Archive

Category: India

ત્રિપુરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 74 ટકા મતદાન

ત્રિપુરામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. જેમાં કુલ 60 બેઠકોમાંથી 59 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થઇ. સાંજે ચારના ટકોરે ચૂંટણી પૂર્ણ થઇ છે. અહીં 4 વાગ્યા સુધીમાં 74 ટકા જેટલું મતદાન થયું હતુ. આ ચૂંટણીમાં ભાજપ અને સત્તાધારી ડાબેરીઓ…

PNB મહાગોટાળો: શું હવે માત્ર રૂ. 3000 કૅશ નીકાળી શકાશે?

પંજાબ નેશનલ બેન્કના આશરે 11,500 કરોડના મહાગોટાળાને લઇને જ્યાં દેશમાં હોબાળો થઇ રહ્યો છે તેવામાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પીએનબીના તમામ એકાઉન્ટ્સને સીઝ કરી લીધા…

બેંકોમાં છેતરપિંડી અંગેનો RBIનો ચોંકાવનારો રિપોર્ટ

દેશની સર્વોચ્ચ બેંક ભારતીય રિઝર્વ બેંકનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, દર 4 કલાકમાં એક બેંક કર્મચારી છેતરપિંડી કેસમાં પકડાઇ જાય છે. રિપોર્ટ મુજબ, 1 જાન્યુઆરી 2015 થી 31 માર્ચ, 2017 સુધી જાહેર ક્ષેત્રની બેંકોમાં 5200 કર્મચારીઓ…

રજનીકાંત અને કમલ હસન સાથે દેખાયા ! : તમિલનાડુના રાજકારણમાં હલચલ

દક્ષિણભારતના બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસની તમિલનાડુની રાજનીતિમાં એન્ટ્રી થઈ છે. બંને અભિનેતા વચ્ચે મુલાકાત થઈ. કમલ હસને રજનીકાંતના ઘરે લન્ચ લીધું. બંને અભિનેતાની આ મુલાકાતથી તમિલનાડુમાં રાજકીય અટકળો ફરીથી તેજ થઈ છે. જોકે કમલ હસને આ મુલાકાતને રાજકીય…

રોટોમેક કં૫નીના માલિક વિક્રમ કોઠારીનો બેન્કો સાથેનો ગોટાળો રૂ.3000 કરોડ..!

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળા બાદ હવે આવો જ બીજો ગોટાળો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં બિઝનેસમેન વિક્રમ કોઠારી પર પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોના લગભગ 3000 કરોડનું દેવું છે. અને કોઠારીએ આ ઉધારીનો એકપણ પૈસો પરત કર્યો નથી. વિક્રમ કોઠારી રોટોમેક પેન…

મુંબઈવાસીઓનું 21 વર્ષ જૂનુ સપનું આજે PM મોદી કરશે પૂરું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 16,700 કરોડ રૂપિયાના ખર્ચે નવી મુંબઈ એરપોર્ટનો પાયો નાખશે. તો મહાનગરનું 21 વર્ષ જૂનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. મુંબઈની વધતી જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે વર્ષ 1997માં 3000 કરોડ રૂપિયાના ખર્ચે એક અન્ય હવાઈ મથક…

ઇરાનનું યાત્રી વિમાન ક્રેશ : તમામ 66 યાત્રિકોના મોતની આશંકા

ઈરાનનું એક યાત્રી વિમાન ક્રેશ થયું છે. તેમાં 66 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક અહેવાલ મુજબ વિમાન તેહરાનથી યાસુજ જઈ રહ્યું હતું. અને ઉડાણ ભર્યાના થોડા સમય બદ વિમાનનો એટીસી…

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર આવશે ભારતની મૂલાકાતે, ગ્લોબોલ સમિટમાં ભાગ લેશે

અઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ટ્રમ્પ ટાવરના આલિશાન રેસિડેન્સિયલ પ્રોજેક્ટની આધારશિલા રાખવા માટે સોમવારે ભારત આવી રહ્યા છે. તેઓ 23 અને 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેશે. ટ્રમ્પ જૂથના ડાયરેક્ટર ટ્રમ્પ જુનિયર તેમના…

નીરવ મોદીના ભાઇએ કહ્યું, “પૈસા નથી આ૫વા, બેન્કે જે કરવું હોય તે કરી લે…!”

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે. નીરવ મોદીને પકડવા ઈન્ટરપોલની મદદ માગી છે. તો બીજી બાજુ નીરવ મોદીના ભાઈએ પૈસા પરત આપવાની મનાઈ કરીને ધમકી પણ આપી કે બેંકે જે કરવું હોય તે કરી લે. પંજાબ…

કેનેડાના PM જસ્ટીન ટ્રૂડોએ પરિવાર સાથે લીધી તાજમહેલની મૂલાકાત

ભારતની મુલાકાતે આવેલા કેનેડીયન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આગરામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત લીધી.. જસ્ટીન પોતાના પરિવાર સાથે તાજમહેલ પહોંચ્યા હતા. જોકે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોદી આદિત્યનાથ તેમના સ્વાગત માટે પહોંચ્યા નહીં. દુનિયાની સાતમી અજાયબીમાં શામિલ તાજમહેલના દીદાર કરીને જસ્ટીન પરિવારે મોજમસ્તી…

PNB મહાકૌભાંડ : આ સાત ગંભીર ભુલો ઉ૫ર કોઇની નજર કેમ ન ૫ડી ?

પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાડે રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ અને ભાજપ બંને આ ફ્રોડની જવાબદારી એક બીજાના માથે નાખી રહ્યા છે. જોકે તેમ છતાં ફ્રોડ દરમિયાન કેટલીક ભૂલો થઈ છે. જેના પર હજુ સુધી લોકોનો ધ્યાન ગયુ નથી. ત્યારે…

ભારતીય જનતા પાર્ટીના નવા પાર્ટી કાર્યાલયનું કરાયું ઉદ્ધાટન

દુનિયાની સૌથી વધુ કાર્યકર્તા ધરાવતી સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નવા પાર્ટી કાર્યાલયનું આજે ઉદ્ધાટન થયું. દિલ્હીના 6 દિનદયાલ ઉપાધ્યાય માર્ગ ખાતે ભાજપનું નવુ કાર્યાલય બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ધાટન થશે. જે સમયે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ…

પીએનબીના કૌભાંડનો આંકડો 11,400 કરોડથી વધીને 17 હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડોની છેતરામણીનો આંકડો 11,400 કરોડથી વધીને 17 હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.અને આ શક્યતા આવકવેરા વિભાગે એક નિવેદનમાં વ્યક્ત કરી છે. બેન્ક સાથે છેતરપીંડીના કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ ચલાવી રહી છે. ઈડીએ નિરવ…

પીએનબી કૌભાંડમાં બેંક ગેરેન્ટી આપનાપ ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ કબૂલાત કરી

પીએનબી કૌભાંડમાં બેંક ગેરેન્ટી આપનાપ પીએનબીના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ કબૂલાત કરી છે કે લેટર ઓફ અન્ડરટેકીંગ આપવા બદલ તેમને લાંચ મળતી હતી. LOUની રકમને આધારે લાંચની ટકાવારી નક્કી હતી. સીબીઆઈની પૂછપરછમાં ગોકુલનાથ શેટ્ટીએ ખુલાસો કર્યો છે. ગોકુલનાથ શેટ્ટીએ…

ત્રિપુરામાં આજે વિધાનસભા ચૂંટણી, મતદારોમાં ભારે ઉત્સાહ

ત્રિપુરામાં આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ છે અને તેને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 60માંથી 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સત્તાધારી ડાબેરીઓ વચ્ચે ટક્કર છે. ડાબેરીઓ છેલ્લા 25 વર્ષથી રાજ્ય પર સત્તામાં છે….

જાણો પીએનબીના મહાકૌભાંડના આરોપી નીરવ મોદીના બિઝનેસનું સામ્રાજ્ય ક્યાં-ક્યાં દેશોમાં ફેલાયેલ

પંજાબ નેશનલ બેંકના અબજો રૂપિયાના મહાકૌભાંડના આરોપી નીરવ મોદીના બ્લડમાં ડાયમંડ બિઝનેસ છે. પોતાના વારસાગત બિઝનેસમાં જ તે આગળ વધ્યો. જો કે નીરવ મોદી હીરા વેપારીના બદવે હીરા મેકરના રૂપમાં પોતાની ઓળખ બનાવવા ઇચ્છતો હતો. ત્યારે આવો જાણીએ ક્યા કયા…

ચીન હવે વેનેઝુઆલા થકી ભારતને ચોતરફથી ઘેરવાની રણનીતિ

ડોકલામ અને અરૂણાચલ મુદ્દે ભારત સાથે વિવાદ કરી રહેલું ચીન હવે વેનેઝુઆલા થકી પણ ભારતને ભીંસમા લઇ રહ્યું છે. ચીન દેવાના ડુંગર હેઠળ દબાયેલા વેનેઝુએલાને લોન આપી તેમનું ઓશિયાળું બનાવી રહ્યું છે. જે ભારત માટે બહુ ચિંતાનો વિષય છે. કેમ…

નીરવ મોદીને RBIના ગવર્નર બનાવી દેવા જોઈએ: શિવસેના

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં કેન્દ્રની મોદી સરકાર પર તેમના પોતાના સાથીપક્ષો દ્વારા કટાક્ષો કરવાનું શરૂ કરાયું છે. સત્તાધારી ભાજપના સાથીપક્ષ શિવસેનાએ કેન્દ્રની મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ છે કે નીરવ મોદીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર બનાવી દેવા જોઈએ….

PNB મહાગોટાળા પર ભાજપે રાહુલ ગાંધી-સિંઘવીને લપેટ્યા

પંજાબ નેશનલ બેંકના 11 હજાર ચારસો કરોડ રૂપિયાના મહાગોટાળા પર રાજકીય સંગ્રામ ચાલુ છે. કોંગ્રેસના વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પરના શાબ્દિક પ્રહારોનો ભાજપ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને…

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુએ રજૂ થયેલા બજેટ પર જુઓ શું કહ્યું?

કેન્દ્રીય બજેટથી નારાજ તેલૂગુદેશમ પાર્ટી અને કેન્દ્રમાં સરકારનું નેતૃત્વ કરી રહેલા ભાજપ વચ્ચે ખેંચતાણ હજી ખતમ થતી દેખાઈ રહી નથી. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના તાજેતરના નિવેદનના અંદાજથી આવી આશંકા યથાવત રહે છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ છે કે…

ધર્મને રાજનીતિથી જોડો નહીં : વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ધર્મ અને રાજનીતિને એકબીજા સાથે જોડવા મામલે ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે ધર્મ વ્યક્તિગત બાબત અને પૂજાનો એક માર્ગ છે. વેંકૈયા નાયડુએ તિરુવનંતપુરમના શ્રીચિથિરા થિરુનાલ મેમોરિયલ લેક્ચરમાં સંબોધન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ છે કે રાજનીતિને…

સરકારનું બેટી બચાવો અભિયાન નિષ્ફળ? દેશના કેટલા રાજ્યોમાં સ્થિતિ કથળી?

બેટી બઢાવો- બેટી બચાવો અભિયાન છતાં દેશના 21 મોટા રાજ્યોમાં 17 રાજ્યોમાં લિંગાનુપાત એટલે કે સેક્સ રેશિયોમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં લિંગાનુપાતમાં 53 પોઈન્ટનો ધરખમ ઘટાડો નોંધાયો છે. નીતિ પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભ્રુણના લિંગ પરીક્ષણ કરાવીને ગર્ભપાતના…

તામિલનાડુમાં ભલે ભાજપનો જનાધાર ન હોય તેમ છતાં મોદીની આ સલાહથી બચી ગઈ AIADMK??

તામિલનાડુમાં ભાજપનો કોઈ જનાધાર ભલે ન હોય. પરંતુ વડાપ્રધાન મોદીની સલાહ પર જ રાજ્યમાં મોટો રાજકીય નિર્ણય થયો હતો. આ નિર્ણયને કારણે જ જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકે વિભાજીત થતા અટકી હતી. તામિલનાડુના નાયબ મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીની…

PNB મહાગોટાળા પર માહસંગ્રામ, કોંગ્રેસે મોદી-જેટલીને લીધા નિશાને

પંજાબ નેશનલ બેંકના 11 હજાર ચારસો કરોડ રૂપિયાના મહાગોટાળા પર રાજકીય સંગ્રામ ચાલુ છે. કોંગ્રેસના વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પરના શાબ્દિક પ્રહારોનો ભાજપ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી…

સરકારી ઓફિસર પર ભડકી મેનકા ગાંધી, કહ્યું -તું મેદસ્વી થઇ ગયો છે, તારી કોઇ ઇજ્જત નથી

લૉ પ્રોફાઈલ રહેવામાં માનતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી વિવાદમાં આવ્યા છે. પીલીભીતથી ભાજપના સાંસદ મેનકા ગાંધીએ એક સપ્લઈ ઈન્સ્પેક્ટરને ઠપકો આપતા ભાષાની મર્યાદા ચુક્યા હતા. મેનકા ગાંધીએ ઠપકો આપતા કહ્યું હતું કે તું મેદસ્વી થઈ ચુક્યો…

ભારત અને ઇરાને 9 મહત્વના કરાર પર કરી સમજૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની હાજરીમાં ભારત અને ઈરાન વચ્ચે મહત્વની નવ કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બન્ને દેશ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા, વ્યાપાર અને રોકાણ તથા ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા સમજૂતિ કરવામાં આવી છે. બન્ને…

PNB કૌભાંડ મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આ પૂછ્યો પ્રશ્ન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબ નેશનલ બેંકમાં નિરવ મોદી ગોટાળા પર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે ક્હ્યું છે કે આ ગોટાળો 22 હજાર કરોડ રૂપિયાનો છે. પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ આરોપ…

એસ.કે.નંદાના પુસ્તક એન્વાયરમેન્ટ એજ કેપ્સૂલ નું વિમોચન

રશિયન સેન્ટર ફોર સાયન્સ એન્ડ કલ્ચરમાં સેવા નિવૃત આઇએએસ એસ.કે.નંદાના પુસ્તક  એન્વાયરમેન્ટ એજ કેપ્સૂલનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન બન્યા હતા.સમારોહમાં દેશના જાણીતા રાજનીતિજ્ઞ, ભારત સરકારના વરિષ્ઠ ઓફિસર, ન્યાયાધીશ, પર્યાવરણ એક્સપર્ટ…

યુવતિ સામે અશ્લીલ હરકત કરનારની માહિતી મેળવવા પોલીસે જાહેર કર્યું ઇનામ

દિલ્હી પોલીસે ચાલતી બસમાં દિલ્હી યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની બાજુમાં બેસીને અશ્લિલ હરકત કરનારા વ્યક્તિની જાણકારી આપનારને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. દિલ્હી પોલીસે આના સંદર્ભે એક પોસ્ટર પણ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસે આ પોસ્ટરમાં જણાવ્યું છે…

PNB મેનેજમેન્ટને CVC નું સમન્સ : 19 ફેબ્રુઆરીએ હાજર થવા ફરમાન

દેશના સૌથી મોટા પીએનબી કૌભાંડ મામલે સીવીસી પણ સક્રિય થયું છે. સીવીસીએ પંજાબ નેશનલ બેંક મેનેજમેન્ટને સમન્સ આપ્યું છે. સીવીસી પીએનબી કૌભાંડ મામલે બેંક મેનેજમેન્ટની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએનબીના એમડી સુનીલ મહેતા 19 ફેબ્રુઆરીના રોજ સીવીસી સમક્ષ હાજર…