Archive

Category: Surat

સુરતના વેપારીની ત્રણ કરોડથી વધુની રકમની ઠગાઈ કરનારને સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

સુરતના કલરના વેપારી ભાવેશ પટેલને દિલ્લી મેટ્રો રેલ પ્રોજેકટમાં રોકાણ કરાવવાના બહાને ત્રણ કરોડથી વધુની રકમ પડાવી લેનાર નિકુંજ નામના યુપીના શખ્સની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી નિકુંજે ફરિયાદીને એલઆઇસીના અધિકારી તરીકેની ઓળખ આપી…

સુરતની હીરા કંપનીના બે કર્મચારીઓ હોંગકોંગમાં લૂંટાયા, જુઓ સીસીટીવી

ફકત આપણે ત્યાં જ ચીલઝડપની ઘટના બને છે તેવું નથી. હોંગકોંગ જેવા દેશમાં પણ આવી ઘટના બનતી હોય છે. અને ક્યારેક આવી ઘટનામાં આપણા ભારતીયો પણ ભોગ બનતા હોય છે. આવી જ ઘટના હોંગકોંગના કોવુન સિટીમાં બની છે. જ્યાં સુરતની…

આ મુદ્દે રોષે ભરાયેલા સુરતવાસીએ પાકિસ્તાનના PMનું પૂતળા દહન કરી નાખ્યું

પાકિસ્તાન સૈન્ય અને પાકિસ્તાન પોષિત આતંકીઓ ભારતીય સુરક્ષા જવાનોની ક્રૂર હત્યા કરી રહ્યાં છે. ત્યારે દેશવાસીઓમાં પાકિસ્તાન સામે ભારે રોષ ફેલાયો છે. સુરતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પુણાગામ વિસ્તારમાં સીતાનગર બ્રિજની નીચે કોંગ્રેસના કાર્યકરો સહિત સ્થાનિકોએ…

યુવક દ્વારા ગણેશ પ્રતિમા ખંડિત કરાતા લોકોમાં રોષ, 600 લોકોનું ટોળુ પહોંચ્યુ પોલીસ સ્ટેશન

સુરતના સલાબતપુરા વિસ્તારમાં શુક્રવારે ગણેશની પ્રતિમા ખંડિત થવા મામલે ફરી મામલો ગરમાયો છે. વિધર્મી યુવક દ્વારા પ્રતિમાને ખંડિત કરાઈ હતી. ખંડિત પ્રતિમાને લઈ ગણેશ ભક્તોમાં રોષ વ્યાપો છે. જેથી આજે પણ ટોળુ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. આશરે 600 જેટલા…

સુરતવાસીઓ માટે માઠા સમાચાર, રોજબરોજ પેટ્રોલની કિંમતમાં થઈ રહ્યો છે વધારો

દેશની સાથે સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિદિવસ આસમાને પહોંચી રહ્યા છે. સુરતમાં આજ રોજ પેટ્રોલના ભાવમાં નવથી દસ પૈસાનો વધારો થયો છે તો ડીઝલના ભાવમાં આજે નહીંવત વધારો રહ્યો હતો. ગત રોજ પેટ્રોલનો ભાવ 81.43 પૈસા હતો. જે વધીને 81.54 પૈસા…

સુરતના કામરેજમાં પ્લોટ માટે ઝઘડો, આવો ઝઘડો તમે ક્યારેય નહીં જોયો હોય

સુરતના કામરેજ તાલુકાના કઠોરમાં જાહેરમાં તલવારો ઉછાળી છે. મેપલ વિલા પાસે બે પક્ષો જમીનના પ્લોટના વિવાદને લઈને સામ સામે આવી ગયા. જાહેર રસ્તા પર એકબીજા સાથે દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. સામ સામે તલવારો ઉછળતા સ્થાનીકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.

સુરતઃ કાગળની ગડ્ડીથી કરતા હતા ચીટિંગ, ગ્રાહકોને ભોળવી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા કાગળની ગડ્ડી વડે ચીટિંગ કરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી. એક ટોળકી સુરત જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતની બેંકોમાં ગ્રાહકોને વાતોમાં ભોળવી પૈસાના બદલામાં ગડ્ડી પકડાવી ઠગાઈ કરતી હતી. પોલીસે મળેલ બાતમીને આધારે કિમ પલસાણા ભરૂચ તેમજ…

હોંગકોંગમાં બેન્કમાં રોકડ ભરવા જઈ રહેલા સુરતની હીરા પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા

હોંગકોંગમાં બેન્કમાં રોકડ ભરવા જઈ રહેલા સુરતની હીરા પેઢીના બે કર્મચારીઓ લૂંટાયા છે. હોંગકોંગમાં સુરતની હીરા પેઢીના 7.40 લાખ ડોલર એટલે કે અંદાજે 5.67 કરોડ રૂપિયા લૂંટાયા છે. ચાર શખ્સોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. સુરતની હીરાપેઢીની ઓફિસ હોંગકોંગમાં…

નવસારી શહેરના ડ્રેનેજના દૂષિત પાણી માટે બનાવાશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

નવસારી શહેરની ડ્રેનેજનું દૂષિત પાણી વર્ષોથી સીધે સીધુ શહેરની જીવાદોરી સમાન પૂર્ણા નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે પર્યાવરણવિદો દ્વારા નદીને પ્રદુષિત થતી અટકાવવાની માંગ સમયાંતરે થતી રહી છે. પરંતુ જમીનના વાંકે અટકી પડેલા સુએઝ ટ્રીટમેંટ પ્લાન્ટ માટે હાલમાં જ…

વાહ રે સરકાર! ધારાસભ્ય બાદ કોર્પોરેટરના પગારમાં પણ વધારો

ધારાસભ્યોનો પગાર વધે તો કોર્પોરેટર કેમ બાકી રહે. ધારાસભ્યના પગાર વધારાનો વાયરસ હવે કોર્પોરેટર્સને પણ લાગ્યો છે.અને સુરત કોર્પોરેટર્સે પોતાના પગારમાં 3 ગણો વધારો કરી લીધો છે. દલા તરવાડીની વાડી હોય તેમ સુરત કોર્પોરેશનમાં પક્ષના હોય કે વિપક્ષના હોય કોર્પોરેટર્સે…

બ્રાન્ડેડ કપડાં ખરીદતાં લોકો જોઈ લે આ વીડિયો, નહીંતર પસ્તાશો

જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે સાવધાન થવાની જરૂર છે. કારણે આજકાલ માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીનાં લોગોનો દુર ઉપયોગ કરી ડુપ્લીકેટ માલ બનાવીને વેચવામાં આવી રહ્યો છે. સુરતની વરાછા પોલીસે આજ પ્રકારની ફરિયાદના આધારે બ્રાન્ડેડ કંપનીના લેડીઝ લેગીન્સનું ડુપ્લીકેશન…

શું તમારા ઘરે તો ઘરકામના બહાને ચોરી કરવા નહોતી આવતી આ મહિલાઓ? પોલીસને મળી છે મોટી સફળતા

સુરતમાં ઘરકામના બહાને ચોરી કરતી મહિલા ગેંગનો આતંક વધ્યો હતો. જે ગેંગને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ પોલીસે બાતમીના આધારે ઘરકામ બહાને ચોરી કરતી ટીના અને ભારતી નામની બે મહિલાને ઝડપી પાડી છે. જેમની પૂછપરછમાં…

સ્મૃતિ ઇરાની સુરત પહોંચતા કોંગ્રેસે કર્યો વિરોધ, કાળો રૂમાલ બતાવી દેખાવો કરાયા

સુરતમાં સોર્સ ઈન્ડિયાના ઉદ્ધાટનમાં હાજર આપવા આવેલા કેન્દ્રીય કપડા પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. કોંગ્રેસના નેતા અને ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળા, વિજય મંગુકિયા સહિત કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિ ઈરાનનો વિરોધ કર્યો. સ્મૃતિ ઈરાનીને કાળો રૂમાલ બતાવીને દેખાવ કર્યા. વિવર્સ…

સુરત : સુમુલે દૂધના ભાવમાં કર્યો મોટો ઘટાડો, અા છે હવે નવા ભાવ

ગુજરાતમાં દૂધ સેક્ટરમાં તેજી વચ્ચે પશુપાલકોનો મરો થતો જાય છે. દૂધની પ્રોડક્ટસના ભાવમાં સતત વધારા વચ્ચે દૂધ સંધો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જેનો લાભ પશુપાલકો સુધી પહોંચતો નથી. દૂધ સંધોમાં હવે રાજકારણીઅોની અેન્ટ્રીથી પશુપાલકોને હવે નહિવત લાભ મળવા…

ધારાસભ્યો બાદ રૂપાણી સરકારની નગર સેવકોને પગારની લ્હાણી, કર્યો 3 ગણો વધારો

ધારાસભ્યો બાદ હવે મહાનગરપાલિકાના કોર્પોરેટરોને બખ્ખા થયા છે. જેની શરૂઆત સુરત મહાનગરપાલિકાએ કરી છે. સુરત મહાનગરપાલિકા કોર્પોરેટરના માનદ વેતનમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોર્પોરેટરને 5 હજાર પગાર મળતો હતો જે વધારીને 15 હજાર કરવામાં આવ્યો છે….

સુરતમાં બાળકીના અપહરણ અને રેપ બાદ આરોપી ન ઝડપાતા કોંગ્રેસ પહોંચી પોલીસસ્ટેશન પર

સુરતના ઉધનામાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મના પ્રયાસ મામલે હજુ આરોપી ન ઝડપાતા લોકોમાં રોષ છે. અને આજે કોંગ્રેસે આ મુદ્દે પોલીસ સ્ટેશને આવેદનપત્ર પાઠવી આરોપીને  તુરંત ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી છે. ઉધનાના સંજયનગર ખાતે પાંચ દિવસ અગાઉ ત્રણ વર્ષની…

સુરતમાં ગણેશોત્સવ અને મોહર્રમના પર્વ પર અસામાજીક તત્વોને ડામવા તંત્ર સક્રિય

સુરત સહિત દેશભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તો બીજી તરફ આવતીકાલે મોહર્રમનું પર્વ છે. ત્યારે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. અસામાજિક તત્વોની ગતિવિધિ ડામવામાં પણ રેપીડ એક્શન ફોર્સ શહેરના વિવિધ વિસ્તારમાં ખડે પગે તૈનાત રહેશે….

કતારગામની આ ઘટનાથી પતિ-પત્નીના સંબંધો થયા શર્મશાર, પોલીસ પણ ચોંકી

સુરતના કતારગામમાં અશોક પાનુસરિયાની હત્યા કરનાર પત્ની શિલ્પા આખરે સુરત કતારગામ પોલીસના સકંજામાં આવી ગઈ છે. કતારગામમાં મંગળવારે મોડી રાત્રે ઘર કંકાસના મુદ્દે બેરોજગાર પતિ સાથે થયેલા વિવાદ અને મારા-મારી બાદ પત્નીએ ઉંઘમાં પોઢી ગયેલા પતિનું ગળું દબાવી અને ત્યારબાદ…

સુરતના નવા કોંગ્રેસ પ્રમુખે કાર્યકરો માટે જાહેર કર્યો નવો પ્રોટોકોલ

સુરતમાં નવા કોંગ્રેસ પ્રમુખે પાર્ટી કાર્યકરો માટે નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે. જેમાં કાર્યકરો અને કોર્પોરેટર અનુશાસનમાં રહે તેવુ સુચન કરાયું છે. સુરતના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ પ્રોટોકેલમાં કાર્યકરો અને કોર્પોરેટરોને આદેશ આપતા શહેરી મુદ્દાઓ પર જ અગ્રેસર રહે તેવી…

રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાત કરીએ સુરત જિલ્લાની તો વાવણી સમયે જ ખાતરોના ભાવમાં વધારો ઝીકાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે અગત્યના ગણાતા રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ ભાવ વધારો…

જાણીને આશ્ચર્ય થશે કે ગણેશજીના આ પંડાલમાં રોજ 20 હજાર શ્રીફળ ધરાવાય છે

સુરતનાં એક ગણેશ પંડાલમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચઢાવ્યા છે. પંડાલમાં ભક્તો દ્વારા રોજના લગભગ 15થી 20 હજાર જેટલા શ્રીફળ અર્પણ કરી માનતા રાખવામાં આવે છે. અહીંયા સ્થાપિત ગણપતિજી માટે લોકોની એવી ભાવના છે કે અહીં નાળિયેર ચડાવવાથી બાપા ઇચ્છા…

સુરતમાં ફાયર બ્રિગેડના જવાનનો આપઘાત, ગઈકાલે જ હતો જન્મદિવસ

સુરતમાં ટ્રેનિંગ લઈ રહેલા 20 વર્ષના ફાયર બ્રિગેડના જવાનનોએ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર યુવાન ભરત કોળિયારનો ગઈકાલે જન્મ દિવસ હતો તેમજ મોડીરાતે તેણે ભેસ્તાન ફાયર સ્ટેશનમાં મોબાઈલ મુકી દીધો હતો. તેમજ ડિંડોલી ઓવર બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઈન…

સુરત કોર્પોરેશનના વિરોધમાં લારી-ગલ્લા, ફેરિયાઓએ કાઢી રેલી

સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કનડગત અને દબાણ હટાવવાની કામગીરી સામે લારી-ગલ્લા વાળાઓ સહિત ફેરિયાઓએ વિશાલ રેલી કાઢી છે. સુરતના ચોક બજાર વિસ્તારથી નીકળેલી રેલીમાં હજારોની સંખ્યામાં ફેરિયા, લારીવાળાઓ જોડાયા છે. દબાણ હટાવવા પહેલા સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વૈક્લિપ…

જાણો કેવી રીતે સુરતના લીંબાયતમાં ચાઈનિઝ બનાવતા સમયે દાઝ્યા ત્રણ લોકો

સુરતના લીંબાયતના રતન ચોકમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા ત્રણ લોકો દાઝ્યા છે. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નવાગામની 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાઈનીઝ ફૂડના કારીગર સવારે ચાઈનીઝ મન્ચુરિયન બનાવતા હતા તે સમયે ભડકો થયો હતો.

સુરત ભાજપમાં કોલ્ડવોર, CM અને PMના નામે અેકબીજાને દબાવવાના પ્રયાસો

સુરત ભાજપ પર વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા વખતે ભાજપના નેતાઓની હવે સપાટી પર આવી ગઈ છે. ભાજપમાં ચાલતી હોવાનું ઉદાહરણ બેઠકમાં જોવા મળ્યો હતો. શહેર ભાજપે પાવર વાપરીને એને જ કમિટી અધ્યક્ષ પાસે દરખાસ્ત કરાવ્યા બાદ હવે સામેનો જૂથ આ…

તાપીમાં ગણેશ વિસર્જન કરનારા આયોજકો સામે નોંધાશે પોલીસ ફરિયાદ

તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાના મામલે જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલનો પડઘો પડ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તાપી નદીમાં ગણેશ વિસર્જન કરનારા આયોજકો અને નાવડી ચાલક સામે કલમ 181 હેઠળ ગુનો દાખલ કરવામાં…

તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા મુકાયેલ પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

સુરતની તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં આજ રોજ તાપી નદીના લંકા વિજય હનુમાન ઓવારા પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો. તાપી નદીમાં પ્રતિમાનું વિસર્જન…

સુરતઃ 3 વર્ષીય બાળકીનું અપહરણ અને 2 કલાક બાદ મળી આ હાલતમાં

સુરતના ઉધના વિસ્તારમાં એક 3 વર્ષીય બાળકીના અપહરણની ઘટના બની છે. ભરબપોરે પિતાની નજર ચૂકતા જ અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવીને ફરાર થઇ ગયો છે. બે કલાકની શોધખોળ બાદ બાળકી લિંબાયત ગોવિંદ નગર પાસેના રેલવે ટ્રેક ની બાજુમાંથી મળી આવી હતી….

તાપીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન મામલે GSTVના પ્રસારિત અહેવાલનો પડઘો પડ્યો

તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાના મામલે જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલનો પડઘો પડ્યો છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ તપાસના આદેશ આપ્યા છે. જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ કતારગામ પોલીસ મથકના પીઆઈએ અહેવાલને ખોટો ગણાવ્યો હતો. સ્થાનિક લોકોએ જાતે…

સુરતના સચિન પલસાણા રોડ પર મળ્યા ઝેરીયુક્ત કેમિકલના બેરલ

સુરતના સચિન પલસાણા રોડ પર અણમોલ નગર ખાતેના અવાવરું જગ્યાએથી શંકાસ્પદ હાલતમાં ઝેરયુક્ત કેમિકલ ભરેલા 11 બેરલ મળી આવ્યા હતા. પશુપાલકો પોતાના ઢોર ચરાવવા આવ્યા હતા. તે દરમિયાન કેમિકલના બેરલમાંથી ધુમાડો નીકળતા પશુપાલકો ચોંકી ઉઠયા હતા. સચિન પોલીસ સહિત જીપીસીબીની…