Archive

Category: Gandhinagar

સાણંદમાં ટાટા નેનો કારનું ઉત્પાદન ઠ૫ : વર્ષે અઢી લાખ કારનું ઉત્પાદન નક્કી કરાયુ હતું !

સાણંદમાં ટાટા નેનો મોટર્સનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. વિધાનસભામાં સરકારે એક પ્રશ્નના જવાબમાં કબૂલાત કરી છે. કોંગ્રેસના પૂંજાભાઈ વંશના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ટાટા મોટર્સ સાથે થયેલા કરાર મુજબ પ્રતિ વર્ષ અઢી લાખ નેનો કારનું ઉત્પાદન કરવાનું…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગાંધીનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીવાના પાણીની અછત મુદ્દે ચર્ચા થઈ હતી. પીવાના પાણીને જ પ્રાથમિકતા આપવા સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીની ચોરી અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચન કરાયું છે. તો…

વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ મામલો : ધારાસભ્યના સસ્પેન્શન પર કોંગ્રેસની દલીલ

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ સામે  થયેલી અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો વધુ એક વખત ગૃહમાં ગાજ્યો હતો. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી આ આ દરખાસ્તને થાળે પાડવા હવે બંને પક્ષો પ્રયાસ કરી રહ્યા છે. ખુદ સીએમ વિજય રૂપાણીએ ગૃહની ગરિમાને યાદ કરીને બંને પક્ષે…

રાજ્યમાં સરકારી અને ખાનગી ITI માં 13 હજારથી વધુ બેઠકો ખાલી

વિધાનસભા ગૃહમાં રાજ્યની આઇટીઆઇમાં ખાલી બેઠકનો મુદ્દો ગુંજ્યો હતો. જેમાં આઇટીઆઇમાં અનેક જગ્યાઓ ખાલી હોવાના આંકડાઓ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ 220 સરકારી અને 217 ખાનગી આઇટીઆઇ સંસ્થાઓ છે. જે પૈકી સરકારી આઇટીઆઇમાં 13 હજાર 469 બેઠકો ખાલી રહી છે….

બે વર્ષમાં 129 ગામડામાંથી ગૌચર ગાયબ : કૂલ 2754 ગામડામાં નથી ગૌચર !

રાજ્યમાં બે વર્ષમાં 129 ગામડામાં ગૌચર ગાયબ થયા. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે ખુલાસો કર્યો કે બે વર્ષમાં 129 ગામડામાં ગૌચર ઓછા થયા છે. સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં 318 ગામડાં ગૌચર વગરના છે. આમ રાજ્યમાં 31 જિલ્લામાં…

સસ્પેન્ડેડ ધારાસભ્યો : કોંગ્રેસ હાઈકોર્ટ સુધી લડશે, અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર

ગુજરાત વિધાનસભામાંથી ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સામે સસ્પેન્શનનો મામલો વકરતો જાય છે. ગૃહના ઇતિહાસમાં સૌથી અાકરી સજા કોંગ્રેસના ત્રણ સભ્યોને અાપવામાં અાવતાં કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. અા અંગે વિપક્ષ અે શાસક પક્ષના અગ્રણીઅો વચ્ચે બેઠકોના દોરનો કોઇ નિવેડો અાવી…

કોંગ્રેસનો દાવો, દલિતો પરના અત્યાચારમાં ગુજરાત દેશભરમાં 5મા ક્રમે

રાજ્યમાં દલીતો પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં રાજ્ય સરકારને ઘેરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવાનો દાવો ભાજપ સરકાર કરે છે. પરંતુ દલિતો પરના અત્યાચારોમાં ગુજરાત પાંચમાં નંબર પર છે. બીજી તરફ કાયદા…

આંગણવાડીના બાળકોને ભરપેટ મધ્યાહ્ન ભોજન માટે સરકાર આપે છે 6થી 9 રૂપિયા !

રાજ્યની ભાજપ સરકાર ગરીબ અને સામાન્ય વર્ગની હોવાનો દાવો અનેક વખત કરતી હોય છે. પરંતુ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો સાથે જાણે કે સરકાર મજાક કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. સરકાર આંગણવાડીના બાળકોને પોષણક્ષમ આહાર આપતી હોવાનું જણાવે છે. પરંતુ…

રાજ્યમાં બે વર્ષમાં એક ૫ણ શિક્ષકની નિમણૂંક નથી કરાઇ ! : સરકારની કબૂલાત

ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગાજ્યો. કોંગ્રેસના ધારાસભ્યો કુંવરજી બાવળિયાએ સવાલ કર્યો જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની ભરતી માટે ટેટની પરીક્ષા લેવાઈ નથી. જેથી બે વર્ષથી એક પણ શિક્ષકોની નિમણૂક થઈ નથી. તો ધારાસભ્ય અરવિંદ…

મોદીનો વારસો રૂપાણીએ પણ જાળવ્યો : ઉત્સવોની ઉજવણીમાં કરોડોનું આંધણ

રાજ્યમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે વિવિધ મહોત્સવની ઉજવણી શરૂ કરાવી હતી. જે રૂપાણી સરકારે પણ આગળ ધપાવી રાખી છે. રાજ્ય સરકારે પતંગ મહોત્સવ, નવરાત્રી, પોળો ઉત્સવ જેવા 14 જેટલા ઉત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા છે. વર્ષ…

ઉતરસંડાના ગ્રામજનોએ ગાંધીનગરમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી સામે માંડ્યો મોરચો

ગાંધીનગરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉતરસંડાના ગ્રામજનોએ વિરોધ વ્યકત કર્યો હતો. ઉતરસંડા ગામની વચ્ચે બની રહેલા બાયોવેસ્ટ પ્લાન્ટને લઇને ગ્રામજનો પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા અને આક્રોશ સાથે રજૂઆત કરી હતી. ગ્રામજનોની માંગણી છે કે બાયોવેસ્ટ પ્લાન્ટને…

કોંગી ધારાસભ્યે આરોગ્યનીતિ મુદ્દે કર્યા સરકાર પર પ્રહાર

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી બાદ બજેટની આરોગ્યની પૂરક માગણીઓ અને મતદાન મુદે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ દ્વારા રાજય સરકારની આરોગ્ય નીતિ મુદે પ્રહાર કરવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રાજયમાં ડોકટરો અને સર્જરીના સાધનોની ઘટ હોવાના ગંભીર આક્ષેપ સરકાર…

રાજ્યના કાયદા-વ્યવસ્થા અંગે ચર્ચા : ગૃહ વિભાગ પોલીસ કર્મીઓના હિત માટે ચિંતિત

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા યોજાઇ હતી. ગૃહમાં રાજ્યના ગૃહ વિભાગ, પોલીસ અને જેલ જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કાયદો અને વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકારની નીતિ અને કામગીરી પર સવાલો…

સરકાર પોલીસ કર્મચારીઓને તેમના ગુલામ સમજે છે : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના આક્ષે૫

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા યોજાઇ હતી. ગૃહમાં રાજ્યના ગૃહ વિભાગ, પોલીસ અને જેલ જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કાયદો અને વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકારની નીતિ અને કામગીરી પર સવાલો…

અમદાવાદની હાઇપ્રોફાઇલ શાળાની બહાર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગૃહમાં દારૂનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે અમદાવાદની હાઈપ્રોફાઈલ શાળાની બહાર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે. રાજ્યની ચેકપોસ્ટો પર બેરોકટોક સરકારની મીઠી નજર હેઠળ દારૂ સપ્લાય થાય છે તેવા આક્ષેપો કર્યા. ત્યારે ગૃહપ્રધાન પ્રદીપસિંહ…

રાજ્યસભાની રાજકીય નાટકબાજીનો અંત : રાણા અને વાલેરાએ ફોર્મ ૫રત ખેંચ્યા

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના આજે આખરી દિવસે ભાજ૫ના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના પી.કે.વાલેરાએ ઉમેદવારી ૫ત્રો ૫રત ખેંચી લેતા ગુજરાતમાં ચારેય બેઠક ઉ૫રના ઉમેદવારો બિનહરિફ થઇ ગયા છે. જેમાં ભાજ૫ના પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસના નારણ…

આજ રાત્રીથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે

રાજ્યમાં આજ રાત્રીથી નર્મદા ડેમની માઈનોર, સબ માઈનોર તથા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી આપવાનું બંધ થશે. આજથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે. પાછલા વર્ષે નબળું ચોમાસુ અને ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં નર્મદા સરદાર સરોવરમાં આ વખતે પાણીનો જથ્થો…

આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે આખરી દિવસ છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી ત્રણ જ્યારે કે કોંગ્રેસ તરફથી બે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે. અનેક વાંધા-વચકાઓ વચ્ચે ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. ભાજપ…

વિધાનસભામાં મારામારી અંગે નીતિન ૫ટેલે શું કહ્યુ ? જૂઓ VIDEO

ગુજરાત વિધાનસભામાં મારામારી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે ભાજ૫ના કોઇ સભ્ય અ૫શબ્દો બોલ્યા જ નથી.  

અગાઉ પણ ગુજરાત વિધાનસભા ગૃહમાં થઇ ચૂકી છે મારામારી : જૂઓ VIDEO

એવુ નથી કે વિધાનસભામાં મારામારીની ઘટના પ્રથમ વખત બની હોય. આ પહેલા પણ ગુજરાત વિધાનસભામાં ગત વર્ષે 23મી ફેબ્રુઆરીના રોજ મારામારીના ઘટના બની છે. જેમાં ખેડૂતોના આપઘાતના મામલે ચર્ચા દરમ્યાન તત્કાલિન મંત્રી ચિમનભાઈ સાપરીયા જવાબ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના…

કોંગ્રેસના અમરીષ ડેર, વિક્રમ માડમ અને પ્રતાપ દૂધાત સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગૃહની કામગીરી પુરી થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ પ્રશ્નો પુછતા અટકાવતા ભાજપે વિરોધ કર્યો હતો. વિરોધપક્ષના નેતાએ પણ વિક્રમ માડમને પ્રશ્નો પુછવાની છૂટ આપી પરંતુ ભાજપે…

કોંગ્રેસના MLA ડેર – દૂધાત ત્રણ વર્ષ માટે અને બળદેવજી 1 વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં આજે બનેલી છૂટાહાથની મારામારીની ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્યો અમરીશ ડેર અને પ્રકાશ દૂધાતને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ અંગેની દરખાસ્ત કરી હતી બાદમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં અાવ્યા છે. વિધાનસબા પરિસરમાં પણ…

ભાજ૫ના સભ્યો ગાળો બોલ્યા નથી–નીતિન ૫ટેલ : વિડિયો CD પ્રજા સમક્ષ મૂકો-ધાનાણી

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મારામારીની કલંકિત ઘટના બાદ રાજકીય નિવેદનો શરૂ થઇ ગયા છે. સરકાર તરફથી ખૂલાસો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલે જણાવ્યુ છે કે, ભાજ૫ના કોઇ ધારાસભ્ય ગૃહમાં અ૫શબ્દો બોલ્યા જ નથી. જ્યારે વિરોધ ૫ક્ષના નેતા ૫રેશ ધાનાણીએ CCTV ફૂટેજને…

જૂઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારીનો LIVE VIDEO

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ અને ભાજ૫ના ધારાસભ્યો વચ્ચે છૂટાહાથની થયેલી મારામારીની કલંકિત ઘટનાને લઇને વિધાનસભાના ઇતિહાસને કાળુ કલંક લાગ્યુ છે. ત્યારે જૂઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે કેવી રીતે મારામારી થઇ હતી ? તેનો LIVE VIDEO  

વિધાનસભા કલંકિત, ધારાસભ્યો વચ્ચે છુટાહાથની મારામારી

વિધાનસભા ગૃહમાં સૌથી કલંકિત ઘટના બની છે. ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયાછે. સાવરકુંડલાના કોંગ્રસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે મારામારી થઈ છે. બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી થઈ. કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ…

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં પાણી મુદ્દે ચર્ચા થશે. ખાસ કરીને નર્મદાના નીર આવતીકાલથી સિંચાઈ માટે બંધ થશે તે મુદ્દે મહત્વની ચર્ચા વિચારણા થશે. નર્મદા ડેમમાં આ વર્ષે…

નારણ રાઠવાનું ફોર્મ માન્ય થતાં કોંગ્રેસે હાશકારો અનુભવ્યો

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસે કાઢેલા વાંધા-વાચકાઓ વચ્ચે બંને પક્ષોના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના ત્રણેય ઉમેદવારો તેમજ કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ વાંધા સાથે માન્ય રાખવામાં આવ્યા છે. વાંધા અંગે હવે…

રાજ્યસભાની ચૂંટણી : ભાજપના વિરોધ વચ્ચે ચૂંટણી અધિકારીએ નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું

રાજ્યસભાની ચૂંટણીમાં નારણ રાઠવાનુ ફોર્મ ચૂંટણી અધિકારીએ માન્ય રાખ્યું છે. તેમ છતાં તેમણે રજૂ કરેલા દસ્તાવેજોને લઇને વિવાદ હજુ યથાવત છે. ખાસ કરીને રાઠવાએ રજૂ કરેલા નો-ડ્યુ સર્ટિફિકેટને લઇને ભાજપે સવાલ ઉઠાવ્યા છે. લોકસભા સેક્રેટરીએટ તરફથી ઇશ્યૂ થયેલા આ સર્ટિફિકેટને…

કોંગ્રેસનો આક્ષેપ, ભાજપની સરકારે ખેડૂતોને દગો દીધો

વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસે ભાજપ સરકારની આકારી ઝાટકણી કાઢી છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવી સરકાર પર વાકપ્રહારો કર્યા હતા. તેમણે ભાજપ સરકારે ખેડૂતોને ગુમરાહ કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે…

રાજ્યમાં બેરોકટોક ચાલતો નકલી દૂધનો કારોબાર, આવનારી પેઢીને ખતમ કરી નાખશે

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિધાનસભા નકલી દુધનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે નકલી દુધ મોટો પ્રશ્ન છે. રાજ્યમાં બેરોકટોક નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો છે. જે આવનારી પેઢીને ખતમ કરી નાંખશે. બજારમાં નકલી દૂધ વેચવાનો ગોરખધંધો કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી…