Archive

Category: Bhavnagar

તળાજા: ખેડૂતોની દેવામાફી મુદ્દે મામલતદારને ધરતીપુત્રોનું આવેદન

હાલ ખેડૂતોની હાલત દયનિય થઈ ગઈ છે. ઓછા વરસાદથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે ત્યારે તળાજા તાલુકાનાં ખેડૂતોએ રેલી યોજી તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગ કરવામાં આવી.

પાલિતાણા: સરકારી નોકરી માટે વાંચ્છુક યુવકોએ નિ:શુલ્ક લીધી તાલીમ

મોટા શહેરોમાં સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ ખાનગી ક્લાસીસના સંચાલકો મોટી ફી વસૂલી કરાવતાં હોય છે. પરંતુ નાના ગામડામાં રહેતા યુવાનો પૈસાના અભાવે સંપૂર્ણ તૈયારી કરી શકતા નથી. નાના ગામડામાં રહેતા સરકારી નોકરી વાંચ્છુક યુવકો માટે પાલીતાણાનું પાણીયાળી…

સિહોરની પ્રાથમિક શાળાએ શિક્ષણના સ્તરને લઇને ગ્રામજનોમાં રોષ

ભાવનગરમાં સિહોરના સાગવાડી પ્રાથમિક શાળાએ હોબાળો થયો છે. ભાવનગરમાં સિહોરના સાગવાડી પ્રાથમિક શાળામાં કથળી ગયેલી શિક્ષણની સ્થિતિને લઈને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. શાળામાં કથળતી શિક્ષણની ગુણવત્તાનો વિરોધ કરવા સરપંચ સહિત ગ્રામજનોએ સ્કૂલનો ઘેરાવ કર્યો. જો તાત્કાલિક પગલા નહી ભરાય…

ખેડૂતોએ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ નજીક તળાજા હાઇવે પર કર્યો ચક્કાજામ

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ નજીક તળાજા હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે. આજે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના યાર્ડમાં હરાજી બંધ રખાતા ખેડૂતો રોષે ભરાયા છે. ચેરમેન તરફથી કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા 500 જેટલા ખેડૂતો રોડ પર આવી ચક્કાજામ…

ભાવનગરમાં ગાંધીજી પર અમિત શાહની ટિપ્પણી બાદ કોંગ્રેસના દેખાવો

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મહેસાણા કસ્ટોડીયલ ડેથની તપાસ સીબીઆઈ પાસે કરવાની માંગ સાથે આવેદન પત્રક આપ્યું છે. જ્યારે ગાંધીજી અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહની ટિપ્પણીથી થયેલા વિવાદથી રોષે ભરાયેલા કાર્યકરોએ અમિત શાહનું પુતળાનું દહન કર્યું. આ સમય દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ…

ભાવનગરના બુધેલ નજીક રાત્રીના સમયે એક ટ્રકને આંતરીને કરાઈ લૂંટ

બે દિવસ પહેલા ભાવનગરના બુધેલ નજીક રાત્રીના સમયે એક ટ્રકને આંતરીને લૂંટને અંજામ અપાયો. ત્રણ લુટારુઓએ બાઈક પર આવી ટ્રકને અટકાવી ટ્રક ચાલક પાસે રહેલ રોકડ રકમ-મોબાઈલ તેમજ કાગળોની લુટ ચલાવી નાસી છૂટ્યા હતાં. આ બનાવની તાકીદે જાણ અને ફરિયાદ…

ભાવનગરના સરદારનગર પાસે કારમાં આગ લાગી

ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારી સંસ્થાની બિલ્ડિંગમાં રહેલી એક મારૂતિ વેનમાં આગ લાગી હતી. જેનું કારણ મારૂતિ વેનમાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી હતી. તેની સાથે જ 3 બાઇક પણ સળગી ઉઠ્યા…

આરટીઇ હેઠળ શાળા પ્રવેશમાં ગોટાળાનો ભાવનગર નગરસેવકનો આક્ષેપ

રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ મુજબ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એડમિશન પ્રક્રિયામાં મોટાપાયે ગોટાળા થયા છે એવા આક્ષેપ સાથે ભાવનગરના નગરસેવક અરવિંદ પરમારે જીલ્લા શિક્ષણ અધિકારીને…

ઘર બંધ કરી દુકાને ગયેલા મહિલાના ઘરમાં તસ્કરોનો હાથફેરો

ભાવનગર જીલ્લામાં વધુ એક વખત ચોરોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. આ વખતે રાજપરા ગામના એક ઘરમાંથી 30 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર, રાજપરા ગામમાં રહેતા કૈલાશબેન મહેતા પોતાનું…

ભાવનગરમાં પ્રધાન માંડવિયા પર જૂતુ ફેંકવા મામલે ભાજપની રેલી યોજાઇ

ભાવનગરના વલ્લભીપુરમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા પર જૂતુ ફેંકવાના મામલાના પડઘા પડ્યા છે. વલ્લભીપુર અને પાલિતાણામાં ભાજપ અને વિવિધ સંસ્થાઓએ રેલી યોજીને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મોક્ષરથના લોકાર્પણ પ્રસંગે ભાવનગરના એક યુવકે મનસુખ માંડવિયા પર ચપ્પલનો ઘા કર્યો હતો….

VIDEO: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયા પર જૂતુ ફેંકનારની અટકાયત, ટોળાનો હોબાળો

ભાવનગરના વલ્લભીપુરમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયા પર એક યુવક દ્વારા જૂતુ ફેંકવાની ઘટનાએ ચકચાર જગાવી હતી, ત્યારે જૂતુ ફેંકનાર યુવકની અટકાયત બાદ મામલો ગરમાયો છે. રોષે ભરાયેલા ટોળાએ વલ્લભીપુર પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વલ્લભીપુરમાં નગરપાલિકા આયોજિત…