Archive

Category: World

14 દેશોના 31 સેટેલાઈટ લઈને ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ, PSLV-C38 સફળ પ્રક્ષેપણ

ઈસરોએ આજે એક મોટો સેટેલાઈટ લોન્ચ કર્યો. શ્રી હરિકોટાના લોન્ચપેડથી કાર્ટોસેટ સેટેલાઈટની સાથે 30 નેનો સેટેલાઈટને PSLV-C38 લોન્ચ વ્હીકલથી છોડાયા છે. આ લોન્ચ સાથે ઇસરોએ કરેલા સ્પેસક્રાફ્ટ મીશનોની સંખ્યા 90 થઈ ગઈ. જીએસએલવી એમકે-3ની સફળતા બાદ ઈસરો વધુ એક મોટી…

પાકિસ્તાની સેનાએ જાધવનો કથિત એકરારનો વધુ એક વીડિયો જારી કર્યો

પાકિસ્તાનમાં ફાંસીની સજા ભોગવી રહેલા ભારતીય કુલભૂષણ જાધવએ દયા અરજી કરી છે. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા દાવો કરાયો છે કે, જાધવે પાકિસ્તાનના સેના પ્રમુખને દયા અરજી મોકલી છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે, કુલભૂષણ જાધવે…

UNમાં આતંકવાદ અને ટેરર ફન્ડિંગ મામલે ભારતે PAK.ને ઘેર્યું

સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર આતંકવાદ અને ટેરર ફન્ડિંગ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઘેર્યું છે. ભારતે આડકતરી રીતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને એ સ્રોત અંગે જાણકારી મેળવવા કહ્યું છે કે જ્યાંથી અફઘાનિસ્તાનમાં સરકાર વિરોધી તત્વોને હથિયાર અને પ્રશિક્ષણ જેવી મદદ મળી રહી…

સાંસદે સ્તનપાન કરાવતા સંસદમાં આપ્યું ભાષણ, વીડિયો થયો વાયરલ

ઓસ્ટ્રેલિયાના મહિલા સાંસદ લારીસા વોટર્સ સ્તનપાનને લઇને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ગ્રીન પાર્ટીના સાસંદ લારીસા વોટર્સે કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને થનાર ફેફસાની બિમારી સાથે સંકળાયેલા એક પ્રસ્તાવ સંસદમાં રજૂ કરતા સમયે પોતાની સાત મહિનાની દીકરીને સ્તનપાન…

અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં આત્મઘાતી હુમલો, 29ના મોત, 66 ઘાયલ

અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતની રાજધાની લાશ્કાર્ધ ખાતેની ન્યૂ કાબુલ બેંકની શાખા બહાર આતંકવાદીઓએ મોટો વિસ્ફોટ કરીને હુમલો કર્યો છે. આ હુમલામાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 66થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય ગવર્નર ઉમર જવાકના પ્રવક્તાએ કહ્યું છે કે…

PAK-ચીન વચ્ચે ખટાશમાં વધારો, પાકિસ્તાને ચીન માટે વીઝા નિયમો કર્યા કડક

પાકિસ્તાનમાં ચીનના નાગરિકોની હત્યા બાદ બંને દેશો વચ્ચે મતભેદ શરૂ થયો છે. પાકિસ્તાને ચીનના નાગરિકો માટે કારોબાર અને વર્ક વીઝા નિયમોને કડક બનાવવાની ઘોષણા કરી છે. આ પહેલા કાઝાકિસ્તાનની રાજધાની અસ્તાના ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં બંને દેશો વચ્ચેની…

ચીનમાં સરકારનો નિયમ તોડનાર 100 મુસ્લિમોને સજા

રમઝાન મહિના દરમિયાન ચીન સરકારે વિગર મુસલમાનો પર ફરી એક વખત લાલ આંખ કરી છે. સરકારના નિયમ વિરુદ્વ જઇ રોજા રાખવા પર શિનજિયાંગ પ્રાંતમાં 100 લોકોને સજા ફટકારવામાં આવી છે. નિયમ અનુસાર, અહીં દિવસમાં લંચ કરવું જરૂરી છે પરંતુ, રમઝાન…

વર્ષ 2024માં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે : UN  

વસ્તીવિસ્ફોટ ભારતની મોટી સમસ્યાઓમાંથી એક સમસ્યા હોવાની ચર્ચાઓ દશકાઓથી ચાલી રહી છે. તેના માટે વસ્તીનિયંત્રણ માટેની મુહિમ પણ સરકાર દ્વારા દશકાઓથી ચાલે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દાવો કરાયો છે કે 2024 સુધીમાં ભારતની વસ્તી ચીનથી વધી જવાની છે. 2030માં ભારતની…

ISISએ ઈરાકના મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને ઉડાવી દેવાઈ

ઈરાકી સેનાનું કહેવું છે કે પોતાને ઇસ્લામિક સ્ટેટ કહેવા વાળા આતંકી સંગઠને મોસુલની અલ-નૂરી મસ્જિદને ઉડાવી દેવાઈ છે. આ એ જ મોસુલની નૂરી મસ્જિદ છે જ્યાં 2014માં આઈએસ ચીફ અબુ બકર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરીને ખિલાફતની ઘોષણા કરી…

કેનિથ જસ્ટર બનશે ભારત ખાતેના અમેરિકાના આગામી રાજદૂત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના કેનિથ જસ્ટર ભારત ખાતેના અમેરિકાના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થાય તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જસ્ટર આર્થિક મામલાઓ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સહયોગી અને ભારત સાથે સંબંધિત મામલાઓના વિશેષજ્ઞ પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ…

અફઘાનિસ્તાન માટે સૌથી વિશ્વાસુ સાથીદાર છે ભારત :પેન્ટાગોન

ટ્રમ્પ વહીવટી તંત્રે પોતાના કાર્યકાળના પહેલા અફઘાન રિપોર્ટમાં પાકિસ્તાનને આંચકો આપ્યો છે. પેન્ટાગને રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનનું સૌથી વધુ ભરોસાપાત્ર પ્રાદેશિક ભાગીદાર છે. અમેરિકાની કોંગ્રેસને સોંપવામાં આવેલા 6 માસિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અફઘાનિસ્તાનના અધિકારીઓ અને…

કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પુનર્વિચારણાને અવકાશ : અબ્દુલ બાસિત

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા મામલે પાકિસ્તાનના ભારત ખાતેના હાઈકમિશનર અબ્દુલ બાસિતે મોટું નિવેદન આપ્યું છે. બાસિતે કહ્યું છે કે જાધવની સજા પર પુનર્વિચારણાનો અવકાશ છે. અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં અબ્દુલ બાસિતે કહ્યું છે કે જ્યાં સુધી જાધવનો મામલો…

આતંકવાદી સંગઠન ISISનો મુખ્ય મૌલવી તુર્કી અલ-બિન-અલી ઠાર

આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના મુખ્ય મૌલવી તુર્કી અલ-બીન અલીને ઠાર કરવામાં આવ્યો છે. આઈએસનો મૌલવી તુર્કી અલ બીન અલીને સીરિયામાં અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેનાએ એક હુમલામાં મોતને ગાટ ઉતાર્યો છે. અમેરિકાના એક સત્તાવાર સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આઈએસનો સ્વયંભૂ…

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કરી રહ્યાં છે ભારત અને પાક વચ્ચેના કાશ્મીર મુદ્દાને ઉકેલવાની કોશિશ

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટનિયો ગુતેરસનો દાવો છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દાને ઉકેલવાની કોશિશ કરી રહ્યાં છે. તેથી તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે કેટલીક બેઠકો કરી છે. કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાનની વાટાઘાટો શરૂ…

ISISનો ગઢ ગણાતા ઈરાકનાં મોસુલ શહેર પર ઈરાકી સેનાએ કર્યો ભીષણ હુમલો

ઈરાકી સેનાએ પશ્ચિમી મોસુલના આતંકીઓના કબજા હેઠળના વિસ્તાર પર ભીષણ હુમલો કર્યો છે. ઈરાકનું મોસુલ શહેર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો ગઢ છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલ ખોમૈનીએ મોસુલમાં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધના યુદ્ધમાં ઈરાકી સેનાની સફળતાની પ્રશંસા કરી છે. ઈરાકી સેનાએ…

UNની સંસ્થાનો વાર્ષિક રિપોર્ટ, વિશ્વમાં 6.56 કરોડ લોકો વિસ્થાપિત!

સંયુક્ત રાષ્ટ્ર સંઘની શરણાર્થી એજન્સીએ જણાવ્યું છે કે દુનિયાભરમાં 6.56 કરોડ લોકો શરણાર્થી છે અથવા શરણ માંગી રહ્યા છે અથવા તો તેઓ આંતરીકપણે વિસ્થાપિત છે. યુએનની સંસ્થાના વાર્ષિક અહેવાલમાં 2016ના આખર સુધીમાં અનુમાનિત આંકડામાં 2015ના આંકડા કરતા 3 લાખ વિસ્થાપિતોનો…

વિશ્વ યોગ દિવસના એક દિવસ પહેલા ‘ગ્રેટ વૉલ ઑફ ચાઇના’ પર થયો યોગાભ્યાસ

21 જૂનના દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં એક તરફ UNની બિલ્ડિંગ યોગના રંગનાં રંગાઇ ત્યાં જ ચીનમાં પણ યોગ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ચીનમાં અલગ-અલગ જગ્યાઓ પર એક સપ્તાહ સુધી યોગના…

US દ્વારા સીરિયામાં અસદ સરકારનું ફાઇટર પ્લેન તોડી પડાયું

અમેરિકન સેનાએ મોટી કાર્યવાહી કરતા સીરિયાની અલ-અસદ સરકારના એક ફાઈટર પ્લેનને તોડી પાડ્યું છે. અમેરિકન સેનાનો આરોપ છે કે આ ફાઈટર પ્લેન કુર્દિશ સૈનિકોની ફોજને નિશાન બનાવતું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડોના જણાવ્યા મુજબ અસદ સરકારના એસયુ-22 પ્લેનને સીરિયન ડેમોક્રેટીક ફોર્સિસ…

પાક.ને 300 મિલિયન ડોલરની સહાય આપવાનો USનો ઇન્કાર

અમેરિકાએ પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે. અમેરિકાની સંરક્ષણ સંસ્થા પેંટાગોન પાકિસ્તાનને અપાનારી 300 મિલિયન ડોલરની સૈન્ય સહાયતા રાશિ આપવાનો ઇન્કાર કર્યો છે. પેંટાગોનના પ્રવક્તાએ કહ્યું છે કે હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાન ચોકકસ પગલા લીધા છે તે સંરક્ષણ સચિવ સાબિત કરી…

પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, ૬રથી પણ વધુ લોકોના મોત

પોર્ટુગલના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં ૬રથી પણ વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. જંગલમાં લાગેલા દાવાનળથી બચવા લોકો કારમાં ભાગી રહ્યાં હતાં. તેમ છતાં આગ એટલી ઝડપથી અને વિકરાળ હતી કે કારમાં જતાં લોકોને પણ ભરખી ગઇ હતી. પોર્ટુગલના જંગલના…

લંડન : કાર દ્વારા રાહદારીઓને કચડવાનો પ્રયાસ, દસ લોકો ઈજાગ્રસ્ત

લંડનમાં કાર દ્વારા રાહદારીઓને કચડવાનો પ્રયાસ થયો છે. જેમાં એકની ધરપકડ કરાઈ છે. બ્રિટીશ પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરી લંડનમાં આ બેફામ કારે રાહદારીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દસ જણા ઘાયલ થયા છે. ધ સન અખબારે બે જણાના મોતનો…

પૂર્તગાલના જંગલોમાં ભીષણ આગમાં 57નાં મોત

મધ્ય પૂર્તગાલના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં 57 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 59 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગના લોકો પોતાની કારમાં જ સળગી ગયા હતા. કોઇમ્બરાથી લગભગ 50 કિમી દૂર પેડ્રોગો ગ્રાંડે નગરપાલિકાના હેઠળ આવતા જંગલોમાં આ આગ…

પાકિસ્તાનની સૈન્ય સહાયતા બંધ કરવા અમેરિકન સાંસદોની માંગ

અમેરિકાનાં સાંસદોએ આતંકવાદ ફેલાવી રહેલા પાકિસ્તાનની સૈન્ય સહાયતામાં ઘટાડો કરવાની સાથે તેને શસ્ત્રોનું વેચાણ બંધ કરવાની માગણી કરી છે. અમેરિકાના સાંસદોએ કહ્યુ છે કે, અમેરિકા પાકિસ્તાનને હથિયારો ઉપલબ્ધ કરાવી રહ્યું છે અને પાકિસ્તાન અમેરિકાના હથિયારોથી જ અમેરિકનોની હત્યાઓ કરી રહ્યું…

પાકિસ્તાનને મળતી સૈન્ય સહાય બંધ કરવા અમેરિકામાં ઉઠી માંગ

યુએસના કોંગ્રેસના બે ટૉચના બે સાંસદોએ પાકિસ્તાન પર આતંકવાદના સમર્થનનો આરોપ લગાવતા પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાયતમાં ટ્રમ્પ પ્રશાસન પાસે ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ઇસ્લામાબાદ માટે અમેરિકી હાથિયારોને હાંસલ કરવા મુશ્કેલ કરી દેવા જોઇએ. કોંગ્રેસ સમક્ષ…

આરબ દેશોના નાકાબંધી મામલો, બર્લિન દીવાલથી બદતર છે નાકાબંધી : કતર

સાત અરબી દેશોએ કતર સાથેના રાજદ્વારી સંબંધો અને સંપર્કો તોડી નાખ્યા છે. કતરે તેને સામુહિક સજા ગણાવી છે. કતરની રાષ્ટ્રીય માનવાધિકાર કમિટીના પ્રમુખ અલી બિન સામિખ અલ-મારીએ સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે. તેમણે પોતાની અપીલમાં જણાવ્યું છે કે તેઓ આરબ…

બ્રિક્સની બેઠકમાં આતંક મુદ્દે થશે ચર્ચા : ચીન

રવિવારે બ્રિક્સ દેશોના પાંચ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાવાની છે. ચીને કહ્યું છે કે આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન વચ્ચે આતંકવાદના મુદ્દે ઉંડાણપૂર્વકની ચર્ચા હાથ ધરાશે. બીજિંગ તરફથી કહેવામાં આવ્યું છે કે બ્રિક્સ દેશોની…

NSGમાં ભારતના પ્રવેશના માર્ગમાં ચીન પોતાની જીદ પર યથાવત્  

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશના માર્ગમાં અડચણ બનેલું ચીન પોતાની જીદ પર યથાવત છે. ચીને ફરીથી કહ્યું છે કે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કરનારા દેશોને એનએસજીમાં પ્રવેશ બાબતે ચીનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. આગામી સપ્તાહે એનએસજીની બેઠક…

આવતી કાલે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરર ફંડિંગ મામલે પાકના બેવડા વલણને દુનિયા સામે કરશે રજૂ

આવતી કાલે સ્પેનના વેલેન્સિયામાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાનના બેવડા વલણને દુનિયા સામે રજૂ કરવાની તૈયારીમાં છે. ઈડીના પ્રમુખ કરનાલસિંહ ભારત તરફથી એસએટીએફ સામે પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કરશે.  એસએટીએફની બેઠકમાં 198 દેશો,…

અફઘાનિસ્તાનમાં ISISનો આતંકી હુમલો, 4ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના શિયા બહુમતીવાળા વિસ્તારમાં આવેલી એક મસ્જિદના પરિસરમાં વિસ્ફોટ થયો છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કાબુલના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અલ જહરા મસ્જિદમાં એક આતંકવાદી હુમલો થયો છે. આ વિસ્ફોટમાં 4 લોકોના મોત નીપજ્યા છે. તેમાં એક…

સર્બિયામાં સમલૈંગિક મહિલા બનશે વડાપ્રધાન !

સર્બિયાના રાષ્ટ્રપ્રમુખે એક લેસ્બિયન મહિલાને દેશના નવા વડાપ્રધાન તરીકે પદનામિત કર્યા છે. રુઢીવાદી સર્બિયામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવેલો નિર્ણય એક મોટું પગલું માનવામાં આવે છે. નવા રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર વુચિચે એના બ્રનવિચને પોતાના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. સંસદમાં આના માટેની…