Archive

Category: Baroda

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 851 ઉમેદવારો મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. બીજા તબક્કા માટે 14 જિલ્લાની 93 બેઠકો માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે 93 અને કોંગ્રેસે 91 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજા તબક્કા માટે 2.22 કરોડથી વધુ મતદાતાઓ 25,575 મતદાન કેન્દ્રો…

‘વિકાસ’ થયો છે તો કાળી ચીસો પાડીને પ્રચાર કરવાની શું જરૂર પડી?: હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાવાનું છે. બીજા તબક્કાની 93 બેઠકો પર રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં યુવા બેરોજગાર સભામાં ભાજપના વિકાસ મોડલ પર આકરા પ્રહાર કરી પાટીદાર સમાજને ભાજપ વિરોધી…

તમારા એક નિર્ણયથી ઉત્તર પ્રદેશ ભાજપ-ભાજપ થઈ ગયું: PM મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુર, અમદાવાદના સાણંદ ખાતે અને પંચમહાલના કાલોલ ખાતે જનસભાઓ ગજવી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમજ વિકાસ મુદ્દે કોંગ્રેસનો ઘેરાવ કર્યો હતો. ચૂંટણી…

ST બસનું ભાડુ રૂ.2.34 કરોડ ! : વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની ભેગી કરવાનો ખર્ચ

થોડા સમય ૫હેલા ડભોઇ પાસે નર્મદા મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનની હાજરીમાં મેદની એકત્ર કરવા માટે ભાડે કરાયેલી ST ની બસોનું કુલ ભાડુ અધધ રૂ.ર.૩૪ કરોડ જેટલું થયું હોવાનો ખૂલાસો RTI માં થયો છે. વડોદરાના RTI વિકાસ મંચ…

વડોદરા : દવાખાનામાં સમયસર સારવાર ન મળતા કર્મચારીનું જ થયુ મોત

એક તરફ રાજ્યમાં આરોગ્ય સેવાને લઇને મોટા મોટા દાવા થતા રહે છે, ૫રંતુ તેની સામે વાસ્તવિકતા કંઇક એવી છે કે આજે ૫ણ દવાખાનામાં સમયસર સારવાર ન મળતા દર્દીના મોત થઇ રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. અહી…

બાજપાઇ અને કેશુભાઇ પ્રત્યે આદર છે : હબીપુરામાં હાર્દિક ૫ટેલનું સંબોધન

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે હવે રાજકીય પ્રચાર વેગવાન બન્યો છે. ત્યારે ડભોઇના મોટા હબીપુરામાં જાહેરસભાને સંબોધન કરતા પાસના કન્વીનર હાર્દિક ૫ટેલે જણાવ્યું હતું કે, બાજપાઇ અને કેશુભાઇ જેવા નેતાઓ પ્રત્યે આદર છે. ૫ણ બીજા કોઇને માનતો નથી. ચૂંટણીના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ચોથો દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ચોથો દિવસ છે.  આજે વડાપ્રધાન મોદી ચાર-ચાર ચૂંટણી સભાઓ ગજવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાલનપુર, સાણંદમાં સભા સંબોધશે. આ ઉપરાંત કાલોલ અને સાંજે છ વાગ્યે વડોદરામાં પણ સભા સંબોધશે. બીજા તબક્કાની ચૂંટણીને લઈને…

ડભોઇ અને મોડાસામાં કાર્યકરોના કોંગ્રેસને રામ રામ, ભાજ૫માં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિ અંતિમ તબક્કામાં ૫હોંચી છે. રાજકીય ૫ક્ષો મતદારોને આકર્ષવા અંતિમ ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ડભોઇ અને મોડાસામાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરીને ભાજ૫માં જોડાઇ ગયા છે. કેન્દ્રીય મંત્રી પુરૂસોત્તમ રૂપાલા ની  ગુરુવારે રાત્રે…

વડોદરાના વાલીઓ વિફર્યા : ફી મામલે માનવ સાંકળ રચી વિરોધ

રાજ્યમાં શિક્ષણ ક્ષત્રમાં ફી નિયંત્રણ માટે ઉઠતી ઉગ્ર માગણીઓ વચ્ચે વિફરેલા વડોદરાના વાલીઓએ માનવ સાંકળ રચીને વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં ગાંઘીનગર ગૃહ ખાતે અપાયેલા આ વિરોધ કાર્યક્રમમાં રેલી ૫ણ યોજવામાં આવી હતી. વડોદરામાં એક તરફ સ્કૂલોએ હવે…

વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારની ગેરહાજરીમાં EVM સાથે બન્યું એવું કે કોંગ્રેસે મચાવ્યો હંગામો

વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં 51 EVM સીલ કરી દેતા હોબાળો થયો છે. ઇવીએમ મુદ્દે રાવપુરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે હંગામો મચાવ્યો છે અને તંત્ર એક તરફી કામ કરતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વિધાનસભા મુજબ EVM મશીનો ઉમેદવારોના…

મોદીને ગુજરાતની ગલીઓમાં જાહેરસભાની કરવાની ૫ડી ફરજ – મનિષ તિવારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તિવ્ર બનેલા અંતિમ તબક્કાના પ્રચારમાં રાજકીય ૫ક્ષો એક-બીજા ઉ૫ર આક્ષે૫બાજી કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં યોજાયેલી એક ૫ત્રકાર ૫રિષદને સંબોઘન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનિષ તિવારીએ આક્ષે૫ કર્યો હતો કે વડાપ્રધાન મોદીને તેમના ગુજરાત મોડેલ ઉ૫ર…

વડોદરામાં ફુલ ગુલાબી ઠંડી સાથે ઝરમર વરસાદ

વડોદરામાં ગતરાતથી શરૂ થયેલા વરસાદથી વાતાવરણ આહલાદક બન્યુ છે. ફુલ ગુલાબી ઠંડીનો માહોલ છે. ત્યારે ઝરમર વરસાદના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. જોકે ઠંડીનો માહોલ યથાવત હોવાથી લોકો તાપણાં કરીને ઠંડી ભગાવવાનો પણ પ્રયાસ કરતા હતા. વાદળ છાયુ…

ઓખી ઇફેક્ટ : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો માટે ચિંતાનો વિષય બનેલા ઓખી વાવાઝોડાની અસર તળે ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા…

વડોદરાના કોંગ્રેસના ઉમેદવારને સ્ત્રી સાથે છે સંબંઘ ? : ૫ત્રિકા વાયરલ

વડોદરા ખાતે કોંગ્રેસના રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થું   અને શહેર  કોંગ્રેસના  પ્રમુખ પ્રશાંત પટેલ સામે આક્ષેપો કરતી  નનામી પત્રિકા હાલ ફરતી થઇ છે જેને લઈને શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. ચંદ્રકાન્ત હાલ વડોદરા મહાનગર સેવા સદનના…

વડોદરામાં પોલીસ જવાનો દ્વારા પોસ્ટલ બેલેટથી કરાયું મતદાન

આગામી તા.9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંદોબસ્તમાં જતા પૂર્વે વડોદરા શહેર-જિલ્લાના 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ આજે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વહેલી સવારથી મતદાનનું આયોજન…

વડોદરા : બોગસ વીલના દ્વારા સરકારમાંથી મેળવી લીઘા રુ.27 કરોડ

વડોદરામાં બનાવટી વીલના આઘારે સરકાર પાસેથી રુ.27 કરોડનું વળતર મેળવી લીઘુ હોવાની બહાર આવેલી ઘટનાએ ચકચાર જગાવી છે. જો કે આ પ્રકરણમાં સંડોવાયેલા બે શખ્સો દ્વારા પોલીસ ફરિયાદ બાદ આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે…

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર માટે શુક્રવારથી ગુજરાતમાં, કોંગ્રેસે ચૂંટણીપંચને યાદી સોંપી

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના ચાલી રહેલા ઝંઝાવાતી ચૂંટણી પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારકો ઉતર્યા છે. તો કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોની ટીમને મેદાનમાં ઉતારી છે. કોંગ્રેસે 40થી વધુ સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણીપંચને સોંપી છે. ભાજપની જેમ કોંગ્રેસ પણ ચૂંટણી…

ડભોઈ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ

ડભોઈ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે નવસર્જન ગુજરાતનો મંત્ર યથાર્થ સાબિત થશે તેવી આશા સેવી હતી. સિદ્ધાર્થ પટેલે પોતાનું નામાંકન દાખલ કરતાં પહેલા ડભોઇની ઐતિહાસિક શક્તિપીઠ ગઢભાવની માતાના મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજન…

વડોદરા: વાઘોડિયા બેઠક પર ટીકિટ ફાળવણી અંગે કોંગ્રેસમાં ભડકો

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને બદલે ભીલીસ્તાન ટાઈગર પાર્ટીના ઉમેદવારને ટિકિટ ફાળવણીનો વિરોધ થયો છે. સમજૂતિના ભાગરૂપે કોંગ્રેસે બીટીપી પાર્ટીને ટિકિટ ફાળવવાનું નક્કી કર્યું છે. જેથી કોંગ્રેસમાં ભડકો થયો છે. સ્થાનિક કોંગ્રેસના દાવેદારો સત્યજીત ગાયકવાડ, દિલીપ ભટ્ટ સહિતના…

વડોદરા: વિધાનસભાની બેઠક પર ટીકિટ મુદ્દે કોંગી કાર્યકરોનો વિરોધ

વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠકોમાંથી બે બેઠકો પર કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપે તેવી માંગ ઉઠી છે. કાઉન્સિલર અતુલ પટેલ, લલિત પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તેમણે ગુજરાત કોંગ્રેસ સમિતીના પૂતળાનું દહન કર્યું હતુ. તેમણે ચીમકી આપી હતી કે,…

આજે દેશભરમાં લેવાશે કેટની પરીક્ષા લેવાશે

આજે દેશભરમાં કેટ (કોમન એડમિશન ટેસ્ટ) લેવાશે. આઈઆઈએમ અમદાવાદ સહિતની દેશની ૨૦ જેટલી આઈઆઈએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ છે. કેટ પરીક્ષા માટે આ વર્ષે બહુ ઓછા વિદ્યાર્થીઓએ રજીટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આઈઆઈએમ લખનઉ દ્વારા…

વડોદરા: સાવલીમાં કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

વડોદરા જિલ્લામાં સાવલી વિધાનસભાની બેઠક કદાચ સૌથી ચર્ચાસ્પદ રહીં શકે છે. કારણકે કોંગ્રેસે સાવલી બેઠક પર નામ જાહેર કર્યા નથી તે પહેલા પાર્ટીના ત્રણ સંભવિત ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. શુક્રવારે ખુમાનસિંહ ચૌહાણ, સાગર કોકો અને વિજયસિંહે પોતાના ટેકેદારો…

વડોદરામાં ફી મુદ્દે નારાજ વાલીઓ, ચૂંટણીમાં નોટા વિકલ્પ પસંદ કરી રોષ ઠાલવશે

વડોદરામાં ફીના મુદ્દે નારાજ વાલીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અને તેઓએ કમાટીબાગ ખાતે બેઠક કરીને આ મુદ્દે ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પસંદ કરીને રોષ વ્યક્ત કરવાનું નક્કી કર્યુ છે. પહેલુ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયુ છે અને બીજા સત્રનો પ્રારંભ થયો…

આવતી કાલથી રાહુલગાંધી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમના કાર્યક્રમોની વિગતે માહિતી

વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે આવતીકાલથી રાહુલગાંધી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી 24 અને 25 નવેમ્બરમાં અમદાવાદ, પોરબંદર અને મઘ્ય તેમજ ઉતર ગુજરાતનાં કેટલાક વિસ્તારની મુલાકાત લેશે. વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રણ મેદાનમાં રાહુલ ફરી પ્રચાર…

પાદરામાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ

14 ડિસેમ્બરે પાદરા બેઠકની ચૂંટણી યોજાવવાની છે. ચુંટણી અધિકારી દીપશિખા શર્માએ પાદરા શહેર – તાલુકાની જનતા મતદાન કરવા જાગૃત થાય અને ૧૦૦ ટકા સુધીનું મતદાન થાય એ હેતુથી મતદાન જાગૃતિ અભિયાન શરૂ ક્યુ હતું. જેમાં મતદારોને મતદાન અંગે સમજ આપવાનો…

જાણો કોંગ્રેસમાં 77 ઉમેદવારોના નામની જાહેરાત થતાં રાજ્યમાં ક્યાં-ક્યાં સર્જાયું ધમાસાણ

કોંગ્રેસ પહેલા તબક્કા માટે 77 ઉમેદવારોના નામની જાહેરાત કરતા પાસમાં ધમાસાણ સર્જાયું છે. કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદી જાહેર થતાની સાથે જ પાટીદારોના નામે ટિકિટ ફાળવણીના મુદ્દે થયેલી બબાલ બાદ પહેલા સુરત અને ત્યારબાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે માથાકૂટ થઇ હતી….

કોંગ્રેસ અને પાસની મંત્રણા વેગવંતી બને તેવા સંકેત

કોંગ્રેસ અને પાસની ભાંગી પડેલી મંત્રણા પ્રયાસો બાદ ફરી પાટે ચડી હોય તેમ લાગી રહ્યુ છે. પાસના અગ્રણીઓ કોંગ્રસ હાઈકમાન્ડ સાથે બેઠક માટે દિલ્હી ગયા હતા, જે બાદ આજે દિનેશ બાંભણિયા અને લલિત વસોયા સહિતના પાસના અગ્રણી દિલ્હીથી વડોદરા પરત…

વડોદરા: વિરોધપક્ષના નેતા સહિત 100 આગેવાનોએ રાજીનામું આપતાં ખળભળાટ

વડોદરાની પાદરા વિધાનસભા બેઠક પર ભાજપે દિનેશ પટેલનું નામ જાહેર કરતાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કમલેશ પરમાર સહિત 100 જેટલા આગેવાનોએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સંગઠન દ્વારા ક્ષત્રિય ઉમેદવારની માંગ…

વડોદરાની આ બેઠક પર ધારાસભ્યને કરાયા રિપીટ

વડોદરાની પાદરા બેઠકથી ભાજપે વર્તમાન ધારાસભ્ય દિનેશભાઈ પટેલે રિપિટ કર્યા છે. જેના કારણે તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય દિનેશભાઈ પટેલના નામની જાહેરાત થતા જ મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને ફટાકડા ફોડી મો…

એમએસયુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ બનાવેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ દેશભરમાં પ્રથમ સ્થાને

વડોદરાની  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ બનાવેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ દેશભરમાં પ્રથમ સ્થાને આવ્યો છે. એમ એસના ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ એન્જિનયરિંગની એમઈની વિદ્યાર્થિની મિરઝા  ફોઝિયાને નેશનલ ડિઝાઈન રિસર્ચ ફોરમ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. કેળાના ઝાડના થડમાંથી ખાસ પ્રકારનું ફાઈબર બનાવવા…