Archive

Category: Panchmahal

કાલોલમાં PM મોદીએ કહ્યું, ચૂંટણી જીતવા કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવે છે

પંચમહાલના કાલોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા. તેમણે આક્ષેપ કર્યો કે, ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવે છે. મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીને જ્યારે મેં રાજ્યમાં 24 કલાક વીજળી આપવાની વાત કરી ત્યારે તેમણે…

ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો પર 4 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 60.16 ટકા: ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 4 વાગ્યા સુધીમાં સરેરાશ 60.16 ટકા મતદાન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના…

પંચમહોત્સવનું આયોજન નિષ્ફળ : સ્થાનિક પ્રજાને કોઇ લાભ નહીં

પાવાગઢ ખાતે સંસ્કૃતિ, ભાતીગળ ઓળખ અને પ્રાકૃતિક સૌન્દર્યનો પ્રસાર પ્રચાર માટે યોજાતા પંચમહોત્સવને લઈને આ વર્ષે સ્થાનિકોમાં રોષ છે. વર્ષે વિધાનસભાની ચુંટણી બાદ પંચમહોત્સવ યોજવા જઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી યોજવામાં આવતા પંચમહોત્સવમાં સ્થાનિક લોકોને કોઈ ફાયદો થયો નથી….

ઓખી વાવાઝોડાથી પાકને નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત

તામિલનાડુ અને કેરળમાં કહેર મચાવનાર ઓખી વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી છે. ઓખી વાવાઝોડાની અસર તળે અમરેલીમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતાં પાકને નુકસાન થવાની ભીતિએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. સાવરકુંડલા અને ગીરના જંગલમાં વરસાદી ઝાંટા પડ્યા છે….

પંચમહાલ: શહેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી

પંચમહાલની શહેરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી દુષ્યંતસિંહ ચૌહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. દુષ્યંતસિંહ ચૌહાણ પોતાના સમર્થકો સાથે શહેરા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર આપી શહેરા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

પંચમહાલ: કાલોલ બેઠક પર ટીકિટ મુદ્દે ભાજપના સાંસદ પ્રભાતસિંહના ઘરમાં ડખો

સાસુ-વહુના સંબંધો અનેક ઘર પરિવારમાં વિવાદીત રહેતા હોય છે તેવા દાખલા જોવા મળે છે. પણ પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ઘરમાં સાસુ-વહુને કારણે રાજકીય તોફાન મચ્યું છે. સાંસદે પોતાની ચોથી પત્નીને કાલોલ બેઠક પર ટિકિટ આપવાની માગ કરી હતી તો પાર્ટીએ…

પંચમહાલ: રોડ-રસ્તા અંગે પાલિકાના ભ્રષ્ટાચારથી સ્થાનિકોમાં રોષ

પંચમહાલ જિલ્લાની કાલોક નગરપાલિકા ફરીવાર ભ્રષ્ટાચારના કારણે ચર્ચામાં આવી છે. પાલિકા દ્વારા આચરવામાં આવતાં ભ્રષ્ટાચારથી માત્ર નગરજનો જ નહીં પણ પાલિકાના સભ્યોમાં પણ રોષ છે. ભાજપ શાસિત પાલિકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ…

પંચમહાલ: મોંઘા વીજળી-પાણીથી પરેશાન ખેડૂતો શાકભાજી વેંચવા મજબૂર

આદિવાસી પંથક પંચમહાલમાં પ્રકૃતિના જતનની સાથે જ પ્રકૃતિ વચ્ચે રહીંને આર્થિક પ્રવૃતિઓ ચાલતી રહી છે. જોકે વિકાસની આંધળી દોટ વચ્ચે મોંઘા થઈ રહેલા વીજળી, પાણી આજે આદિવાસી પંથકના ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. આ પંથકના ખેડૂતો એક સમયે ખેતર માલિક…

પંચમહાલ : ભાજપના કાર્યકરો દ્વારા ખેતરમાં આગ ચાંપવાના આક્ષેપથી ખળભળાટ

પંચમહાલના દેવગઢ બારીયા તાલુકાના ગામડી ગામમાં આવેલા એક ખેતરમાં આગ લાગી. અંગત અદાવતમાં ખેતરમાં રહેલા ઘાસમાં આગ ચાંપી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ આગ ભાજપના કાર્યકરો દ્વારા ચાંપવામાં આવી હોવાનો આક્ષેપ ખેતરના માલિક કરી રહ્યા છે. ત્યારે આ…

પંચમહાલ : પીંગળી ગામે દલિતો સાથે અન્યાય, નર્મદા યોજનાનું પાણી આપવામાં ભેદભાવ

પંચમહાલના કાલોલ નજીક આવેલા પીંગળી ગામે દલિતો સાથે અન્યાય કરવામાં આવતો હોવાની ઘટના બની છે. ગામમાં નર્મદા યોજના હેઠળ મળતું પાણી ગામના લોકોને આપવામાં આવે છે. પરંતુ ગામમાં રહેતા દલિત સમાજના લોકોને નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. જેથી દલિત સમાજના…

પંચમહાલ : ઘોઘમ્બા તા.માં શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચારની ઉઠી ફરિયાદ

પંચમહાલના ઘોઘમ્બા તાલુકામાં શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરીયાદ ઉઠી છે. અહીં આવેલા જીતપુર ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યાં નથી અને લાભાર્થીઓના નાણાં બોરાબાર ઉપાડી લેવામાં આવ્યાં છે. જે અંગેની ફરિયાદ બાગ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કંડોડા કોઈ ગામમાં…

ગોધરામાં સરકારી ઓફિસને બંધ કરવા કરાઈ રજૂઆત

કાર્યપાલક ઈજનેરની કચેરીના પાઈપલાઈન પ્રોજેક્ટ વિભાગને બંધ કરવાની રજૂઆત કચેરાના વડા દ્વારા ત્રણ વખત કરવામાં આવી છે. જેથી કરીને સરકારના નાણાનો વ્યય ન થાય. સરકારી ઓફિસને શરૂ કરવા માટે રજૂઆત કરતા અનેક કિસ્સાઓ જોયા હશે પણ ગોધરામાં સરકારી ઓફિસને બંધ…

ગોધરા-વડોદરા હાઈવે પર ટ્રકની ટક્કરથી 6 વાછરડાઓના મોત

ગોધરા-વડોદરા હાઈવે પર બેઢિયા પાસે ટ્રકે રસ્તા પરથી પસાર થતાં વાછરડાઓને અડફેટે લેતાં 6 વાછરડાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. વાછરડાઓના મોત થતાં આસપાસના સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. બેઢીયા પાસે ટ્રકે રસ્તા પરથી પસાર થતાં વાછરડાઓને…

રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદ, પાક પલળી જતાં ખેડૂતોની હાલત બની કફોડી

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ગીર સોમનાથના ઉના પંથકમાં પણ વરસાદ પડ્યો છે. સોમનાથ વેરાવળમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. તો પોરબંદરના ઘેડ વિસ્તારમાં…

રાહુલ ગાંધી 9થી 11 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે, વાંચો ત્રણ દિવસનો વિગત વાર કાર્યક્રમ

સૌરાષ્ટ્રમાં બે દિવસના પ્રવાસ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 9 થી 11 ત્રણ દિવસ મધ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ બોરસદ, બોડેલી અને ફાગવેલમાં ત્રણ જાહેરસભાને સંબોધન કરશે. ડભોઇ અને બરોડામાં રોડ-શો કરશે. નડીયાદ અને ફાગવેલમાં…

પંચમહાલ : જમીન NA કરવા નાયબ મામલતદારે લાંચ માંગતા ACB દ્વારા કાર્યવાહી કરાઇ

પંચમહાલ જિલ્લાના શહેરાના પ્રાંત અધિકારી અને નાયબ મામલતદારે જમીન એનએ કરવા લાંચ માગતા એસબીએ કાર્યવાહી શરૂ કરી છે. બન્ને અધિકારીની પૂછપરછ કરવા માટે મોડી રાત્રે ગોધરાની કલેક્ટર કચેરી પૂછપરછ કરવા માટે લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ મીડિયાથી બચવા માટે એસબીના…

નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓને રાવણ અને કંસ કહ્યું, કોંગ્રેસે જુઓ શું આપ્યો જવાબ?

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક નિવેદનબાજીનો દોર શરૂ થયો છે. વાર-પલટવાર વચ્ચે બંને પક્ષો એકબીજાને આડે હાથ લેવાની એક પણ તક ચૂકતા નથી. આવામાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓને રાવણ અને કંસ કહેતા કોંગ્રેસે પણ…

પાવાગઢમાં મહાકાળીના દર્શન માટે ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીમાં શક્તિપીઠના દર્શન માટે રવિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ ભીડ ઉમટતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પાવાગઢ ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને દિવસ આગળ વધતા વધુ દર્શનાર્થીઓ ઉમટી પડતા દર્શનાર્થીઓની ભીડ જામી…

નવરાત્રી ૨૦૧૭ : ગુજરાતમાં નવલા નોરતા તહેવારનો આજથી પ્રારંભ

માઁ અંબાના નવલા નોરતાનો આજ ગુરૂવારથી પ્રારંભ, માતાજીના ગરબે ઝૂમવા માટે યુવા ખેલૈયાઓમાં તૈયાર થઇ ગયા છે. અમદાવાદ શહેરમાં એસજીહાઇવે પરની ક્લબો તેમજ પાર્ટી પ્લોટ સહિત કુલ ૧૫૦ સ્થળે ભવ્ય ગરબાના આયોજનો રાખવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબે ઝૂમવા યુવા ખેલૈયાઓ…

ભાજપ શાસિત કાલોલ પાલિકાના ઉપપ્રમુખે જ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી

પંચમહાલની ભાજપ શાસિત કાલોલ નગરપાલિકામાં નગર પાલિકાના ઉપપ્રમુખે જ ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં જ બનાવવામાં આવેલા રોડ માત્ર બે માસમાં તૂટી જતા ઉપપ્રમુખે અને અન્ય બે સભ્યોએ પ્રાંત ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે. ઉપપ્રમુખે ફરિયાદમાં…

પંચમહાલના મોરવા રેણા ગામે એસટી બસ કેનાલમાં ખાબકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગયેલા કાર્યકરોને મુકીને એસટી બસ પરત જઈ રહી હતી ત્યારે પંચમહાલ શહેરના મોરવા રેણા ગામે એસટી બસ કેનાલમાં ખાબકી છે. બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ કેનાલમાં ખાબકી. વડાપ્રધાનના કાર્યક્રમમાં ગયેલા કાર્યકરોને મુકીને…

પંચમહાલ : પોલીકેબ કંપનીના કુલ સાત યુનિટોના 1800 કામદારો હડતાળ પર

પોલીકેબ કંપનીના કુલ સાત યુનિટોના 1800 કામદારો હડતાળ પર ઉતર્યા છે. પંચમહાલના હાલોલમાં આવેલી પોલીકેબ કંપનીના 1800 કામદારો હડતાળ પર ઉતર્યા છે. કંપનીમાં કુલ સાત યુનિટો આવેલા છે. જેમા ૧૮૦૦ કામદારો કામ કરે છે. કંપનીમાં કામ કરતા કામદારો છેલ્લા ઘણા…

CCTV: ગોધરામાં ભાગોળના પેટ્રોલપંપ પર બાઈક ભડભડ સળગી, બાળક દાઝ્યો

પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સમયે કેટલી સાવચેતી રાખવાની જરૂર છે અને જો ધ્યાન ન રાખવામાં આવે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે તેનો કિસ્સો ગોધરામાં જોવા મળ્યો છે. ગોધરાના ભાગોળ પર આવેલા પેટ્રોલ પંપમાં એક વાહનચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ વાહને…

પાનમ ડેમમાં નવા નીરની આવક, ડેમનો એક દરવાજો 1 ફુટ ખોલાયો

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં પાણીની આવક થઈ છે. જેથી ડેમના દરવાજાનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. પાનમ ડેમમાં હાલની જળ સપાટી 127. 40 મીટર છે. ડેમમાં 1400 કયુસેક પાણીની આવક અને 1740 કયુસેક પાણીની…

પાંચ વર્ષથી ગોધરા-દાહોદ હાઈવેના સંતરોડ એસ.ટી બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકી

છેલ્લા પાંચ વર્ષથી પંચમહાલ જિલ્લાના ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા સંતરોડ એસ.ટી બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસફારોની ફરિયાદ છે કે પાંચ વર્ષથી બસ અહીં નથી આવતી. બસસ્ટેન્ડથી એક કિલોમીટર દૂર હાઈવે પર બસ ઉભી રાખવામાં આવે છે,…

પંચમહાલ: એરાલ ગામે માથાભારે તત્વોના ત્રાસથી 30 પરિવારના કલેકટર કચેરીમાં ધામા

પંચમહાલના કાલોલના એરાલ ગામે માથાભારે તત્વો ત્રાસના કારણે 30 જેટલા પરિવારો મોડીરાતે ઘર છોડીને કલેકટર કચેરીમાં ધામા નાખવા મજબૂર બન્યા છે. ગામના અમિત પટેલ નામનો શખ્સ દિકરીઓની છેડતી કરતો હોવાનો આરોપ છે. તે કેટલાક સમાજ સામે ઉશ્કેરણી જનક શબ્દો બોલીને…

ગોધરામાં જન્માષ્ટમી પર્વ પર નગરપાલિકાના કર્મચારીઓએ કલંક લાગે તેવું કર્યું કામ

ગોધરામાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી, આ આસ્થા અને ઉલ્લાસના પર્વમાં ગોધરા નગરપાલિકાના કર્મચારીઓએ કલંક લાગે તેવું કામ કર્યું છે. જન્માષ્ટમીના આ આસ્થા અને ઉલ્લાસના પર્વ પર ગોધરામાં રંગેચંગે પર્વની ઉજવણી કરવામાં આવી. પરંતુ ગોધરા નગરપાલિકાના કર્મચારીઓએ મેળામાં દૈનિક…