Archive

Category: Gujarat

સૈનિકોની શહાદતને સલામ કરવા માટે અમદાવાદની મોટી અને ધમધમતી બજારો બંધ

આટલા દર્દનીય હુમલા પછી જો કોઈ શાતં બેસે તો શું કહેવું. માટે અમદાવાદે ખૂબ જ હટકે વિરોધ કર્યો છે. જવાનો પર થયેલાં હુમલાના બનાવને શહેરના વેપારીઓએ માર્કેટ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ છે. સુરતની…

આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં, રાજ્યમાં ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દેશ પરના આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજવ્વલિત થઇ. જેની સાથે ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. #PatnaWe are with u ❤️😢😢 #StandWithForces #PulwamaAttack #boycottkapilsharmashow pic.twitter.com/iJQgCAru0Y— 🇮🇳Tushar🇮🇳 (@TusharMohanSin5) February 15, 2019 લુણાવાડામાં  નગરજનો અને…

પુલવામા હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં અનેક બજારો બંધ રહેશે

પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદના વિવિધ બજારો આજે બંધ પાળશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક બજારો બંધ રહેશે. માધુપુરા, જૂના અને નવા કાપડ માર્કેટ બંધ પાળશે. #StandWithForces#Ahmedabad clothes market close today pic.twitter.com/Effw1y8em4— sudeshmakhecha (@prince_makhecha) February 16, 2019 તમામ વેપારીઓ સ્વૈચ્છીક બંધમાં…

આતંકી હુમલો : ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે, અમદાવાદમાં લેવાયો મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરવામાં આવ્યા છે. આ ગંભીર આત્મઘાતી હુમલાને લઇ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતના 200થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો સંપુર્ણ બોયકોટ કર્યો છે તેમને આજથી કાશ્મીરનું એકપણ બુકીંગ નહીં…

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સફેદ કપડા સાથે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

ગુજરાતના એક એક જિલ્લામાં લોકોમાં આક્રંદ છે. અમદાવાદ ખાતે યુથ કોંગ્રેસના નેતાઓ કેન્ડલ સાથે માર્ચ કાઢી છે. કેન્ડલ માર્ચના આયોજનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા. તો સાથે જોડાયેલી જનતાએ પાકિસ્તાન મૂર્દાબાદના નારા લાગ્યા હતા. અમદાવાદના ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં…

વરસાદની અછતના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન, આ યુવાનો પહોંચ્યા ગાંધીનગર

રાજ્યમાં વરસાદની અછતને કારણે મોટા પાયે પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે પાટણના યુવાનોએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે રાજ્યપાલને રજૂઆત કરી હતી. પાટણના યુવાનોએ જણાવ્યું હતું કે રાજય સરકારને વારંવાર રજુવાતો કરવા છતાં સરકાર…

ભાવનગર-દહેજની રો-રો ફેરીમાં સવાર મુસાફરો અચાનક રૂમ છોડીને લોબીમાં પહોંચી ગયા

ભાવનગર-દહેજની રોપેક્સ ફેરીમાં એસી બંધ થઈ જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા. એસી બંધ હોવાથી મુસાફરો પેસેન્જર રૂમમાંથી બહાર લોબીમાં આવી ગયા હતા. એસી બંધ હોવા છતાં રોરો ફેરીના કોઈ કર્મચારી કે અધિકારીએ જવાબો ન આપતા પેસેન્જરોનો રોષ ભભૂક્યો હતો.

ગુજરાતમાં પ્રથમવાર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ પ્રેક્ટિકલ પરીક્ષા, સ્કૂલોનો ઇજારો છિનવાયો

ધોરણ 12માં અત્યાર સુધી પ્રેકટીકલ પરીક્ષા સ્કૂલો દ્વારા લેવામાં આવતી હતી. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પહેલી વાર ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં 1 લાખ 57 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ 377 સેન્ટર્સ…

અમદાવાદમાં ઠેર-ઠેર લોકોમાં રોષ, આ તમામ બજારો દ્વારા એક દિવસનું બંધ

અમદાવાદના ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશને પણ પુલવામા આતંકી હુમલાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ મીણબત્તી સળગાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના…

હળવદના કોંગ્રેસ MLA પુરુષોત્તમ સાબરીયા કોર્ટના શરણે પહોંચ્યા, આવો કંઈક છે કેસ

હળવદના કોંગ્રેસ ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા કોર્ટના શરણે ગયા છે. અને હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. માઈક્રો ઇરીગેશન વિભાગમાં ખોટી ભલામણ કરાવ્યા બાદ ભ્રષ્ટાચારનો મામલો સામને આવ્યો હતો. જેમાં મોરબી પોલીસે વર્ષ 2018માં તેમની ધરપકડ કરી હતી. તેમજ ડિસ્ટ્રિક્ટ સેશન્સ…

મુસ્લિમ ધર્મગુરુના ભત્રીજાના જનાજામાં પુલવામાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ

સાવરકુંડલા મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની જનાજામાં લોકોને એક અનોખી બાબત જોવા મળી હતી. મૃતકની અંતિમયાત્રામાં પુલવામાના શહીદોના બેનરો આગળ રખવામા આવ્યા હતા. આ રીતે ધર્મગુરૂએ પુલાવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુસ્લિમ ધર્મ ગુરુ દાદાબાપુ કાદરીની આ પ્રવૃતિને લોકોએ સાચા…

અમદાવાદની જાણીતી રાજપથ ક્લબ ફરી વિવાદમાં, મેમ્બરશીપમાં 1.65 કરોડની ખાયકી

રાજપથ કલ્બ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. આ વખતે ક્લબના જ એક ક્લાર્કે ક્લબ સાથે 1.65 કરોડની છેતરપિંડી કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ બનાવની વિગત અનુસાર રાજપથ ક્લબના જુના અને અનએક્ટીવ મેમ્બરોના નામ, સરનામા બદલી ખોટા નવા મેમ્બરો ઉભા…

ખેડૂતોને મળવા પાત્ર 6 હજાર માટે પહેલા દાખલા કઢાવો અને પછી દોડાદોડી કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર રૂપિયાની સહાય માટેની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ફોર્મમાં જરૂરી દાખલાઓ કઢાવવા અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા માટે ઇન્ટરનેટની સ્પીડ સાવ ધીમી હોવાના કારણે અને લાભકર્તાનો આંકડો મોટો હોવાના…

4 નગરપાલિકાની ખાલી બેઠકો પર માર્ચ મહિનાની આ તારીખે પેટા ચૂંટણી યોજાશે

બનાસકાંઠાના થરાદ, સુરતના બારડોલી, પોરબંદરના રાણાવાવ અને કચ્છના ભુજ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર આગામી 11મી માર્ચે પેટા ચૂંટણી યોજાશે. જ્યારે 12 માર્ચે મતગણતરી કરવામાં આવશે. આ માટે જરૂરી નોટિફિકેશન અને જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયુ છે. જેમાં ઉમેદવારો 23 તારીખ…

સુરતઃ વેસુમાં ત્રિવેણી દિક્ષા મહોત્સવ, 9 વર્ષની બાળવયે સંયમના માર્ગ પર

સુરતના વેસુ વિસ્તારમાં એક ભવ્ય ત્રિવેણી દિક્ષા મહોત્વસનું આયોજન કરાયું. જેમાં એક 9 વર્ષની બાળકી તેમજ અન્ય બે યુવતીઓ દ્વારા પણ દિક્ષા ગ્રહણ કરવામાં આવી. દિક્ષા લેનાર મુમુક્ષુમાં અમદાવાદની એક અને પુણેની બે મુમુક્ષોની સુરતમાં સંપન્ન થઇ છે. ખુબ જ…

વડોદરામાં લગ્નનો વરઘોડો તો નિકળ્યો પરંતુ દેશના શહીદ જવાનોની યાદ સાથે

વડોદરામાં કાપડીયા પરિવારે આપી શહીદોને શ્રધ્ધાંજલી. શહિદોને શ્રધ્ધાંજલી સાથેના બેનરો સાથે લગ્ન પ્રસંગે જાણ નિકળી હતી. આજે સ્વપ્નિલના લગ્ન હતા. પરંતુ જેવી તેને રાત્રે ખબર પડી કે કાશ્મીરના પુલવામા આતંકી હુમલો થયો છે. જેમાં દેશે ૪૪ જવાનોની શહીદી થઈ છે…

આણંદના એસપીની બદલીની માગ સાથે બે યુવકોનો કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ

આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલીની માંગ સાથે આજે બે યુવકોએ આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલી કરવાની માંગ કરી રહ્યા છે. તેમજ વિજય વકીલ અને અન્ય એક યુવકે સાત દિવસનું ઉપવાસ આંદોલન…

વરઘોડામાં નાચગાન કરવાની જગ્યાએ માત્ર દેશભક્તિના જ ગીતો વાગ્યા, શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

પુલવામાના આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે ત્યારે વડોદરામાં આજે એક પરિવારે લગ્નમાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો. ગોત્રી રોડ પર રહેતા સ્વપ્નીલ કાપડીયા વડોદરામાં જ્વેલરી શો રૂમમાં નોકરી કરે છે. સુરતની યુવતી એન્જલિકા સાથે…

સમગ્ર ગુજરાતભરમાં થઈ રહ્યો છે નાપાક પાકનો વિરોધ, જુઓ તમારા શહેરે કઈ રીતે કર્યો : Videos

અમદાવાદ પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તો સાથે જ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. જુનાગઢ ગઈકાલે કાશ્મીરના પુલવામા મા થયેલ આંતકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં શહીદ…

ભાજપના યુવા નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિના નામે નમો અગેઈનનો પ્રચાર કરતા જોવા મળ્યા

આતંકી હુમલાની ઘટના પર દેશભરમાં રોષ છે. ત્યારે સુરતમાં ભાજપના નેતાઓ શહીદ પરિવારનો સહાનુભૂતિના નામે રેલી કાઢીને નમો અગેઈનની રેલી કાઢી હતી. તેમજ યુવાનોને નમો અગેઈન શબ્દ લખેલી ટી-શર્ટ આપવામાં આવી હતી. સુરત ભાજપના યુવા નેતા મોનિલ ઠાકરે આતંકીઓ ને…

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વ ભારતની પડખે, હુમલાની કરી કડક નિંદા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વના દેશોએ રોષ વ્યક્ત કર્યો છે. જર્મનીએ આતંકી હુમલાની નિંદા કરતા જણાવ્યુ કે, જર્મની ભારતને રાજકીય સહયોગ આપવા તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને તુર્કીએ પણ આ પ્રકારના હુમલાની નિંદા કરી. ભારતમાં અમેરિકાના રાજદૂત…

8100 કરોડનું બેંક કૌભાંડ : સાંડેસરા બ્રધર્સે નોને બેઇલેબલ વોરંટ રદ કરવા કરી અરજી

સ્ટર્લિંગ બાયોટેકના ભાગેડુ પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ દિલ્હી હાઇકોર્ટમાં નોને બેઇલેબલ વોરંટ રદ કરવા અરજી કરી હતી તેમના પર ૮૧૦૦ કરોડના બેંક કૌભાંડનો આક્ષેપ છે. તેમણે પોતાના વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી, સેશન જજ સતીષકુમારે…

પ્રધાનમંત્રી, હવે વાતો નહીં, બસ સર્જિકલ સ્ટ્રાઇક કરો,આતંકીઓનો ખાતમો કરો

જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં લશ્કરી જવાનો પર સૌથી મોટો આતંકી હુમલ થયો છે જેમાં ૪૨ જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ ગુજરાતીઓમાં રોષ ભભૂક્યો છે. લોકોમાં એક જ મત પ્રવર્તી રહ્યો છેકે,હવે પાકિસ્તાન સાથે વાટાઘાટો નહીં,પ્રધાનમંત્રી બસ હવે સર્જીકલ સ્ટ્રાઇક…

નીતિન પટેલે 1466 નર્સને નિમણુંક પત્ર એનાયત કર્યા, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1466 નર્સને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા. નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે નિમણૂક પત્ર એનાયત કર્યા. ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં નાના ગામડાની હોસ્પિટલથી લઈ મોટી સરકારી હોસ્પિટલોમાં…

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન અખાણી અને ઉપપ્રમુખ તરીકે વસંતજી ઘંઘોસ બહુમતીના જોરે ચૂંટાઈ આવ્યા. નગરપાલિકામાં કોંગ્રેસ પાસે 12 સભ્યો…

ગુજરાતમાં રાહુલ ગાંધીને આ મહિલાએ ગાલ પર ચુંબન કરી આપ્યું વેલેન્ટાઈન, Video થયો Viral

વલસાડના ધરમપુરમાં લાલડુંગરી મેદાનમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પરંપરા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. જ્યાં આ પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ પ્રચારના શ્રીગણેશ કરી લોકસભાની ચૂંટણીમાં જીતનો…

પુલવામાં આતંકી હુમલા મુદ્દે ગુજરાતીઓમાં રોષ, કહ્યું ઘરમાં ઘૂસી મારો

પુલવામાં આતંકી હુમલાને કારણે જમ્મુ-કાશ્મીર ગયેલા પ્રવાસી ફસાયા છે. તેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ છે. આ પ્રવાસીઓને પહેલગાંવથી આગળ જતાં રોકી દેવાયા છે. અને પહેલગાંવથી જ પર્યટકોને શ્રીનગર પરત મોકલાયા છે. તો આ હુમલા બાદ ગુજરાતના પર્યટકોમાં ચિંતા ફેલાઈ છે. તો…

સુરતમાં પાણીના બિલને લઈ લોકોમાં રોષ, સ્થાનિકોએ બિલની હોળી કરી નાખી

સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણી બિલ સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતના મોટા વરાછાના રહીશોએ પાણી બીલની હોળી કરી આક્રોશ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓના મોરચાએ પાણી બીલમાં મીટર પ્રથા બંધ કરવાની માંગ સાથે થાળી-વેલણ વગાડી વિરોધ નોધાવ્યો. મોટા…

પ્રાથમિક શાળાના શિક્ષકોનો કેમ્પ રાતોરાત રદ કરવામાં આવતા મુશ્કેલી

અમદાવાદના રાયખડમાં આયોજિત પ્રાથમિક શાળાના શિક્ષકોનો કેમ્પ રાતો રાત રદ કરી દેવામાં આવતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે 200થી વધુ શિક્ષકોનો કેમ્પ આયોજિત કર્યો હતો. પરંતુ રાતો રાત કેમ્પ રદ કરી દેવામાં આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા. ખાસ…

અમદાવાદ પોલીસના ડરથી આ બાળકનું અપહરણ કર્યું પણ રૂપિયા લીધા વગર છોડી દીધો

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઓટોરીક્ષામાં આવેલા બે શખ્સોએ ૧૦ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું અને બાળકને છોડવા માટે તેના પિતા પાસે ૧૫ લાખની માંગણી કરી હતી. પરંતુ પોલીસની બીકે એકાદ કલાકમાં બાળકને તેના ઘર પાસેથી નાણાં લીધા વિના છોડી દીધો હતો….