Archive

Category: North Gujarat

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો : ક્યાંક વાવાઝોડું તો ક્યાંક વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વાવાઝોડાં સાથે વરસાદ પડ્યો હતો. તો મોડાસા, મેઘરજ અને માલપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ અને હવામાં ધૂળની ડમરી ઊડી હતી. તો દિવસ દરમિયાન…

ગુજરાતનો ઠેંગો, મધ્ય પ્રદેશે ઘઉંના ખેડૂતોને દેશમાં સૌથી ઊંચા ભાવ અપાવ્યા

મધ્ય પ્રદેશ સરકારે પ્રતિ ક્વિન્ટલ રૃ. ૨,૦૦૦ના ભાવે ૪૩ લાખ ટન ઘઉંની ખરીદી કરી   રવી સિઝનના મુખ્ય ધાન્યપાક ઘઉંમાં પિક સિઝનને પગલે વધતી આવક અને જળવાતી માગ વચ્ચે ભાવ ટેકાની આસપાસ  જળવાઈ રહ્યા છે.   હવામાનમાં ફેરફાર અને પાણીની અછત…

ખેડૂતો અાનંદો : 3 લાખ રૂપિયા સુધીનું પાકધિરાણ વગર વ્યાજે મળશે, બેંકોને પરિપત્રો થઈ ગયા

રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે અા વર્ષે  કૃષિ ધિરાણ મળશે . ખરીફ સિઝન પૂર્વે જાહેરાતથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ગુજરાતમાં ચૂંટણી અંતર્ગત ખેડૂતોને અેક ટકાના વ્યાજના દરે ખેડૂતોને પાકધીરાણ અપાશે તેવી સરકારની જાહેરાત છતાં રાજ્યના હજારો ખેડૂતોઅે 3 ટકાના દરે…

મગફળીના ગોડાઉનમાં અાગ : ષડયંત્ર કે અકસ્માત, હવે સરકારને પણ અાશંકા

રાજકોટના શાપર-વેરાવળ રોડ પર ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ હજુ બેકાબુ છે અને આગ લાગ્યાના 14 કલાક બાદ અધિકારીઓ જાગ્યા છે. ગાંધીનગર, અમદાવાદથી વેરહાઉસ કોર્પોરેશન અને નાફેદના અધિકારીઓમાં દોડધામ થઈ છે. નાફેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે….

ગુજરાતમાં બાળકોના ભણવાના અધિકાર સાથે છેડછાડ ના થવી જોઈએ : હાઈકોર્ટ

રાજ્યમાં ચાલુ વર્ષથી RTE ( રાઈટ ટુ અેજ્યુકેશન) એક્ટનો કડક અમલ થશે. સરકારે આ મામલે હાઈકોર્ટમાં બાંયધરી આપી છે. સરકારે કોર્ટ સમક્ષ તમામ વિગતો મૂકી હતી. 25 ટકા બેઠકો ગરીબ અને સમાજના નબળા વર્ગ માટે અનામત રખાશે. સરકારના જવાબ પર…

રાજ્યના 125 ડેમોમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી, જાણો ગુજરાતના સમગ્ર ડેમોની શું સ્થિતિ છે

ગુજરાતમાં પાણીની ખેંચ વર્તાઇ રહી છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. રાજ્યમાં ૨૫ ડેમો તો સુકાભઠ્ઠ બન્યાં છે. આ ડેમો જાણે ક્રિકેટ મેદાનમાં પરિવર્તિત થયા છે. ઊનાળો હવે…

કડવુ સત્ય : ધારાસભ્યોને મોકો મળતા જ પાણીની સમસ્યા અંગે બોલાવી તડાપીટ

આમ તો શિસ્તને લઇને ભાજ૫-કોંગ્રેસના ધારાસભ્યો જાહેરમાં કંઇ બોલતા ૫હેલા સો વખત વિચારતા હોય છે. ઘણી વખત તો લોકોની સમસ્યા જાણતા હોવાછતાં મજબુરીવશ અવાજ દબાવીને રાખવો ૫ડતો હોય છે. ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લા સંદર્ભે યોજેલી બેઠકમાં ધારાસભ્યોએ…

ગુજરાતમાં જળસંકટ? : રાજ્યના ડેમોમાં કેટલા ટકા પાણી

પાણી પુરવઠા પ્રધાનને ભલે પાણીની તંગી ન લાગી રહી હોય. પરંતુ અમે આપને દેખાડીશું રાજ્યમાં પાણીની પરિસ્થિતીનું અસલી ચિત્ર. જેમાં ગુજરાતમાં પાણીની ચારેકોર કેવી ખેંચ છે ત્યાં સુધી કે ગામડાઓમાં તો મહિલાઓએ પાણી મેળવવા બે-ચાર કીમી સુધી ચાલીને ભટકવું પડે…

પાટણમાં ધોરણ 9નું ગણિત-હિન્દીનું પેપર આ તારીખે લેવાશે

પાટણ જિલ્લામાં ધોરણ 9નું ગણિત અને હિન્દીનું પેપર 16 અને 17 એપ્રિલે ફરી લેવામાં આવશે. પાટણ જિલ્લામાં માધ્યમિક શાળાની વાર્ષિક પરીક્ષાનો 2 એપ્રિલથી પ્રારંભ થયો હતો. જેમાં 3 એપ્રિલના ગણિત અને 4 એપ્રિલના હિન્દીનું પેપર લેવાવાનું હતું. પરંતુ પાટણ તાલુકાના…

ઉત્તર ગુજરાતમાં દલિત આંદોલનમાં ક્યા શું બન્યુ ? જાણો એક જ ક્લિકમાં તમામ સમાચાર

બનાસકાંઠા : બનાસકાંઠામાં એસસી-એસટી એકટ મામલે સમગ્ર જિલ્લામાં દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારત બંધના એલાનના પગલે જિલ્લાના તાલુકા મથકો પર દલિતોએ  વિરોધ દર્શાવ્યો હતો.. જોકે જિલ્લામાં વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. પોલીસે જિલ્લાભરમાંથી 25 જેટલા દલિતોની…

ખેતઅોજાર માટે અોનલાઇન અરજી કરો : ખેડૂતો માટે સહાય લેવાની સુવર્ણતક

ગુજરાતમાં ખેડૂતો માટે અવનવી યોજનાઅો હાલમાં અમલમાં મૂકાયેલી છે. અા યોજનાઅોનો લાભ લેવા માટે ખેડૂતોઅે અોનલાઇન અાઇ ખેડૂત નામની વેબસાઈટમાં અરજી કરવાની હોય છે. જેમાં અરજી કરી ખેડૂતો અોનલાઇન સહાયનો લાભ મેળવી શકે છે. અેપ્રિલમાં ખેડૂતો માટે ખેતઅોજારો માટે સહાયની…

પાટણમાં ઈ-મેમો મળતાં યુવાનને ‘મેમા’વાળી માતા આવી

ટ્રાફિકના ભંગ બદલ પોલીસ સાથે માથાકૂટ કરતા લોકો તો તમે જોયા હશે. પણ પાટણમાં તો બાઇક ડિટેઇન કરાતા ચાલકને માતા આવ્યા હતા. આ વ્યક્તિનુ બાઇક ડિટેઇન કરાતા અચાનક જ તે ધુણવા લાગ્યો હતો. ટ્રાફિક પોલીસે તેનુ બાઇક ડીટેઇન કરીને ટેમ્પામાં…

રેતીનો ધંધો ચાલુ રાખવા ડીસાના નાયબ કલેક્ટરે માગી હતી લાંચ

બનાસકાંઠા જિલ્લામાં ડીસા નાયબ કલેકટર વી.કે.ઉપાધ્યાયને લાંચ કેસમાં ધરપકડ થઈ છે. પોલીસે વચેટીયા રમેશ પટેલની પણ ધરપકડ કરી છે. નાયબ કલેક્ટરે દોઢ લાખની રકમ સ્વીકારી હતી. ડમ્પર પર કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવા ઉપરાંત જેસીબી અને રેતીનો ધંધો ચાલુ…

પાટણ: શંખેશ્વરના ખાખબડી ગામમાં પાણીની પળોજણ

પાટણ પંથકમાં પણ પાણીની એટલી જ પળોજણ છે. અહીંના હારીજ તેમજ શંખેશ્વર તાલુકામાં અનેક ગામોના લોકો વહેતુ પાણી લેવા મજબૂર બન્યા છે. આ છે શંખેશ્વર તાલુકાનું ખાખબડી ગામ. અહીં પાણીની પોકારનો લગભગ આવોજ નજારો જોવા મળતા હોય છે. અહીં લોકોને…

સસ્પેન્ડેડ ધારાસભ્યો : કોંગ્રેસ હાઈકોર્ટ સુધી લડશે, અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર

ગુજરાત વિધાનસભામાંથી ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સામે સસ્પેન્શનનો મામલો વકરતો જાય છે. ગૃહના ઇતિહાસમાં સૌથી અાકરી સજા કોંગ્રેસના ત્રણ સભ્યોને અાપવામાં અાવતાં કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. અા અંગે વિપક્ષ અે શાસક પક્ષના અગ્રણીઅો વચ્ચે બેઠકોના દોરનો કોઇ નિવેડો અાવી…

બોર્ડની પરીક્ષામાં વ્યાપક ચોરી : એક જ દિવસમાં ગેરરીતિના 17 કેસ નોંધાયા

હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવાઇ રહીં છે. શુક્રવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઇ હતી તથા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આજે બોર્ડની પરીક્ષામાં કુલ 17 ગેરરીતિના કેસ નોંધાયા હતાં. ગુજરાત માધ્યમિક અને…

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીના જથ્થામાં ઘટાડો

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો વધ્યો છે. બીજીતરફ ધરોઈ ડેમમાંથી અમદાવાદને અપાતું પાણી જાન્યુઆરી મહિનાથી બંધ કરાયું છે. જેને કારણે અમદાવાદના રિવરફ્રન્ટ પર પાણી ઓછું થઇ જાય તેવી શક્યતાઓ છે. જોકે, ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક…

પંચમહાલ: જોરિયા કૂવા ગામમાં પાણીની રોજિંદી સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન

પંચમહાલ જીલ્લાના કાલોલ પાસે આવેલા વેજલપુર ગામ અને આસપાસના વિસ્તારમાં પાણીની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. જેમાં ખાસ વેજલપુર પાસે આવેલા જોરિયા કુવા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પાણીની રોજીંદી સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે. પંચમહાલના જોરીયાકુવા ગામ ખાતે નર્મદાનું…

Budget 2018-19: ઉનાળામાં જળસંકટની શક્યતા છે ત્યારે બજેટમાં થયેલી જાહેરાતથી સરકાર પર ઉઠ્યા સવાલ

એક તરફ ઉનાળામાં રાજ્યમાં જળસંકટ ઘેરૂ બનવાની શક્યતા છે ત્યારે રાજયના આજે રજૂ થયેલા બજેટમાં પાણી મુદ્દે ખાસ એવી કોઇ મોટી જોગવાઇ નથી કરાઇ. આવામાં સરકારના આયોજન સામે સવાલ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતી કેવી છે તેનો આ…

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (18/02/2018)

રવિવારે દિવસભરના ભારે ઘટનાક્રમ બાદ દલિત નેતા જિગ્નેશ મેવાણીનો છૂટકારો થયો. વિરોધ પ્રદર્શન દરમિયાન સરસપુરથી તેની ધરપકડ કરી એસઓજી કચેરી લઈ જવાયો હતો. મોટી સંખ્યામાં સમર્થકો એસઓજી કચેરી બહાર એકઠા થયા. અંતે છૂટેલા જીગ્નેશ મેવાણીએ પત્રકારોને સંબોધી કેન્દ્રની ભાજપ સરકાર…

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (17/02/2018)

ભાનુપ્રસાદ વણકરનો મૃતદેહ સ્વીકારવાના પરિવારના ઇન્કાર બાદ રાજ્ય સરકારમાં બેઠક થઇ. સીએમ નિવાસે થયેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને શંભુપ્રસાદ ટુંડિયા પણ હાજર રહ્યા હતા. મૃતક ભાનુપ્રસાદ વણકરના પરિવારે મૂકેલી માંગણી અંગે આ બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકાર ભાનુપ્રસાદના…

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (10/02/2018)

દહેગામના કપડવંજ ખાતે યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરનો ફિયાસ્કો થયો. રાહુલ ગાંધીએ આપેલા શિસ્ત અને સંગઠનના આદેશને ગુજરાત કોંગ્રેસ ઘોળીને પી ગઈ હોય તેમ અડધોઅડધ ધારાસભ્યો શિબિરમાં ગેરહાજર રહ્યા હતા. શિબિરની શરૂઆતમાં 77માંથી 35 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. જોકે વિધાનસભામાં…

હારીજના દાંતરવાડામાં વરસાદી પાણીના વોંકળા આડે બની ગઇ સ્મશાનની દિવાલ

પાટણના હારીજના દાંતરવાડા ગામે સ્મશાન ભૂમિ વિવાદનું કારણ બની છે. આ ગામ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરનું પૈતૃક ગામ છે. આ ગામના સ્મશાન ભૂમિ ફરતે પાકી દિવાલ બનાવાઈ છે. જોકે તેમાં પાણીના નિકાલની જગ્યાના વોકળા પર પણ દિવસ બનાવી દેવાઈ છે….

નવા વાઘોડિયામાં નવી રેલવે લાઇનનો વિરોધ : અનેક લોકોનો આશરો છીનવાઇ જશે

અરવલ્લીના નવા વાઘોડિયાના 200થી વધારે ગ્રામજનોએ રેલવે લાઇનનો વિરોધ કર્યો છે. અરવલ્લીના મોડાસા ટીંટોઇ રેલવેનો સર્વે હાથ ધરાયો છે. જેમાં નવા વાઘોડિયાના ગ્રામજનોના મકાનો સર્વેમાં વચ્ચે આવે છે. આ મકાનો તૂટી જતા હોવાને કારણે મકાન માલિકોને મકાન વિહોણા થવાનો ભય…

દાહોદમાં સ્કૂટર ચાલક દં૫તિ ઉ૫ર ફાયરીંગ : સદ્દનસીબે નિશાન ચૂકાઇ ગયું

દાહોદમાં સ્કુટર ચાલક દંપત્તિ પર અજાણ્યા શખ્સઓ ફાયરિંગ કર્યુ છે. દાહોદ તાલુકના ચોસલા ગામમાં પશુ  નિરીક્ષક  તરીકે ફરક  બજાવતા  કિરણભાઈ તેમની પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે  અજાણ્યા 3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ આ દંપતી પર ફાયરિંગ  કર્યું હતું. પરંતુ …

ગુજરાત મિલ્ક કો.ઓ.ફેડરેશનના ચેરમેન ૫દે રામસિંહ ૫રમાર, વા.ચેરમેન જેઠા ભરવાડ

૩૮ હજાર કરોડનું જંગી ટર્નઓવર કરનાર ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી થઈ છે. જ્યારે વાઇસ ચેરમેનપદે જેઠા ભરવાડ યથાવત રહ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રામસિંહ પરમારને ભાજપે શિરપાવ આપ્યો છે. શંકર ચૌધરીને જીસીએમએમએફના ચેરમેન પદે નિયુક્ત…

મોડાસામાં 300 વૃદ્ધોએ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી દોટ મૂકી, મેરેથોન યોજાઇ

અરવલ્લીના મોડાસામાં સિનિયર સીટીઝન માટે મેરોથોન દોડનું આયોજન કરાયું હતું. તેમાં વિવિધ વય જૂથના સિનિયર સીટીઝનના ગ્રુપ બનાવી મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનમાં 60 વર્ષથી ઉપરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ  લીધો હતો. 30 થી વધુ મહિલાઓ સહિત 300 થી વધુ સિનિયર…

પાટણના કિમ્બુવામાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરતા વાલીઓ

પાટણના સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે આવેલી પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી. જેથી શાળાનું શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. કિમ્બુવા ગામમાં પ્રાથમિક શાળામાં વિદ્યર્થીઓની સંખ્યા ઘટવા લાગતા કેટલાક શિક્ષકો ફાજલ થયા હતા. ત્યારે ફાજલ થયેલા શિક્ષકો સારુશિક્ષણ આપી રહ્યા છે. અને તેમની…

પદ્માવતના વિરોધમાં કરણી સેનાના બંધના એલાનની જુઓ ઉ.ગુજરાતમાં અસર કેવી રહી

રાજ્યમાં પદ્માવતની રિલીઝને લઈને કરણી સેનાએ આપેલા બંધના એલાનની ઉત્તર ગુજરાતમાં વધુ અસર જોવા મળી. જોઈએ બંધની અસર ક્યાં કેવી રહી. રાધનપુરમાં એસટી બસો રોકી દેવાઇ ફિલ્મ પદ્માવતના વિરોધને પગલે કરણી સેનાએ આપેલા બંધના એલાનને પગલે રાધનપુર એસટી ડેપોથી ઉપડતી…

૫દ્માવત વિવાદ : આજે ગુરૂવારે સમગ્ર રાજ્યમાં બંધની ક્યાં કેવી અસર ?

જામનગર : જામનગરમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારાઓ દ્વારા દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ થયો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યુવાનો પહોંચ્યા હતા. અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાળવામાં આવ્યો…