Archive

Category: Banaskantha

બનાસકાંઠામાં પાંજરાપોળમાં આગ, લાખો રૂપિયાનો ઘાસચારો ખાખ

બનાસકાંઠાના ભાભર તાલુકાના કુવાળા ગામે આવેલા પાંજરાપોળના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતીકે, આગ બુઝાવવા માટે ભાભર, થરા અને થરાદના ફાયરફાઇટરો દ્વારા પાણીનો મારા ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.ભયંકર આગને કારણે  લાખો રૂપિયાનો ઘાસચારો…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગાંધીનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીવાના પાણીની અછત મુદ્દે ચર્ચા થઈ હતી. પીવાના પાણીને જ પ્રાથમિકતા આપવા સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીની ચોરી અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચન કરાયું છે. તો…

પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી : ડીસામાં દબાણ હટાવ દરમિયાન હોબાળો

ડીસામાં દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન હંગામો થતા પોલીસ અને સ્થાનિક વચ્ચે ઝપાઝપી થઈ હતી. દબાણ કરનારાઓએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમણે કેરોસીન છાંટી પોલીસને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ડીસા નગરપાલિકાના…

ધાનેરા પાસે ટ્રક અને જી૫ વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

બનાસકાંઠાના ધાનેરા પાસે ના થાવર ગામ નજીક ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે કે છ લોકો ગંભીર રીતે ઘવાયાં છે. જેમને સારવાર માટે ધાનેરા હોસ્પિટલમાં ખસેડાયા છે. લોકો જીપમાં બેસી પીરની જાળ દરગાહ ઉપર…

બનાસકાંઠાના ડીસામાં અચાનક 9 ગાય મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અચાનક 9 ગાય મોત થતાં ચકચાર મચી છે. ડીસાના માણેકપુરાની આ ઘટના છે. એરંડા અને બટાટા ખતાં ફૂડ પોઈઝનિંગ થતાં 9 ગાય મોત થયા છે. એકાએક પશુઓનાં મોતને પગલે જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે. જો કે…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

છોટા ઉદેપુર પાણીની તંગી વચ્ચે આંશિક રાહત થાય તેમ છે. ઉપરવાસમાંથી 8695 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળસપાટીમાં સાધારણ વધારો નોંધાયો છે. સોમવારે નર્મદા ડેમની જળ સપાટી 105.48 મીટર હતી. તે વધીને હાલ 105.61 મીટર થઈ છે. ગુજરાતને પીવા…

સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટની હોળી, ભાજ૫નો વોકઆઉટ

સાબરકાંઠાની જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં બજેટની હોળી કરાઇ હતી. બજેટ પ્રજાવિરોધી હોવાનો આક્ષેપ કરી વિપક્ષ ભાજપે બજેટની હોળી કરી હતી. ભાજપના સભ્યોએ બજેટની હોળી કરી સામાન્ય સભામાંથી વોકઆઉટ કર્યો હતો. સાબરકાંઠા જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજવામાં આવી અને આ…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ માનસિક ત્રાસ આપતાં હોવાની ફરિયાદને આધારે પોલીસે કેટલાક વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે. 5 વિદ્યાર્થિનીઓ અને 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે શારીરિક…

અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં ઉમટ્યા માઇભક્તો : અમદાવાદના મંદિરોમાં પણ ભીડ

તો એકાવન શક્તિપીઠ પૈકીના એક અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે ભક્તોનો મહેરામણ ઉમટ્યો છે. અહી સવારના શુભ મૂહુર્તમાં ઘટ સ્થાપનની વિધિ કરાઇ હતી. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં આવતા હોવાથી દર્શન માટે પણ વિશેષ વ્યવસ્થા અને સુરક્ષા કરાઇ છે….

બનાસકાંઠા : કેનાલમાંથી પાણી ચોરી અંગે સરકાર જાગી, અપાયા તપાસના આદેશ

કેનાલોમાંથી પાણીની ચોરીના જીએસટીવીએ કરેલા પર્દાફાસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાણી પુરવઠા પ્રધાન પરબત પટેલે કેનાલમાંથી પાણી ચોરીના મામલે તપાસના આદેશ આપ્યા છે. એક બાજુ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળતુ નથી તો બીજી તરફ પાણી માફિયાઓ પાણીનો મનફાવે તેમ કેનાલોમાંથી ટેન્કરો…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

તાપી તાપી જીલ્લાના વ્યારા ખાતેની ખાનગી બેંક સાથે 42 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ વર્ષ 2009 માં જમીનના ખોટા દસ્તાવેજો કરી જુદી જુદી યોજના હેઠળ 42 લાખ રૂપિયાની લોન લીધી હતી. બાદમાં લોન ભરપાઈ ન…

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં હોબાળો : ભાજ૫નો વોકઆઉટ

આખરે બનાસકાંઠા જિલ્લા પંચાયત પર કોંગ્રેસે પંજો જમાવ્યો છે. જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હોબાળા વચ્ચે પણ કોંગ્રેસને સત્તા મેળવવામાં સફળતા મળી છે. બનાસકાંઠામાં પ્રજાએ તો કોંગ્રેસને બહુમતી આપી હતી પરંતુ તોડજોડના રાજકારણમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને સ્થાનિક કક્ષાએ…

આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અને ભાજપે બંને પદ માટે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાસે 36 અને ભાજપ પાસે 30નું સંખ્યાબળ છે. ત્યારે બળવાની શક્યતાને જોઈને કોંગ્રેસ તેના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ…

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે શનિવારે રસપ્રદ જંગ

શનિવારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જોકે જિલ્લા પંચાયતની ચૂંટણીમા પ્રજાએ બહુમત કોંગ્રેસને આપ્યો છે ત્યારે તોડજોડના રાજકારણમાં જિલ્લા પંચાયતમાં કોણ મેદાન મારી જાય છે તેના પર સૌની નજર છે. બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા…

બનાસકાંઠા: બેણપ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મરાયો

બનાસકાંઠાની છેવાડાની બેણપ પ્રાથમિક શાળામાં ધોરણ-6માં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને સાફસફાઇ માટે ઘરેથી સાવરણી લાવવાનું કહેવામાં આવ્યું હતુ. જોકે, વિદ્યાર્થી ઘરેથી સાવરણી લાવ્યો ન હતો. જેથી શિક્ષકે વિદ્યાર્થીને રૂમમાં પૂરીને સોટી વડે માર…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

વડોદરા વડોદરાની ગોત્રી વિસ્તારની શૈશવ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. બાકી હોય તેવા વિદ્યાર્થીઓનું નવા વર્ષનું એડમિશન 31 માર્ચ સુધી ફી નહી ભરાય તો રદ્દ કરવાની શાળાએ ધમકી આપી હતી. અને બાકી ફી ચુકવવા વિદ્યાર્થીઓ પાસે શાળા સંચાલકોએ ડાયરીમાં નોટ…

આજે પણ હિત રક્ષક સમિતિએ અંબાજી બંધનું એલાન આપ્યું

બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગઈકાલે સંપૂર્ણ બંધ રહ્યું હતું. ત્યારે આજે પણ હિત રક્ષક સમિતિએ અંબાજી બંધનું એલાન આપ્યું છે. અંબાજીમાં હોસ્પિટલની અપૂરતી સુવિધા અને ડોકટરોની અછતને લઈને હિત રક્ષક સમિતિએ આંદોલન શરૂ કર્યું છે. ગઈકાલે બજારો કરાયા બંદ તંત્ર દ્વારા…

અેસપીને કહેજો દારૂના અડ્ડા બંધ કરે નહીં તો પપ્પા સોટી લઇને અાવશે : SP ની ફરિયાદ

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બનાસકાંઠાના એસપીએ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આસેડા ચૂંટણી સભામાં અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના એસપી વિરૂદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હતા. તેમજ એસપી વિરૂદ્ધ દારુ મુદ્દે હપ્તા લેવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો…

બનાસકાંઠાના અંબાજીમાં આજે બંધનું એલાન

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં આજે બંધનું એલાન અપાયું છે. અંબાજીમાં હોસ્પિટલની અપૂરતી સુવિધા અને તબીબોની અછતને લઈને બંધનું એલાન અપાયું છે. લોક હિત રક્ષક સમિતિ દ્વાર બજારો બંધ કરાયા છે.

પાણીની સમસ્યા : પાણી પુરવઠાના ચેરમેનનો શંકાસ્પદ નિર્ણય ટોક ઑફ ધ ટાઉન

પાલનપુર નગરપાલિકાના પાણીની સમસ્યાને દૂર કરવા અંગેના એક નિર્ણય સામે સવાલો ઉઠયા છે. કારણકે નગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે. તેમાં અઢી કરોડનું આંધણ થવા જઇ રહ્યુ છે. પાલનપુર નગરપાલિકાનો અણઘડ વહીવટ અને પીવાના પાણી જેવી ગંભીર સમસ્યાને મામલે પાલનપુર નગરપાલિકાનો…

બનાસકાંઠા: ડિસામાં તેલના ડબ્બામાં નિયત વજન કરતા ઓછું તેલ નિકળતાં બબાલ

બનાસકાંઠાના ડીસામાં તેલિયા રાજાઓ લોકોને છેતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેલનું ઉત્પાદન કરનારાઓ જાણીતી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને ઓછું તેલ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ડીસામાં ગ્રાહકને શંકા જતાં તેમણે વજન કરાવ્યું. જેમાં 15 કિલોના ડબ્બામાંથી 14.5 કિલો જ…

બનાસકાંઠા: 6-6 પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસનો વિજય

બનાસકાંઠાની વિવિધ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. બનાસકાંઠાની કુલ 14 પૈકી 12 તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે 6-6 પંચાયતોમાં જીત મેળવી હતી. જ્યારે બાકીની બે તાલુકા પંચાયતમાં ટાઇ પડતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો હતો. જે બંને કોંગ્રેસના…

શિક્ષણ બોર્ડનો છબરડો : રિસિપ્ટમાં ખોટુ સરનામુ લખી નાખતા 25 વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે છબરડો મારતા બનાસકાંઠાના પાલનપુરમાં આશરે 25 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. રિસ્પિટમાં પાલનપુર અને દાંતાના એડ્રેસ લખતા વિદ્યાર્થીઓ રઝળ્યા હતા. દાંતામાં એડ્રેસ ન મળતા પાલનપુર આવતા સમય મર્યાદા પુરી થતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો. અમદાવાદની વિવિધ સ્કૂલોના સેન્ટરોમાં શાંતિમય માહોલમાં પરીક્ષા યોજાઇ હતી. આજે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર વિદ્યાર્થીઓએ ખૂબ જ સહેલું હોવાનું જણાવ્યુ હતુ. અંગ્રેજીના પેપરમાં સ્વચ્છ ભારત, વર્ષાઋતુ અંગે નિબંધ પુછાયો હતો….

ડીસા: જમણવારનો ખોરાક આરોગતાં 2 ગાયના મોત

ડીસા ખાતે મહિલા સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કાર્યક્રમના જમણવારનો વધેલો ખોરાક ખુલ્લામા નાખવામાં આવ્યો હતો. આ ખોરાક ગાયો ખાઇ જતાં બે ગાયોના મોત થયા હતા. જ્યારે 15થી વધુ ગાયોને સારવાર અર્થે ડીસા ગૌશાળામા ખસેડાઇ હતી. ગાયોના મોત થતા જીવદયાપ્રેમીઓમાં…

ઉ૫ર જર્જરિત છત… નીચે બાળકોનુ ભવિષ્ય અદ્ધરતાલ… : ગતિશીલ ગુજરાતની શાળાઓ

ગતિશીલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે સદરપુર પે.કેન્દ્ર શાળાના 262 છાત્રો પર મોતનો ભય જુલી રહ્યો છે. 1954માં બનેલા 11 પૈકી 7 જર્જરિત ઓરડાની દુર્ઘટનાની દહેશત છે ત્યારે પાલનપુરની બે શાળાઓના બાળકો પણ ભય ના ઓથાર હેઠળ ભણી રહ્યા છે. માથે જર્જરિત…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે વેજલપુર ચાર રસ્તા પાસે એક વ્યક્તિનું મોત. વહેલી સવારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું…

બનાસકાંઠામાં કરોડો રૂપિયાની ખનિજ ચોરી, તંત્રના તાબોટા : વિડિયો વાયરલ

બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં કરોડોની ખનીજ ચોરી થતી હોવાનુ સામે આવ્યુ છે. સુઈગામના પાડણ ગામ નજીક અનેક મહિનાઓથી વ્યાપક ખનીજ ચોરી થતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક માથાભારે ઇસમે ખનીજ ચોરી નેટવર્ક ઉભુ કર્યુ હોવાનુ લોકોનુ કહેવુ છે….

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ભાવનગર ભાવનગરના પૂર્વ કોર્પોરેટર ફનીફ રાંધનપરાના પુત્રએ આપઘાત કર્યો છે. પોતાના ઘરની બાજુમાં આવેલ શાળામાં ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સિહોરના લીલાપીર વિસ્તારની આ ઘટના છે. મૃતક અલ્ફાઝ ઉર્ફે દાઉદના લગ્ન હજુ થોડા દિવસ પૂર્વે ભાવનગરના ઘોઘા ખાતે થયા હતા….

બનાસકાંઠામાં રાજકીય ભૂકંપ કોંગ્રેસના 2 સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હોવાના ભાજપ પર આક્ષેપ

બનાસકાંઠામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં વડગામમાં ભાજપ દ્વારા કોંગ્રેસના 2 સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હોવાના આક્ષેપ થયા છે. નોંધનીય છે કે વડગામમાં 14 તારીખે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસે પોતાના 2 સભ્યો…