય

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના કિદાંબી શ્રીકાંતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. પ્રી ક્વાર્ટર ફાઇનલના મહત્વના મુકાબલામાં શ્રીકાંતે પુરુષ સિંગલ મુકાબલામાં એક મોટો ઉલટફેર કર્યો હતો. તેણે જાન ઓ જોર્ગેનસેનને હરાવ્યો હતો. સમગ્ર મુકાબલામાં શ્રીકાંતનો દેખાવ ઘણો શાનદાર રહ્યો હતો. શ્રીકાંતે…

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનના બીજા રાઉન્ડમાં પહોંચ્યો પ્રણય

ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડી એચ.એસ.પ્રણયે ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જો કે, થાઇલેન્ડ ઓપન જીતનાર બી.સાઇ.પ્રણીતને પુરુષ સિંગલમાં પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રણયે 43 મિનિટ સુધી ચાલેલી મેચમાં સ્થાનિક બેડમિન્ટ ખેલાડી એન્થોની સિનિસુકા…

હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલમાંથી રુપિન્દર અને ઉથપ્પા આઉટ

ભારતના દિગ્ગજ ડિફેન્ડર રુપિન્દર પાલ સિંહ અને મિડફિલ્ડર એસ.કે.ઉથપ્પા 15 જૂનથી લંડનમાં રમાનાર હીરો હોકી વર્લ્ડ લીગ સેમીફાઇનલ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. આ ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પ્રથમ મેચ 15 જૂને સ્કોટલેન્ડ સાથે રમશે. રુપિન્દર પાલ સિંહ સ્નાયુઓ ખેંચાવાની સમસ્યાના…

રોનાલ્ડો પર લાગ્યો કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

સ્પેનના પૂર્તગાલી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સામે કર ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2011થી 2014 દરમિયાન સ્પેનિશ પ્રશાસનને કર ચોરીથી 1.47 કરોડ યૂરોનું નુકશાન થયું હતું. સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર કર ચૂકવણીમાં દોઢ કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ…

છેત્રીના ગોલથી ભારતે કિર્ગીસ્તાનને પછાડ્યું

કપ્તાન સુનિલ છેત્રીના શાનદાર ગોલની મદદથી ભારતે પોતાના વિજય અભિયાનને જારી રાખતા મંગળવારે એએફસી એશિયન કપ 2019 ક્લોલિફાયર ફૂટબોલ મેચમાં કિર્ગીસ્તાનને 1-0ની હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ગ્રુપ એ માં છ અંકની સાથે ટૉપ પર પહોંચી ગયું છે. જેનાથી…

ઇન્ડોનેશિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી સાયના

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે મંગળવારે ઇન્ડોનેશિયન ઓપનની મહિલા સિંગલ વિભાગના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. સાયનાએ પ્રથમ રાઉન્ડની મેચમાં થાઇલેન્ડની રાત્ચાનોક ઇંટાનોનને હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. જો કે, સાયનાને જીત હાસંલ કરવા માટે ઘણો પસીનો પાડવો…

રાફેલ નડાલે જીત્યો રેકોર્ડ 10મો ફ્રેન્ચ ઓપન ખિતાબ

સ્પેનના ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો છે. ક્લે કોર્ટનો બાદશાહ નડાલ 10મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. 31 વર્ષિય નડાલ કોઇ ગ્રેંડ સ્લેમ પર 10 વખત કબજો કરનાર એકમાત્ર ખેલાડી છે,…

ઇજાગ્રસ્ત શારાપોવા વિમ્બલડનમાંથી થઇ બહાર

મારિયા શારાપોવા હજી પણ જાંઘની ઇજામાંથી મુક્ત થઇ શકી નથી, જેના કારણે તેને વિમ્બલડન ટેનિસ ગ્રેંડ સ્લેમથી દૂર થવું પડ્યું છે. જેના કારણે ડોપિંગના પ્રતિબંધ બાદ વાપસી કરી પોતાના કરિયરને આગળ વધારવાની તેની આશાઓને ઝટકો લાગ્યો છે. શારાપોવાએ એક નિવેદનમાં…

ઓસ્તાપેંકોએ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતી રચ્યો ઇતિહાસ

લાતવિયાની યેલેના ઓસ્તાપેંકોએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો છે. દુનિયામાં 47મા ક્રમની ઓસ્તાપેંકોએ ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ ખિતાબ જીતનાર પ્રથમ બિનક્રમાંકિત ખેલાડી બની છે. તે કોઇપણ ગ્રૈંડ સ્લેમ જીતનાર પોતાના દેશની પ્રથમ ખેલાડી બની છે….

બે દિકરાનો પિતા મેસી પોતાની ગર્લફ્રેન્ડની સાથે 30 જૂને કરશે લગ્ન

લિયોનેલ મેસી પોતાના 30માં જન્મદિવસના 6 દિવસ બાદ એટલે કે 30 જૂનના બાળપણની પ્રેમિકા અંતોનેલા રોકુજોની સાથે લગ્ન કરશે. ફૂટબૉલના સુપરસ્ટારની લગ્ન માટે આર્જેન્ટિના તૈયારીમાં લાગી ગયુ છે. આ એ જ જગ્યા છે જ્યાં મેસી મોટો થયો અને ફૂટબૉલ ક્લબ…

ઓસ્તાપેંકોએ ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ

લાતવિયાની યેલેના ઓસ્તાપેંકોએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની સાથે જ ઇતિહાસ રચ્યો છે. તેણે જીત સાથે પોતાના 20મા જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે. તે કોઇ ગ્રેંડ સ્લેમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર લાતવિયાની પ્રથમ ખેલાડી બની છે. દુનિયાની 47મા ક્રમની ઓસ્તાપેંકોએ…

ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ જીતી બોપન્નાએ રચ્યો ઇતિહાસ

ભારતનો રોહન બોપન્ના ગ્રેંડસ્લેમ ખિતાબ જીતનાર ચોથો ભારતીય ટેનિસ ખેલાડી બન્યો છે. બોપન્ના અને કેનેડાની ગ્રેબ્રિએલા ડાબ્રોવસ્કીની જોડીએ ફ્રેન્ચ ઓપન મિક્સડ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં આ જોડીએ જર્મનીની અન્ના લીના ગ્રોએનેફિલ્ડ અને કોલંબિયાના રોબર્ટ ફરાહને સંઘર્ષમય મુકાબલામાં 2-6, 6-2,…

ફ્રેન્ચ ઓપન: જોકોવિચને હરાવી થીમ પહોંચ્યો સેમીફાઇનલમાં

સર્બિયાના ટેનિસ ખેલાડી નોવાક જોકોવિકે વર્ષની બીજી ગ્રેંડ સ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનમાં બુધવારે ઉલટફેરનો શિકાર બન્યો હતો.ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે હારી જોકોવિચ આ ટૂર્નામેન્ટની બહાર થયો હતો. ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમએ પુરુષ સિગલ્સ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં સીધા સેટોમાં જોકોવિચને હાર આપી…

ભારતે બેલ્જિયમને 3-2થી હરાવ્યું, હરમનપ્રીત ઝળક્યો

હરમનપ્રીત સિંહના બે ગોલની મદદથી ભારતે ત્રણ દેશોની આમંત્રણ હોકી ટૂર્નામેન્ટમાં બેલ્જિયમને 3-2થી હાર આપી હતી. ભારત તરફથી હરમનપ્રીતે 34મી અને 38મી મિનિટમાં ગોલ કર્યો હતો. જ્યારે રમણદીપ સિંહે 49મી મિનિટમાં ગોલ કર્યો હતો. ગત મેચમાં જર્મની સામે 1-2થી હારનો…

ફ્રેન્ચ ઓપન: સાનિયા-ડોડિગને હરાવી બોપન્ના-ગેબ્રિએલાની જોડી સેમીફાઇનલમાં

રોહન બોપન્ના અને કેનેડાની તેની જોડીદાર ગેબ્રિએલા દાબ્રોવસ્કી સાનિયા મિર્ઝા અને ઇવાન ડોડિગને સીધા સેટોમાં હાર આપી છે. આ સાથે  ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મિક્સડ ડબલ્સની સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. બોપન્ના અને ગેબ્રિએલાની જોડીએ 52 મિનિટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા…

સાઇ પ્રણીતે થાઇલેન્ડ ઓપન ખિતાબ જીત્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી બી.સાઇ પ્રણીતે થાઇલેન્ડ ઓપન ગ્રાં પ્રી ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. પુરુષ સિંગલની ફાઇનલ ટૂર્નામેન્ટમાં પ્રણીતે ઇન્ડોનેશિયન ખેલાડી ક્રિસ્ટીને હરાવ્યો હતો. પ્રણીતે ક્રિસ્ટીને 17-21, 21-18, 21-19થી હાર આપી હતી. પહેલી ગેમ હાર્યા બાદ પ્રણીતે વાપસી કરતા ત્યાર પછીની…

પ્રણીત થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં, સાયના બહાર

ભારતીય બેડમિન્ટન ખેલાડી બી. સાઇ પ્રણીતે થાઇલેન્ડ ઓપન ગ્રાં પ્રી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરુષ સિંગ્લસની સેમીફાઇનલમાં પ્રણીતે થાઇલેન્ડના પનાવિટ થોંગનુઆણને હરાવ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સમાં ભારતની સ્ટાર ખેલાડી સાયના નેહેવાલને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સેમીફાઇનલમાં સાઇનાનો…

થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં પહોંચી સાયના નેહવાલ

થાઇલેન્ડ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની હરુકો સુજુકીને હરાવી સાયના નેહવાલે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાયના અને પુરુષ ખેલાડી બી.સાઇ પ્રણિતે ગુરુવારે થાઇલેન્ડ ઓપનના આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. સાયનાએ મલિશિયાની યિંગ યિંગ લીને હરાવી…

ફ્રેન્ચ ઓપન: નારાને હરાવી વીનસ ત્રીજા રાઉન્ડમાં પહોંચી

અમેરિકાની સ્ટાર ખેલાડી વીનસ વિલિયમ્સે વર્ષની બીજી ગ્રેંડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વીનસ મહિલા સિંગલ્સ વર્ગના બીજા રાઉન્ડમાં જાપાનની ખેલાડી કુરુમી નારાને હરાવી હતી. વીનસે એક કલાક 20 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં વિશ્વની…