Archive

Category: Kutch

તલોદ નજીક ગમખ્વાર અકસ્માત : કચ્છી પરિવારના ચારના કરૂણ મોત

સાબરકાંઠાના તલોદ તાલુકાના ખારા દેવીયા ગામ વહેલી સવારે થયેલા અકસ્માતમાં ચાર જણાંના મોત થયા છે. કાર અને‌ ડમ્પર વચ્ચે વહેલી સવારે ટક્કર થઇ હતી. જેમાં 4 ના‌‌ મોત થયા છે તો એકની હાલત  ગંભીર છે. જેને સારવાર માટે તલોદની હોસ્પિટલ…

કચ્છમાં નર્મદા કેનાલમાં ગાબડુ : લાખ્ખો લીટર પાણી વેડફાયુ

કચ્છમાં ટપ્પર ડેમ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડ્યુ છે. કેનાલનું ફ્લોરિંગ તૂટી જતાં લાખો લીટર પાણી વેડફાયું છે. એક તો નર્મદા ડેમમાં જળ સપાટી ઘટી રહી છે. ટપ્પર ડેમ ખાલીખમ થતાં રાજ્ય સરકારે આ ડેમ ભરવાનો નિર્ણય કર્યો હતો….

માતા અને સગી બહેનની હત્યા કરનાર ગાંધીધામની યુવતિને ફાંસીની સજા

માતા અને સગી બહેનની હત્યા કરવાના ગુનામાં ગાંધીધામના નવી સુંદરીપુરીના ગુનામાં કોર્ટે યુવતીને ફાંસીની સજા ફટકારી છે. ગત 17મી ફેબ્રુઆરી 2017એ આ ઘટના બની હતી. ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં પરોઢે પાંચ વાગ્યે ઘરની અંદર પુત્રીએ તલવારથી કરેલાં ડબલ મર્ડરની…

ખેડૂતોને આ૫વા નર્મદાનું પાણી નથી અને અહી 50 લાખ લીટર વેડફાયુ પાણી !

ભચાઉ પાસે નર્મદાની પાઇપ લાઇનમાં લીકેજ થયુ છે. ચિરાઈ નજીક લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાયું છે. પાણીના લિકેજના કારણે પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. ભચાઉ અને વરસામેડી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્યલાઇન પાસેના મેનહોલમાં એકાએક ભારે દબાણ…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે વેજલપુર ચાર રસ્તા પાસે એક વ્યક્તિનું મોત. વહેલી સવારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું…

જાણો રાજ્યની એવી મહિલાઓ વિશે જેઓએ બદલી છે પરંપરા

ભુજનું માધાપર ગામ મનુષ્યને જન્મ આપનાર અને પોષનાર નારી સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે. અને આજની નારી તો હવે શ્રમમાં પણ પુરુષ સમોવડી બની છે. મોટે ભાગે ઇમારતોમાં રંગરોગાનનો વ્યવસાય પુરુષો જ કરતા હોય છે. પરંતુ ભુજના માધાપર ગામની મહિલાઓ…

કચ્છની ખારેકમાંથી બનશે દારૂ, રાજસ્થાન સરહદે સ્થપાઇ ફેક્ટરી !

કચ્છમાં ઉગતી ખારેક તેના ટેસ્ટ માટે ખૂબ જાણીતી છે. ત્યારે આગામી દિવસોમાં  કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦ હજાર લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના પોષણક્ષણ ભાવ મેળવવા કચ્છના ખેડૂતો હવે ખારેકમાંથી વાઈન બનાવવાના પ્રયોગો હાથ ધરી રહ્યા…

કચ્છના અબડાસાના ધારાસભ્યએ બજેટ સત્ર પર ચર્ચા કરવા પોતાની રીતે સાંકેતિક ભાષા તૈયાર કરી

ગુજરાત વિધાનસભાના સત્રમાં પ્રધાનોથી લઇને અનેક ધારાસભ્યો ગૃહમાં પોતાનું વક્તવ્ય આપતા હોય છે. ધારદાર વક્તવ્ય માટે ધારાસભ્યો દ્વારા લખાણ અને આંકડાકીય માહિતી તૈયાર કરાતી હોય છે. ત્યારે ઓછો અભ્યાસ કરેલા કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે બજેટ સત્ર પર ચર્ચા કરવા પોતાની…

ભૂજના સામખિયાળીના એક આગેવાનના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

ભૂજના સામખિયાળીના એક આગેવાનનો પુત્ર હાથમાં પિસ્તોલ રાખી ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. બનાવ સંદર્ભે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી હતી. પીએસઆઈ જે.એમ.ગઢવીએ જણાવ્યું હતુ કે જે પિસ્તોલમાંથી ફાયરીંગ થયું છે, તે પિસ્તોલ યુવક પાસેથી મળ્યા બાદ તે ખરેખર…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદમાં ખાનગી શાળામાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી..આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ કાર્યક્રમની પ્રાર્થના દ્વારા શરૂઆત કરી હતી. દિવ્યાંગ બાળકોએ અન્ય ગીતો પણ રજૂ કર્યા હતા. દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલા નાટકમાં બાળકની ઇચ્છાશક્તિ અને તેની વૃત્તિને વ્યક્ત કરવામા આવી…

કેસુડાના કેસરિયા માહોલ વગર ધૂળેટી અધુરી : ઔષધ તરીકે ૫ણ ઉ૫યોગી

કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે. ઔષધીય રીતે કેસુડાના ફૂલો ગુણકારી હોવાના સંશોધનો પણ થઇ ચૂક્યા છે. ત્યારે…

રાજ્યભરમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયોમાં તળિયા દેખાયા, પાણીની તંગી

ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં ડેમના તળિયા દેખાવવાના શરૂઆત થઈ છે. ત્યારે  સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના 204 સિંચાઈ જળાશયોમાં બધું મળીને 41.52 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગનો સત્તાવાર અહેવાલ સામે…

ભૂજમાં ભચાઉ નજીક 4.1ની તિવ્રતાના ભૂકંપથી લોકોમાં દોડધામ

ભૂજમાં ભચાઉ નજીક 4.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર દક્ષિણમાં નોંધાયુ છે. ભૂકંપના આંચકાને પગલે ઉંચી ઈમારતમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. બપોરે 4.10 વાગ્યાની આસપાસ આ આંચકો નોંધાયો હોવાનું જાણવા મળ્યુ છે….

કચ્છના કોટેશ્વરના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી આવી

કચ્છના કોટેશ્વરના ક્રિક વિસ્તારમાં બીએસએફ 108 બટાલિયને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ બોટમાંથી માછીમારી માટે જરૂરી સામગ્રી મળી છે. બીએસએફની 108 બટાલિયન પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે શંકાસ્પદ પાકિસ્તાની બોટ જોવા મળી હતી. જે બાદ બીએસએફના…

મોટાભાડિયા : યુવકની લાશના ટુકડા કરી પાણીના બોરમાં નાખી દેવાઈ, ધૃણાસ્પદ મામલો

કચ્છ જિલ્લાના માંડવીના મોટા ભાડિયા ગામના યુવકની ચકચારી હત્યાનો મામલો પ્રકાશમાં અાવ્યો છે. અા ચકચારી હત્યાકાંડ અંગે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. અત્યંત ધૃણાસ્પદ અા કેસમાં દેવાંગ ગઢવી નામના યુવકની હત્યા નિપજાવી લાશના ટુકડા કરી પાણીના બોરના કાણામાં ફેંકી દેવામાં…

ગાંધીધામ : ૩૦૦ કામદાર, 40 લાખનુ બજેટ, છતાં શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ !

કચ્છના આર્થિક પાટનગર એટલે ગાંધીધામમાં દેશનું સૌથી મોટું બંદર કંડલા પોર્ટ આવેલું છે. ત્યારે ગાંધીધામ ભાજપ શાસિત નગર પાલિકા અનેક વાર સફાઈ અભિયાનના નામેં નાટક કર્યુ છે. આર્થિક પાટનગર સુંદર રાખવા પાલિકા ચાલીસ લાખ રૂપિયા વેડફે છે. છતાંય શહેરમાં કયાંય…

ભૂજ: સસ્તા અનાજના કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

ભુજમાં સસ્તા અનાજની દુકાનોમાં બીપીએલ કાર્ડના નામે મસમોટું કૌભાંડ ચાલતુ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે બોગસ બીપીએલ યાદી મીડિયા સમક્ષ જાહેર કરી સમગ્ર કૌભાંડની તપાસ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે જ યોગ્ય તપાસ નહીં થવા પર હાઇકોર્ટમાં જવાની…

જુઓ સમગ્ર ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ હર હર મહાદેવના નાદ ગૂંજ્યા?

સુરતના શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી.મંદિરોમાં સવારે છ વાગ્યાથી ભક્તોએ હર હરના નાદ સાથે દેવાધિદેવને બિલ્વપત્ર અને દુગ્ધાભિષેક કરી ધન્ય થયા હતા.અઠવાલાઈન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિરને ખાસ લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. તાપી મહાશિવરાત્રિ પર તાપીના વ્યારાના બાલપુર ખાતે કર્દમેશ્વર…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (09/02/2018)

સુરત સુરત કામરેજના માનસરોવર રેસિડેન્સીના ત્રીજા માળેથી કુટણખાણું ઝડપાયું હતુ. જયાં 1 રૂપલલના અને 5 જેટલા ગ્રાહકો ઝડપી લેવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. આજે ફરીવાર એક લલના અને 5 ગ્રાહકો સાથે આવતા સ્થાનિકોએ…

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પત્ની સાથે કચ્છની મુલાકાત લીધી

સચિન તેંડુલકર પત્ની અંજલી અને ચાર મિત્રો સાથે કચ્છની મુલાકાતે આવ્યા છે. સચિન તેંડુલકર સવારે આઠ વાગ્યે જેટ એરવેઝની ફ્લાઈટમાં ભુજ એરપોર્ટ પહોંચ્યા. તે સમયે ક્રિકેટ ફેન્સ તેમની એક ઝલક જોવા એરપોર્ટ પહોંચ્યા હતા. સચિને ભુજ એરપોર્ટથી પત્ની અંજલી સાથે…

આશરે 300 વર્ષ જૂની કળાને જાળવવા ફક્ત એક જ પરિવાર, રોગાન આર્ટ નાશ:પ્રાય થવાના આરે

કચ્છનું નાનકડું એવું નિરોણા ગામ કલાના પંચતીર્થ તરીકે પ્રખ્યાત છે. અને આ નિરાણા ગામની રોગાન આર્ટ વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ આ કળાને જાળવવા ફક્ત એક જ પરિવાર કમર કસી રહ્યો છે. કચ્છના નિરોણા ગામને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવનાર રોગાન આર્ટ…

આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કંડલા પાસે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતાં સુરક્ષા એજન્સીઓ સંતર્ક

દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જોડાયેલો વેરાન જિલ્લો કચ્છ. કચ્છમાંથી આતંકીઓ વારંવાર ઘુસણખોરીના પ્રયાસો કરતા હોય છે. માટે આતંકીઓના મનસૂબાને નેસ્તનાબૂદ કરવા માટે આપણા સૈન્ય જવાનો દિવસ રાત અહીં બાજનજર બનાવીને રાખે છે. સતત સર્વેલન્સ રહે છે અને આજ સર્વેલન્સમાં પકડાયા…

આખરે આતંકીઓ શા માટે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરે છે?

યુનાઇટેડ અરબ અમિરાતમાં જેનું હેડ કવાર્ટર છે તે થુરાયા સેટેલાઇટ ફોન અને અન્ય સેટેલાઇટ ફોન શા માટે આતંકીઓની પસંદગીના ફોન બન્યા છે. આખરે એવું તો શું કારણ છે કે આતંકીઓ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરે છે. દેશમાં થયેલા આતંકી હુમલાઓમાં જ્યારે…

કંડલા-મુંદ્રામાં ટ્રાન્સપોર્ટ ભાડામાં છ ટકાનો વધારો, સહકાર ન આ૫નારનો બહિષ્કાર

કચ્છના કંડલા-મુંદ્રા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને ટ્રાન્સપોર્ટ ભાડામાં છ ટકાનો વધારો કર્યો છે. ઈંધણના ભાવમાં અવારનવાર થઈ રહેલા વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠકમાં સર્વાનુ મતે ભાડામાં વધારાને મંજૂરી મળી ગઈ છે. વાહનોના સ્પેરપાર્ટ, ટાયર, વીમા પ્રિમીયમ અને રોડ ટેક્સમાં 20 ટકાનો…

2001ના એ ધરતીકંપે કચ્છને જ્યારે ખતમ કરી નાખ્યુ!

2001નો એ કાળમુખો ધરતીકંપ અનેક જિંદગીઓને ભરખી ગયો હતો.પરંતુ કહેવાય છેને કે ધરતીકંપ પહેલા પણ એક કચ્છ ખીલેલું હતું.અને કાળચક્રની થપાટમાં કરમાઇ ગયેલુ કચ્છ આજે ફરી ખીલ્યુ છે.જેના પરથી કહી શકાય કે સમયનું ચક્ર અને જીવનની રફતાર ક્યારેય અટકતી નથી….

26 જાન્યુઆરી : જ્યારે કચ્છમાં લાશોના ઢગલા લારીઓમાં લઈ જવાયા હતા

26 જાન્યુઆરી આ દિવસ જો બોલવામાં આવે તો ગણતંત્ર દિવસ જ મનમાં આવે. પરંતુ જો 26 જાન્યુઆરી 2001 કહેવામાં આવે તો એ કાળમુખો દિવસ યાદ આવી જાય. જેની કલ્પના માત્રથી આજે પણ કંપારી છૂટી જાય છે. આજે પણ એ દિવસને…

૫દ્માવત વિવાદ : આજે ગુરૂવારે સમગ્ર રાજ્યમાં બંધની ક્યાં કેવી અસર ?

જામનગર : જામનગરમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારાઓ દ્વારા દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ થયો છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યુવાનો પહોંચ્યા હતા. અને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાળવામાં આવ્યો…

રાજ્યના મહિલા મંત્રી વિભાવરીબેન લંડનમાં ફસાયા : પાસપોર્ટ, સામાન આગમાં ખાખ

ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે લંડનમાં ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. લંડનની મુલાકાત દરમ્યાન વિભાવરીબેન દવે જે હોટલમાં રોકાયા હતા તે હોટલમાં મોડી રાત્રે આગ લાગતા તેમના પાસપોર્ટ સહિત અન્ય સામાન બળીને ખાક થઇ ગયો છે….

વિધાનસભાના પ્રોટેમ્પ્ટ સ્પિકર તરીકે નીમાબેન આચાર્ય : બપોરે ધારાસભ્યોને શ૫થ લેવડાવશે

ધારાસભ્યોને શપથ અપાવતા પહેલા નિમાબેન આચાર્યની પ્રોટેમ્પ્ટ સ્પીકર તરીકે રાજભવનમાં શપથવિધી યોજાઇ હતી. તેમની શપથવિધીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ  વિરોધ પક્ષના નેતા અને રાજ્યના ચીફ સેક્રેટરી હાજર રહ્યા હતાં. રાજભવનમાં યોજાયેલી આ શપથવિધિ બાદ બપોરે પ્રોટેમ્પ્ટ સ્પીકર નિમાબેન આચાર્ય બાકીના…

ભૂજ: આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર છરી વડે હુમલો

ભુજ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. હત્યા કેસમાં જૂનાગઢ જેલમાંથી પેરોલ મેળવી નાસતા ફરતાં આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસ કર્મીને ખાનગી હોસ્પિટલમાં સારવાર…