Archive

Category: Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે 300થી વધુ સ્થળે ગણેશ ચતુર્થીની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પણ ખૂબજ હર્ષોલ્લાસથી ગણેશ તહેવારની ઉજવણી થઇ રહી છે. સમગ્ર જિલ્લામાં અંદાજે 300થી વધુ જગ્યા પર વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો ખંભાળીયા ગણાત્રા હોલ ખાતે બિરાજમાન થયેલા મન્નતો કા રાજાના દર્શન કરવા ભક્તોની મોટી કતારો…

ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણયને લોકો પણ બિરદાવી રહ્યા છે

રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજયમાં રાસ ગરબાની હરીફાઇ દ્વારકાના જિલ્લાનાં ભાટિયા ખાતે યોજાઇ રહી છે. જેમાં જિલ્લાના વિવિધ તાલુકાની ટીમોએ અર્વાચીન તથા પ્રાચિન રાસ ગરબા પ્રસ્તુત કરાયા. જિલ્લા સ્તરની સ્પર્ધામાં ખંભાળિયાની ઉત્તર બુનિયાદી સ્કૂલની ટીમ…

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 25 કરોડનું કૌભાંડ, જાણો કોણ છે આ ભૂમાફિયા

દેવભૂમિ દ્વારકામાં ફરી જમીન કૌભાંડ સામે આવ્યું છે. ખંભાળિયા તાલુકામાં મામલતદારે મોટી કાર્યવાહી કરીને 25 કરોડનું જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મામલતદારની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. ભૂમાફિયાઓએ ખોટી રીતે…

દ્વારકાઃ ભાણવડમાં ટ્રકમાં ઈંગ્લીશ દારૂની 14,256 પેટીઓ ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. ભાણવડ તાલુકા રાણપર ગામેથી મહારાષ્ટ્ર પાસીંગ વાળી ટ્રકને પોલિસે ઝડપી લીધી હતી. ટ્રકમાં ઈંગ્લીશ દારૂની પેટી 14256 અને ટ્રક સહિત રૂપિયા 689,06,900નો મુદામાલ એલસીબી દ્વારા કબજામાં લેવાયો. દારૂ મંગાવનારા…

સૌરાષ્ટ્રમાં ક્યાંક સજ્જડ બંધ જોવા મળ્યો તો ક્યાંક ધમધમાટ

કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધની સૌરાષ્ટ્રમાં મિશ્ર અસર જોવા મળી. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો. તો મોટા ભાગના શહેરો તેમજ ગામોમાં મુખ્ય બજારો ધમધમતી જોવા મળી હતી. વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રના વિવિધ નગરોમાં મુખ્ય બજારો તેમજ…

જુઓ VIDEO: આ પાંચ જિલ્લામાં પણ પેટ્રોલ મુદ્દે ભારત બંધની અસર

પેટ્રોલ -ડીઝલ ભાવ વધારા ને લઈ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના પગલે જામનગરમાં પણ અસર જોવા મળી હતી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત ભાનવડ પંથકમાં જ બંધના અસર જોવા મળી હતી. ભાણવડ પંથકમાં જ કોંગ્રેસી કાર્યકરો રોડ પર દેખાઇ…

દ્રારકા : ચાર વર્ષની બાળકી બાઇકની હડફેટે આવી, દ્રશ્યો CCTVમાં થયા કેદ

દ્વારકા જિલ્લાના ભાણવડમાં ચાર વર્ષની બાળકી રમતાં રમતાં રસ્તા વચ્ચે આવી જતાં બાઇકની હડફેટે ચડી ગઇ હતી. સીસી ટીવીમાં કેદ થયેલ દ્રશ્યોને જોતાં બાઇક ચાલક નિર્દોષ જણાઇ રહ્યો છે. જોકે બાઇકની હડફેટે આવેલ બાળકીને માથાના ભાગે ઈજા થતા ચાર ટાંકા…

દ્વારાકઃ બેંકમાં 100 લોકો વચ્ચે લૂંટારુ પોતાનું કામ પતાવી ચાલ્યા ગયા અને…

દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સરેઆમ લૂંટારાઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. શહેરના ભરચક વિસ્તાર દરબાર ગઢ પાસે સેન્ટ્રલ બેન્ક બાહર કરાઈ લૂંટારાઓએ 78,000ની ચીલઝડપ કરવામાં સફળ રહ્યા હતા. લાલપરડા ગામના યુવાન નાથાભાઈ ડુવા બેંકમાં નાણાં જમા કરવા જતી વેળાએ કરાઈ ખુલ્લેઆમ…

ખંભાળીયા રોડ પર અકસ્માતમાં કલ્યાણપુરના એન આર આઇ ઉદ્યોગપતિનું મોત

ખંભાળીયા રોડ પર આરધનાધામ પાસે  વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ઇકો કાર, આર્ટીગા કાર અને બે ટ્રક વચ્ચે અથડામણ થવા પામી હતી. અકસ્માતને કારણે રસ્તા પરનો ટ્રાફિક થોડા સમય માટે બાધિત થયો હતો. આ ચોબલ અકસ્માતમાં કલ્યાણપુરના એન…

દ્વારકાઃ જામરાવલ નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ચાર સભ્યોએ બળવો કરતા ભાજપની જીત

દ્વારકાના જામરાવલ નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુટણીમાં ભાજપનો વિજય થયો છે. પ્રાંતઅધિકારી અને ચીફ ઓફિસરની હાજરીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીમાં કોંગ્રેસના ચાર સભ્યોએ બળવો કરતા ભાજપે જામરાવલ નગર પાલિકામાં સતા કબ્જે…

દ્રારકા : સ્કોર્પિયો ગાડી પલટી જતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત

ભાટીયા દ્વારકા હાઇવે પર બતડીયા પાટિયા પાસે સ્કોર્પીયો ગાડી પલટી  ખાઇ જતા અકસ્માતના સમાચાર છે. કારના ડ્રાયવરે કારના સ્ટેયરીંગ પર પોતાનો કાબૂ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઇ હતી. કારમાં દ્વારકાનું એક પરિવાર મુસાફરી કરી રહ્યુ હતું. પરિવારની એક મહિલાનું અકસ્માતના…

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી જોઈ લો એકસાથે

ડાકોર ડાકોરમાં પણ મધરાતે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાઇ. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ભક્તોએ ભાવથી વધાવ્યો હતો. બાદમાં લાલજીને પંચામૃત સ્નાન કરાવાયું હતું. અહી મંદિરમાં બિરાજમાન રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ…

કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની

શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા નગરી શ્રીકૃષ્ણમય બની ગઈ હતી. રાત્રીના ૧૨ના ટકોરે ભગવાન દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં દ્વારકાવાસીઓ અને બહારથી મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો. જન્માષ્ટમીનું પર્વ એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ…

જુઓ સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની ઊજવણી કેવી થઈ?

દ્વારકામાં આજે જન્માષ્ટમીના દિને કાન્હા વિચાર મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. 56 યાદવ દ્વારા દ્વારકામાં સૌપ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રાના પ્રસ્થાન સમયે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર, ગુજરાત રાજ્યના મંત્રી વાસણભાઈ આહિર, સ્થાનિક રાજકીય…

કૃષ્ણનના દ્વારકાધામમાં જાણો દ્વારનો શું છે અર્થ

સનાતન ધર્મના ચાર પ્રમુખ ધામમાંથી એક ધામ એટલે દ્વારકાધામ. દ્વારનો અર્થ થાય દરવાજો અને કાનો અર્થ થાય છે પ્રભુ.  અને આનો અર્થ થાય છે પ્રભુને પ્રપ્ત કરવાનો દરવાજો. એટલે જ બધી પુરીઓમાંથી એક દ્વારકા પુરીને મોક્ષ પુરી કહેવામાં આવે છે….

દ્રારકા : માણો મોક્ષપુરી નગરીની એક ઝલક જ્યાં શ્રદ્ધાળુઓનું કીડીયારુ ઉમટી પડે છે

દ્વારકામાં સદીઓથી શ્રીકૃષ્ણ ભગવાનના જીવનચરિત્રના મહત્વના દિવસો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોના કથન મુજબ જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન વગર અધુરી ગણાય છે. કદાચ એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે…

દેવભૂમિ દ્રારકામાં ભગવાન કૃષ્ણને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ

દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી કૃષ્ણ ભક્તો ગઈકાલથી જ કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાએ ભગવાન કૃષ્ણની નગરી છે. ભગવાન દ્વારકામાં સાક્ષાત સ્વરૂપે મનાય છે. ત્યારે કૃષ્ણ જન્મના પર્વ પર વિશેષ પૂજા-અર્ચના,…

વિશ્વભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી, દ્વારકામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

જન્માષ્ટમીના પર્વને લઈને કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો ધરાસો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં આજે વિશેષ પૂજન અર્ચન અને નૈવૈધ ધરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બીજીતરફ, દ્વારકા મદિરની ધજા બદલવાની વિધિ સંપન્ન થઈ છે. આજે દિવસાં પાંચ વખત ધ્વજા બદલવામાં…

હાર્દિકના આંદોલનની આગ ધીમે ધીમે પ્રસરી રહી છે, આ શહેરોમાં પણ થયું કંઈક આવું

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે રાજકોટના પડધરીમાં પાસના આગેવાનોએ રેલી કાઢી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાસના આગેવાનોએ ખેડૂતોનું દેવુ અને પાટીદારોને અનામત આપવા માટે માગ કરી. હાર્દિક પટેલના આંદોલનને સરકાર દ્વારા તોડી પાડવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. ભાવનગરના…

દેબભૂમિ દ્વારકાઃ ચોરીના અનેક કેસમાં રીઢા આરોપી અંતે પોલીસના સકંજે ચડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેમજ આસ પાસના વિસ્તારોમાં ચોરી તેમજ ચીલઝડપ કરનાર રીઢા ગુનેગારોને જિલ્લા SOGએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી SOGએ 1 લાખ 70 હજારનો મુદ્દામાલ તેમજ 70 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ દ્વારકા જિલ્લામાં ઘરફોડ ચોરીના 2…

દેવભૂમિ દ્વારકામાં પકડાયેલા હેરોઇનનું કનેક્શન જમ્મુ કાશ્મીર અને ઉતર ભારતમાં નીકળ્યું

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરેથી એટીએસએ ઝડપેલા પાંચ કિલો હેરોઈનને લઈને તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સમગ્ર કેસમાં જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતનું કનેકશન સામે આવ્યુ છે. ઉત્તર ભારતમા હેરોઈન સપ્લાય કરનાર આરોપીના નામ સામે આવ્યા છે. જેમાં અમૃતસરના સીમરનજીત…

ઓખા નજીક દરિયાઇ વિસ્તારમાંથી નવ પાકિસ્તાની બોટ ઝડપાઇ

ઓખા નજીકના દરિયાઇ વિસ્તારમાંથી નવ પાકિસ્તાની સાથે બોટ ઝડપાઇ છે. ઓખા કોસ્ટગાર્ડની મીરાંબહેન શીપે પાકિસ્તાની બોટ ઝડપી છે. અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા વટાવી ભારતીય જળસીમાં ઘુસેલી આ પાકિસ્તાની બોટ પકડાઇ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ…

દ્વારકાઃ પાણીના પ્રશ્નોથી પરેશાન થઈ એસડીએમ કચેરીએ કેરોસીન છાંટી વૃદ્ધે કર્યો આપધાતનો પ્રયાસ

દેવભૂમિ દ્વારકાના સિનીયર સીટીઝને એસડીએમ કચેરીએ કેરોસીન છાંટી આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જયસુખ પંડ્યા નામના વ્યક્તિએ પાણી પ્રશ્ને પરેશાન હતા. વર્ષોથી પાણી માટે રજૂઆત કરી પરંતુ સમસ્યા ન ઉકેલાતા આખરે પ્રાંત કચેરી દ્વારકા પાસે કેરોસીન…

એટીએસનો ખુલાસો, સ્લીપર સેલ એક્ટિવ કરી આતંકી ફંડ એકઠું કરવાનો કારસો

દ્વારકાના સલાયા ખાતેથી એટીએસએ ઝડપેલા ડ્રગ્સમાં ખુલાસો થયો છે. ડ્રગ્સ સપ્લાય કરનાર અઝીઝ નામના શખ્સે પોતાને મળેલા 34 લાખ રૂપિયા ક્યાં વાપર્યા તેની તપાસ થવાની છે. તેણે રૂપિયા 34 લાખમાંથી મિલકત ખરીદી હોવાની પણ એટીએસને આશંકા છે. આતંકી ફંડ એકઠુ…

દેવભૂમિ દ્વારકાના સલાયામાં ઝડપાયેલા હેરોઇન મામલે થયો ખુલાસો

દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતેથી ઝડપાયેલા 5.5 કિલો હેરોઈન મામલે ખુલાસો થયો છે. આ હેરોઈન જહાજ મારફતે સલાયા પહોંચ્યુ હતુ. ઓસ્ટ્રેલિયન નેવી એ ઝડપેલા ડ્રગ્સનો જથ્થો અઝીઝના વહાણમાંથી ઝડપાયો હતો.   મધદરિયેથી રફીક નામના શખ્સે હેરોઇનનો જથ્થો મેળવી અઝીઝને આપ્યો હોવાના…

દ્વારકા : પોલીસની દબંગાઇ, રિવોલ્વર દેખાડી આરોપીને ઢોર માર માર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસની બેહરમીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ દ્વારા રિવોલ્વર દેખાડી આરોપીને ઢોર માર મારતો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ વીડિયો સલાયાનો હોવાનું તેમજ પોલીસકર્મી પણ સલાયા મથકના હોવાનું ચર્ચાય રહ્યું છે….

જો તમે આજે અહીંયા પહોંચ્યા હોત તો શની દેવની અસીમ કૃપા પ્રાપ્ત થાત

દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીર હાથલા ગામે ભક્તોનું ઘોડાપુર આવ્યુ છે. શનિવાર અને શનિ અમાસનો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો હાથલા ગામે દર્શન માટે પહોંચ્યા હતા. હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે.. 1500 વર્ષ જૂના શનિદેવના મંદિરનું અનેરુ મહત્વ…

હાર્દિકે રૂપાણી સરકારને અંગ્રેજો સાથે સરખાવી અને પોતાને કોની સાથે સરખાવ્યો જાણવા કરો ક્લિક

પાસ કન્વીનર હાર્દિક પટેલની વિજય સંકલ્પ યાત્રાનું દ્વારકામાં સમાપન થયુ છે. ભાવનગરના દડવાથી શરૂ થયેલી હાર્દિકની વિજય સંકલ્પ યાત્રા આજે દ્વારકા પહોંચી હતી. હાર્દિક પટેલે દ્વારકાધીશને શિશ ઝુકાવ્યુ હતુ. તેમજ ધ્વજા રોહણ કાર્યક્રમમાં પણ હાર્દિક ઉપસ્થિત રહય હતો અને આજે…

દ્વારકા જવાહર નવોદય વિદ્યાલયમાં હજુ ગત વર્ષનું પરિણામ નથી થયું જાહેર

દ્વારકામાં જવાહર નવોદય વિદ્યાલયનું  પરિણામ જાહેર કરવા બાબતે વિદ્યાર્થી સંગઠને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. નવું સત્ર શરૂ થઈ ગયાને 2-3 મહિના જેટલો સમય વીતી ગયો છે. છતાં પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર પહોંચી રહી છે. જેથી તાત્કાલિક…

દ્રારકામાં અજાણ્યા પરૂષની અર્ઘનગ્ન હાલમાં લાશ મળી આવી

તો દ્વારકાના રૂપેણ બંદર પર અજાણ્યા પુરૂષની અર્ઘનગ્ન હાલતમાં હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી હતી. પુરુષના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નીપજાવી હતી.  પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. દ્વારકા તાલુકામા કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લા પંદર…