Archive

Category: Rajkot

રાજકોટ : આરોગ્ય વિભાગ દ્વારા કેરીના વેપારીઓ પર દરોડાનો દોર યથાવત

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીના વેપારીઓ ઉપર દરોડાનો દોર યથાવત છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સ્વામીનારાયણ કોમ્પ્લેક્સ પરા બજાર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અંદાજે બે હજાર કિલો કેરી અને ત્રણ હજાર જેટલી કેમીકલની પડીકી જપ્ત કરવામાં…

સમાચાર એક ક્લિકે: જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગીર-સોમનાથ ગીર ગઢડાના નાળિયેરી મૉલી ખાતે જમીન બાબતે થયેલી જૂથ અથડામણમાં વાડી પર કામ કરતા પિતા-પુત્ર ઉપર હુમલો થયો હતો. 15 શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પિતા ઘવાતા સારવાર માટે ઉનાની નટરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જૂથ…

પતિના ત્રાસથી ગાંધીગીરી પર ઉતરેલ પત્નીને મળશે ન્યાય

રાજકોટ પતિ સામે ગાંધીગીરી કરતી પત્ની માધવીને ન્યાય મળે તેવી આશા બંધાઈ છે. તેના પતિ અને સાસુ સામે કલમ 498 ક અને  114 મુજબ ફરિયાદ નોંધાઈ છે. હેલ્પલાઈન 181 દ્વારા માધવીનું કાઉસિલિંગ કરવામાં આવ્યું. બાદમાં તેને મહિલા પોલીસ મથકે લઈ…

શાપરમાં યુવકને માર મારી હત્યા કરવાની ઘટના, પરિવારજનોનો લાશ સ્વીકારવાને ઇન્કાર

રાજકોટમાં શાપર ખાતે આવેલ રાદડિયા ઇન્ડસ્ટ્રીમાં યુવકને માર મારી હત્યા કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મૃતકના પરિવારજનોને ન્યાન ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે કલેકટરે સમજાવતા સમાજના આગેવાનો તેમજ પરિવારની માંગ સંતોષાતા મૃતદેહ સ્વીકારાયો. અલગ…

રાજકોટ : વસવાણી રોડ પર એક દુકાનમાં ભીષણ આગ લાગી

રાજકોટ શહેરના સાધુ વસવાણી રોડ પર એક દુકાનમાં ભીષણ આગ લાગી. મોબાઈલની એક દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. જેમાં મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો. જો કે ફાયરફાઈટરે તાત્કાલીક પહોંચીને આગ ઓલવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ…

રાજકોટ: શાપર વેરાવળમાં કારખાનેદારના ‘તાલિબાની’ મારથી યુવકનું મોત

રાજકોટનું શાપર વેરાવળ જાણે શાપર વેરાવળ મટીને તાલિબાન બની ગયું. કારણકે અહીં એક યુવકની બેરહેમીથી માર મારી મારીને હત્યા કરી દેવાઇ. વાત માત્ર એટલી જ હતી કે મૃતક યુવક કચરો વીણી રહ્યો હતો અને બસ કચરો વીણવાની બાબતને ચોરીમાં ખપાવી…

રાજકોટ: પતિ સામે પત્નીની ગાંધીગીરી Video

રાજકોટમાં પણ એક ઘરઘરની કહાની આખુંયે ગામ સાંભળે અને જુએ એવી રીતે સામે આવી. એક પરિણીતાએ આવા ધોમધખતા ઉનાળામાં સતત 3 દિવસ સુધી મંદિરની બહાર ભૂખ્યા તરસ્યા ધામા નાખ્યા. માધ્વી તેના સાસરીયાના ઘરની નજીક આવેલા મંદિરની બહાર બેઠી છે. માધ્વીની…

રાજકોટ: વિજય રૂપાણીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર કોળી સેનાના કાર્યકરોની અટકાયત

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર કોળી સેનાના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. રાજુલા અને સાણંદ સહિતના ગામોમાં સ્થાનિકોની જમીન ખાનગી કમ્પનીઓને આપવા, પાણી મુદ્દે અન્યાય કરવા સહિતના મુદ્દે કોળી ક્રાંતિ સેના દ્વારા સીએમના ઘરનો ઘેરાવનું એલાન…

સમાચાર એક ક્લિકે: જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ બાવળીયારી નજીક ટ્રકનો અકસ્માત સર્જનાર ટ્રક ચાલક રાજુલા નજીકથી ઝડપાયો છે. બાવળીયારી નજીક ટ્રકનો અકસ્માત સર્જીને ડ્રાઇવર માધાભાઇ ડાયાભાઇ રાતીકા ફરાર થઇ ગયો હતો. જેની શોધખોળ ધોલેરા પોલીસ કરી રહી હતી. જેને રાજુલા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો છે. નોંધનીય…

રાજકોટના જસદણ-વીંછીયા રોડ પર ટ્રક ભડભડ સળગ્યું, જુઓ VIDEO

તો રાજકોટના જસદણ-વીંછીયા રોડ પર સળગતું ટ્રક નીકળ્યું હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ  ટ્રક રસ્તા પર નીકળ્યુ ત્યારે અગન જ્વાળાઓમાં લપેટાઇ ગયું હતુ. જો કે ટ્રક ચાલકને આટલી ભયંકર આગની જાણ ન હોય તેવું બની શકે નહી. તેમ છતાં…

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસનો સંવેદનહીન ચહેરો સામે આવ્યો

રાજકોટમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય પરિવારની બાળકી પર શુક્રવારે બપોરના સમયમાં દુષ્કર્મ ગુજારાયુ હતુ. જો કે આ દુષ્કર્મની ઘટનામાં રાજકોટ પોલીસનો સંવેદનહીન ચહેરો સામે આવ્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીય પરિવારે છ વાગ્યાથી મહિલા…

કોચિંગ ક્લાસીસમાં ભણવાનું મોંઘુ થશે, સરકારનું ઘર ભરાશે અને વાલીઅોના ખિસ્સાં ખંખેરાશે

કોચિંગ ક્લાસીસમાં ભણવાનુ પણ મોંઘુ થઈ જશે કારણકે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે સ્પષ્ટ કર્યુ છે કે પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયારી કરાવનારા કોચિંગ સેન્ટરે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની મહારાષ્ટ્ર બેન્ચ સમક્ષ આ મામલામાં એક અરજી…

આજે દેશભરમાં કર્ણાટકના મુદ્દા પર કોંગ્રેસના ધરણા કાર્યક્રમ, લોકતંત્ર બચાવો દિવસની ઉજવણી કરશે  

કર્ણાટકમાં જે રીતે ભાજપ સત્તા પર સવાર થઈ છે. તેને લઈને કોંગ્રેસ રાજ્યપાલ અને ભાજપ પર સવાલ ઉઠાવી રહી છે અને હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ જનતા વચ્ચે પહોંચી છે. આજે દેશભરમાં કર્ણાટકના મુદ્દા પર કોંગ્રેસે ધરણા કાર્યક્રમ આપ્યો છે….

રાજકોટ: વરસાદી પાણીને લઇને મહાપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ

ચોમાસાના આગમન માટે હવે એક મહિનો જ બચ્યો છે ત્યારે રાજકોટમાં વરસાદી પાણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ છે. અંડર બ્રિજ અને ગરનાળાઓમાં પાણી ભરવાની સમસ્યાથી છુટકારો મેળવવા મહાપાલિકાએ નવતર આયોજન કર્યું છે. રાજકોટમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદ…

રાજકોટ : ગોંડલ રોડની બોમ્બે હોટેલમાં થયેલી લૂંટનો ભેદ ખૂલ્યો

રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી બોમ્બે હોટેલ પાસે ધોળા દિવસે ૬.૨૪ લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. જે મામલે પોલીસે ૨.૫૦ લાખ રૂપિયા રોકડા સાથે આરોપીની ધરપકડ કરી હતી. સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ગાતા તારીખ ૧૫…

જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં મગફળી વાવવવાનો મુદ્દો ગુંજ્યો

રાજકોટ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર અને ગૌચરની જમીનમાં ગેરકાયદે મગફળી વાવવાનો મુદો ગુંજ્યો હતો. જેતપુર નજીકના માંડલિકપૂરમાં ૧૦૦ વીઘાથી વધુની ગૌચરની જમીન પર મગફળી વાવવાનું કોભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સ્થાનિક સદસ્યે ગૌચરની જમીનમાં મગફળી વાવીને ૧૨…

ગ્લેન્ડરના રોગનો હાહાકાર વધુ ચાર અશ્વના મોત

રાજકોટમાં ગ્લેન્ડર રોગે હાહાકાર મચાવ્યો છે. ગ્લેન્ડરન રોગના પગલે વધુ ચાર અશ્વોને મોત આપવામાં આવ્યુ હતું. ભગવતી પરા વિસ્તારમાં વધુ ત્રણ અશ્વ અને મોચી બજારમાં એક અશ્વને ઇન્જેક્શન આપીને મૃત્યુ આપવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં પાંચ અશ્વને ઇન્જેક્શન આપી મૃત્યુ…

પાણીની સમસ્યાનો મહિલાઓ એ લાવ્યો ઉકેલ : પાવડાના ઘા મારી લોખંડની પાઇપ લાઇન તોડી નાખી

જેતપુરમાં પાણીની ગંભીર સમસ્યાથી પીડાતી મહિલાઓએ ત્રિકમ પાવડાના એક પછી એક ઘા મારીને પાકા ડામર રોડનો ખોદી નાંખ્યો હતો. અને ત્યારબાદ ગુસ્સે ભરાયેલી મહિલાઓએ લોખંડની પાણીની પાઇપ લાઇન પર પુરી તાકાતથી પાવડાના ઘા મારીને તોડી નાખી હતી. અને બાદમાં પાણીનો…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગુજરાત ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું સક્રિય થયું છે. સાગર વાવાઝોડું સક્રીય થતા નવલખી બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો સમય ચાલુ છે. રાજ્યમાં  આજે…

રાજકોટ: વૃદ્ધ મહિલાની હત્યાનું સસ્પેન્સ અકબંધ, 7 આરોપીઓની ધરપકડ

રાજકોટમાં વૃદ્ધ મહિલાના કરોડોના મકાનને પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજ બનાવવા અંગે ૧૦ આરોપીઓના નામ સામે આવ્યા છે. આ મામલે પોલીસે ૧૦ આરોપીઓ પૈકી ૭ની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ સમગ્ર મામલે હજુ પણ…

રાજકોટ: ગોંડલમાં ન્યાયની દેવીની પ્રતિમા ખંડિત કરાતાં વકીલોમાં રોષ

રાજકોટના ગોંડલમાં નવી કોર્ટ પાસે ન્યાયની દેવીની પ્રતિમા ખંડિત કરાતા વકીલોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ નગર પાલિકા દ્વારા થોડા સમયે અગાઉ નવી કોર્ટ શરૂ કરવામાં આવી. જોકે અજાણ્યા શખ્સોએ ન્યાયની દેવીને પ્રતિમા ખંડિત કરી હતી. જેથી વકીલોમાં રોષ જોવા…

રાજકોટ: 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર ત્રિપુટીને સુરતથી ઝડપી પાડવામાં આવી

રાજકોટમાં એક હોટલમાંથી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે.અને પોલીસે સુરતથી ચોર ટોળકી ઝડપી પાડી છે.જામનગર રોડ પરની ગ્રીલીફ હોટલ અને વોટરપાર્ક રિસોર્ટમાં કેશ લોકરમાંથી 45 લાખ રૂપિયાની રોકડ ગાયબ  થઈ હતી.આ ચોરી ત્રણ નેપાલી કર્મચારીઓએ કરી હોવાનુ સામે આવ્યુ…

હવે તો હદ થઈ ભેળસેળની, ચાની ભૂકી પણ બનાવાય છે સિન્થેટીક કલર અને લાકડાના ભૂસા દ્વારા

કદાચ આ કહેવું વધારે પડતું નહીં લાગે કે ભેળસેળીયા વેપારીઓમાં કદાચ રાજકોટના વેપારીઓને કોઇ ન પહોંચે. વારંવાર ખાદ્ય ચીજોમાં ભેળસેળ પકડાતી આવી છે. ત્યારે હવે જેની મદદથી સવારની શરૂઆત થાય છે તેવી ચામાં ભેળસેળ પકડાઇ છે. સવાર સવારમાં ચા ન…

ચા માં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં દરોડા, 1050 કિલો નકલી ચાનો જથ્થો જપ્ત

રાજકોટમાં ચામાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામા આવ્યા હતા. દરોડા દરમિયાન પર બજાર ખાતે વેપારીઓ કેમિકલવાળી કલર મિશ્રિત ચા વેચતા હોવાનું સામે આવ્યું હતુ. રાજકોટમાં કાઠીયાવાડી પરંપરામાં જેને કસુંબો કહેવામાં આવે છે. તે ચાની ભૂકીમાં ભૂસા અને કેમિકલ કલરની…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

જુનાગઢ જુનાગઢના વંથલી તાબાના ધંધુસરની ઉબેણ નદીના પટમાં રેતી ચોરી કરતા ૫ ટ્રેકટર અને ૧ ડોઝર પકડાયા હતા. કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે ટ્રેકટર અને ડોઝરના ડ્રાઇવરો ફરાર થઇ ગયા હતા. માંગરોળ તાલુકાના સાંઢા ગામે…

વીરપુરમાં છઠ્ઠા શાહી સમૂહલગ્ન યોજવામાં આવ્યા : હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

વીરપુરમાં છઠ્ઠા શાહી સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં 24 ગરીબ પરીવારની દીકરીઓના શાહી રીતે લગ્ન કરવામાં આવ્યા હતા. જાનૈયા માટે સૌરાષ્ટ્રની પ્રખ્યાત ઠંડી ગરમ ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કરિયાવરમાં શ્રીમંતો દીકરીઓને લગ્નમાં કરિયાવર આપે તેવો જ કરિયાવર દીકરીઓને આપવામા…

કેરીના શોખીનો ચેતજો, બજારમાં આવી ગઇ છે બનાવટી કેરી

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીની સીઝન શરુ થઇ છે,પરંતુ કેરી વેંચનારા વેપારીઓ કેરીને બનાવી રહ્યા છે ઝેરી, જી હા, વધુ નફો મેળવવા માટે વેપારીઓ કેરીને ખતરનાક કેમિકલ દ્વારા ઝેરી બનાવી રહ્યા છે. કાર્બાઇડથી કેરી પકવાતી હોય. તેવી વાત તો આપે…

રાજકોટ: શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાનું કારણ સીઆઈડી ક્રાઈમે શોધ્યું

રાજકોટના શાપરમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાનું કારણ સીઆઈડી ક્રાઈમે શોધી કાઢ્યુ છે. શાપરમાં પણ ગોંડલની જેમ જ વેલ્ડિંગના તણખાના કારણે આગ લાગી હોવાનું સીઆઈડી ક્રાઈમમાં સામે આવ્યુ છે અને હવે ફેબ્રિકેશન કરનારા વ્યક્તિ અને ગોડાઉનના જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

વડોદરા વાઘોડિયામાં પારુલ સેવા શ્રમ હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવેલા ભોજનની રોટલીમાં સ્ટેપલર પીન નીકળતા હોબાળો મચ્યો હતો. દર્દી અહી એપેન્ડિક્સની સારવાર માટે દાખલ થયો હતો. જ્યાં કેન્ટીનમાંથી અપાયેલા ભોજનમાં રોટલીમાં સ્ટેપલર પીન નીકળી હતી. વાઘોડિયા પોલીસ સ્ટેશને આ અંગે દર્દીએ…

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત : સુરેન્દ્રનગરમાં મહત્તમ 43.3 ડિગ્રી

રાજ્યમાં કાળઝાળ ગરમીનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. આ વખતે સુરેન્દ્રનગર જ સૌથી વધુ ગરમ શહેર બની રહેવાની હારમાળમાં સૌથી અવ્વલ જ આવી રહ્યુ છે. રવિવારે પણ સુરેન્દ્રનગર જ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર બની રહ્યુ. સુરેન્દ્રનગરમાં આજે…