Archive

Category: News

પાકિસ્તાનની નાપાક હરકત બરકરાર, ફરી શશ્ત્રવિરામ ભંગ કર્યો

બેવડી ચાલબાજીમાં માહેર પાકિસ્તાને ફાયરિંગ રોકવાની આજીજી કર્યા બાદ સોમવારે નાપાક હરકતો ચાલુ રાખતા શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. અરનિયામાં ગણતરીની મિનિટોમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા 27 મોર્ટાર શેલ્સ છોડવામાં આવ્યા છે. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાન રેન્જર્સને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે….

‘કર-નાટક’ના અંત બાદ હવે જેડીએસ પ્રમુખ કુમારસ્વામીની રાહુલ-સોનિયા સાથે મુલાકાત

કર્ણાટકના રાજકીય ઘમાસાણ બાદ જેડીએસના પ્રદેશ પ્રમુખ કુમાર સ્વામી આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત પહેલા કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી  છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં કર્ણાટકમાં સરકારના વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી…

મધ્યપ્રદેશમાં વીજ મથકો ચાલુ થતા નર્મદા ડેમની પાણીની આવકમાં વધારો થયો

નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમોના વીજ મથકો ચાલુ થતા નર્મદા ડેમ પર પાણીની આવક 4 હજાર 125 ક્યુસેક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 3 સેન્ટિમીટરનો વધારો થયો છે. આજે જળસપાટી 104.97 મીટર નોંધાઈ હતી. ડેમમાં પાણીની…

કેરળના કાલીકટમાં નીપા વાયરસની અસરથી નવ લોકોના મોત

કેરળમાં નીપા વાયરસના કારણે નવ લોકોના મોત થયા છે. આ તમામ લોકોના મોત કાલીકટ જિલ્લામાં થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ તમામ લોકો ખતરનાક નીપા વાયરસના સંક્રમણમાં આવ્યા હતા. જેના કારણે તેઓ મોતને ભેટયા છે. કેરળમાં નીપા વાયરસ ફેલાયો…

ઉતરપ્રદેશમાં લઠ્ઠો 13ને ભરખી ગયો, 25 લોકોને થઇ અસર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત અને 25 લોકોને અસર થઈ છે. રવિવારે 6 લોકોના મોત થયા હતા. જે બાદ આજે મૃત્યુઆંક 13 પર પહોંચ્યો છે. આ તમામ લોકોએ સરકારી દારૂની દુકાનમાંથી દારૂ ખરીદ્યો અને પીધો હતો….

કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, લિંગાયતના નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદે કુમાર સ્વામીના શપથ ગ્રહણ પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોંગ્રેસે કર્ણાટકમાં લિંગાયત કાર્ડ ખેલીને લિંગાયત સમુદાયના લોકોને વધારે મહત્વ આપ્યું હતું. હવે લિંગાયત સમુદાયના સંગઠન અખિલ ભારત વીરશૈવ મહાસભાના નેતા તિપપ્પનાએ પત્ર લખી કોંગ્રેસના…

સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ લોયા કેસ મામલે મુંબઈ વકીલ અેસોસિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી

જસ્ટીસ લોયા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ વકીલ ઓસોશિયેશને રિવ્યુ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં જસ્ટિસ લોયો કેસ મામલે ફરી વિચાર કરવાની માગ કરાઈ છે. ગત્ત મહિને સુપ્રીમ કોર્ટે મુંબઈ વકીલ એસોશિયેશનની ફેર તપાસની અરજી ફગાવી હતી. આ અરજી…

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત : 10નાં મોત, 30 ઘાયલ

મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ઈન્દોરથી ઝાંસી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો….

કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન : કાચા તેલની વધતી કિંમતના કારણે સરકાર ચિંતિત

પેટ્રોલ અન ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારાના કારણે લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે ટૂંક સમયમાં જ હજુ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો 80 ડૉલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી જતાં આ સમસ્યા…

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 27મી પુણ્યતિથિ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 27મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધીએ વીરભૂમિ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કરીને તેમના આદર્શોને યાદ કર્યા હતા. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના…

પાકિસ્તાનના કરાચીમાં ઈસાઈ નેતાઓ લાપતા થતા પાકિસ્તાન સેનાનો ઉગ્ર વિરોધ

પાકિસ્તાનના કરાચીમાં ઈસાઈ નેતાઓ લાપતા થતા પાકિસ્તાન સેનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.  મોટી સંખ્યામાં લોકો સડક પર ઉતરી આવ્યા અને પાકિસ્તાન સેના વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કરાચી પ્રેસ ક્લબ બહાર મોટી સંખ્યામાં લોકો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. વિરોધ…

કર્ણાટકના રાજકીય ઘમાસાણ બાદ કુમાર સ્વામી આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

કર્ણાટકના રાજકીય ઘમાસાણ બાદ જેડીએસના પ્રદેશ પ્રમુખ કુમાર સ્વામી આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી બાદ તેઓ કોંગ્રેસના ચેરપર્સન સોનિય ગાંધી સાથે પણ મુલાકાત કરશે. દિલ્હી જતા પહેલા કુમાર સ્વામીએ જણાવ્યુ હતું કે, પાંચ વર્ષ…

પાકિસ્તાનનું બેવડુ વલણ, પહેલા બીએસએફ પાસે પાકે ફાયરિંગ બંધ કરવા માટે ભીખ માંગી, બાદમાં રાત્રે કર્યો દગો

જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનનું બેવડુ વલણ સામે આવ્યું છે. એક તરફ પાકિસ્તાન ફાયરિંગ બંધ કરવા માટે ભીખ માંગી રહ્યું છે તો બીજી તરફ મોડી રાત્રે પાકિસ્તાન ભારતીય સીમાને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાને મોડી રાત્રે અરણિયા સેક્ટરમાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જવા રવાના થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ બાદ પીએમ મોદી રશિયાના સોચી શહેરમાં પુતિન સાથે મહત્વની બેઠક કરશે. એવું પહેલીવાર બનવા જઈ રહ્યુ છે કે, બન્ને દેશના નેતાઓ કોઈપણ એજન્ડા વગર બેઠક કરશે….

આગામી સમયમાં ભારતીય સેના માનવરહિત યુદ્ધનાં સાધનો બનાવશે

આધુનિક સમયમાં તમામ વસ્તુઓ હાલમાં ડિજિટલ થઈ રહી છે. ત્યારે હવે સંરક્ષણ વિભાગ પણ તેનાં તરફ ખાસ ધ્યાન આપી રહ્યું છે. આગામી સમયમાં ભારતીય સેનાને મજબુત કરવા માટે સંરક્ષણ વિભાગ માનવરહિત સાધનો બનાવશે અને આવનારી પેઢી માટે આ યુદ્ધનાં સાધનો…

આગામી 24 કલાકમાં ઉ.ભારતના કેટલાંક રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી

હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપને કારણે બિહાર સહિત અન્ય પૂર્વના રાજ્યો તથા ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં આંધી તોફાન અને રાજસ્થાનમાં રેતી તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા અપાઈ છે. 23મેના રોજ ઉત્તર પ્રદેશમાં આંધી અને…

PNB ગોટાળો : નિરવ મોદીના પિતા સહિત 4 લોકોને ઈડીના સમન્સ

પીએનબી ગોટાળા મામલે ઈડીએ હીરા વ્યાપારી નીરવ મોદીના પિતા સહિત ૪ લોકોને સમન્સ પાઠવ્યા છે. નીરવ મોદીના પિતા દીપક મોદી સાથે આમાં તેના ભાઈ નિશલ, બહેન પૂર્વી મહેતા અને તેના પતિ મયંક મહેતાનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં રહેનારા મોદીના…

કુમારસ્વામી શપથ ગ્રહણ પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુલાકાત લેશે

કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે બુધવારે શપથ ગ્રહણ કરવા જઇ રહેલા એચ ડી કુમારસ્વામી સોમવારે નવી દિલ્હીમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. બુધવારે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ…

ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન કરી બેઠુ આજીજી

પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનની હરકતના બદલામાં બીએસએફએ સરહદ પાર કરીને પાકિસ્તાનના અનેક બંકર તબાહ કરી દીધા છે. પરિણામે ઘૂંટણિયે પડેલા પાકિસ્તાને ફાયરિંગ અટકાવવા ભારતને કાકલૂદી કરી…

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો 6 જવાન શહીદ એક જવાન ઘાયલ

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદી હુમલામાં 6 જવાન શહીદ અને અન્ય 1 જવાન ઘાયલ થયો છે. શહીદ થયેલા જવાનમાં આર્મ્ડ ફોર્સના ત્રણ અને ડિસ્ટ્રીક્ટ ફોર્સના બે જવાનોનો સમાવેશ થાય છે. નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી હુમલાની ઘટનાને અંજામ આપ્યો અને બેફામ ફાયરિંગ કર્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે રશિયાની મુલાકાતે જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે રશિયાની મુલાકાતે જવા રવાના થવાના છે. રશિયામાં પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. પીએમ મોદીની આ મુલાકાત ભારત માટે મહત્વની ગણવામાં આવી રહી છે.  પીએમ મોદીનું રશિયાના સોચી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત…

પાકિસ્તાન ત્રણ દિવસથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બીએસએફે પશ્વિમ બોર્ડર પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. બીએસએફે પાકિસ્તાનના અનેક બંકરને તબાહ કર્યા છે. બીએસએફે એક પછી એક બંકરનો ખાતમો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત ત્રણ દિવસથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય સીમાના રહેણાક વિસ્તારમાં મોર્ટારનો મોરો…

કર્ણાટકમાં સરકાર બનાવવા ચૂકેલી ભાજપનું હવે મિશન તેલંગાણા

કર્ણાટકમાં સરકાર બનાવવાનું સ્વપ્ન રોળાયા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે તેલંગાણા પર નજર કરી છે. તેલંગાણામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ચાણક્ય અમિત શાહે રણનીતિ ઘડવાની તૈયારી કરી છે. તેલંગાણામાં આવી રહેલી ચૂંટણી પહેલા દિલ્હીમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો…

56 ઇંચની છતી ભૂલી જાવ, 55 કલાક સુધી કર્ણાટકને સંભાળી ન શક્યા: પ્રકાશ રાજ

કર્ણાટકના રાજકીય ઘમાસાણમાં દક્ષિણ ભારતના અભિનેતા પ્રકાશ રાજ પણ કુદયા છે. હમેશા વિવાદિચ નિવેદનના કારણે ચર્ચામાં રહેતા પ્રકાશ રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટાક્ષ કર્યો છે. પ્રકાશ રાજે કહ્યુ કે, 56 ઈંચની છાતી ભૂલી જાવ, તમે કર્ણાટકને 55 કલાક સુધી પણ…

ઓડીશા-પશ્ચિમ બંગાળમાં તોફાનની આશંકા, UPના ફિરોઝાબાદમાં ત્રણના મોત

ઉત્તર પ્રદેશમાં આવેલા તોફાનમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મોડી રાત્રે આવેલા તોફાનના કારણે ફિરોજાબાદના રામગઢ વિસ્તારમાં મોટુ નુકસાન થયું છે. રામગઢમાં એક ઈમારત ધારાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ફિરોજાબાદમાં મૃત્યુઆંક 4 થયો છે. મૃતકમાં એક…

કર્ણાટક: કુમારસ્વામીના શપથ ગ્રહણ સુધી હોટલમાં કેદ રહેશે તમામ ધારાસભ્યો

કર્ણાટકમાં રાજકીય તોફાન શાંત થયા બાદ કોંગ્રેસ અને જેડીએસે પોતાના તમામ ધારાસભ્યોને ફરીવાર હોટેલમાં કેદ કર્યા છે. કુમાર સ્વામીના શપથ ગ્રહણ સુધી કોંગ્રેસ અને જેડીએસના તમામ ધારાસભ્યોને હોટલમાં રાખવામાં આવશે. કર્ણાટકમાં ભાજપે સરકાર રચવાનો દાવો કરતા કોંગ્રેસ અને જેડીએસે પોતાના…

પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર નિરવ મોદી લંડનમાં હોવાનો દાવો

પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર નિરવ મોદી લંડનમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નિરવ મોદી સિંગાપુરના પાસપોર્ટ પર લંડનમાં છે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તપાસ એજન્સીની ભલામણ બાદ વિદેશ મંત્રાલયે નિરવ મોદી અને મેહુલ…

ચીને અમેરિકા સાથે વેપાર સંબંધને વધુ મજબુત કરવા કવાયત હાથ ધરી

ચીને અમેરિકા સાથે વેપાર સંબંધને વધુ મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ચીને અમેરિકા સાથે વ્યાપાર નુકસાન ઓછુ કરવા માટે 200 અરબ ડોલરનો સામાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં બન્ને દેશની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં…

યેદિયુરપ્પાનું રાજીનામું, મનમાની અને હિટલરશાહીના અંતની શરૂઆત: સંજય રાઉત

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદેથી યેદિયુરપ્પાએ રાજીનામું આપતા શિવસેનાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, આ મનમાની અને હિટલરશાહીના અંતની શરૂઆત થઈ છે.  કર્ણાટકમાં જે કાઈ થયુ એ લોકતંત્રના વિરોધમાં થયું છે. કર્ણાટકમાં વિકૃત…

કાશ્મીરમાં પીએમ મોદીના હસ્તે કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કાશ્મીરમાં 330 મેગાવોટ ક્ષમતાવાળી કિશનગંગા વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ કિશ્તવાર જિલ્લામાં એક હજાર મેગાવોટની પાકલ દુલ વિદ્યુત પરિયોજનાનો શિલાન્યાશ કર્યો. બંને યોજનાઓ કેન્દ્ર સરકારની પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ એક રણનીતિ તરીકે જોવાઈ રહી છે….