Archive

Category: Ahmedabad

હાર્દિક પટેલના 25 ઓગસ્ટથી શરૂ થતાં અમરણાંત ઉપવાસને મંજૂરી ન મળી

25 ઓગસ્ટથી હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને મંજૂરી મળી નથી. ત્યાં બીજીતરફ અમદાવાદમાં તેના ઘરે લગાવવામાં આવેલા ડોમ પણ કોન્ટ્રાકટરે હટાવી દીધો છે. ગત મધરાત્રે ડોમના કોન્ટ્રાક્ટરે વૈષ્ણોદેવી મંદિર પાસેના હાર્દિકના નિવાસ સ્થાન નજીક બાંધવામાં આવેલા ડોમને હટાવવાની કામગીરી કરી હતી….

હાર્દિક હવે તેના ઘરે પણ નહીં કરી શકે ઉપવાસ, તંત્રએ ઉખાડ્યા તમામ મંડપ

હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. હાર્દિક તેના ઘરની બાજુમાં જે જગ્યાએ ઉપવાસ કરવાનો છે ત્યાં તેણે મંડપ બંધાવ્યો હતો. તે મંડપ દૂર કરાયો છે. ત્યારે હાર્દિકે આક્ષેપ કર્યો કે સરકાર મકાન માલિક દબાણ કરી રહી છે. મહત્વનું છે કે…

અમદાવાદઃ દબાણની કામગીરીથી અસંતોષ વેપારી, કોર્પોરેશનને કરી રજૂઆત કે…

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવાની કામગીરી ચાલી રહી છે. તેનાથી વેપારીઓમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતને જોતાં કોર્પોરેશને વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમેર્સ અને વેપારી મહાજનના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં….

અમદાવાદઃ ધોળકામાં વરસાદની સાથે રસ્તાઓ પર પાણી ભરાયા

ધોળકામાં વરસાદ પડતા જ શહેરમાં પાણી ભરાયું હતું. મહમદી સ્કૂલ રોડ, બજાર રોડ, મલાવ તળાવ, દાદાના દવાખાના રોડ, સેવા સદન, ખાન તળાવ તેમજ આરોગ્ય કેન્દ્ર જવાના રોડ પર પાણી ભરાયા હતા. તો અમુક જગ્યાએ ગટરો ઉભરાતા ભુગર્ભ ગટરની કામગીર પર…

અટલજીના અસ્થિઓનું ગુજરાતની નદીઓમાં વિસર્જન, સમગ્ર કાર્યક્રમ જાણો

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેમના અસ્થિ વિસર્જન માટે દેશભરમાં અસ્થિ કળશ યાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુજરાતની પ્રાચીન અને પવિત્ર નદીઓમાં પણ અટલજીના અસ્થિ વિસર્જીત કરવામાં આવશે. 22 ઓગષ્ટના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી…

આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

તો હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ફરી એકવાર રાજ્ય ઉપર ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં એક હવાનું હળવું દબાણ સર્જાયુ છે. આગળ વધીને ઓડિશાના સમુદ્ર કિનારે પહોંચ્યું છે. આ ઉપરાંત…

બિટકોઈન કેસમાં અમરેલીના પૂર્વ PI અનંત પટેલે માગ્યા જામીન પણ કોર્ટે કહ્યું….

કરોડો રૂપિયાના બીટકોઈન તોડકાંડ કેસમાં અમરેલીના પૂર્વ પી.આઈ આરોપી અનંત પટેલની વચગાળાના જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ. અનંત પટેલ તેમની માતા બીમાર હોવાથી સારવાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. તેમની એવી રજૂઆત છે કે તેમની માતાને ઘુંટણનું…

પોલીસનું જાહેરનામું: અમદાવાદમાં 2 મહિના સુધી 4થી વધુ ભેગા થશો તો થશે કાર્યવાહી

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. હાર્દિકના ઉપવાસ રોકવા મરણિયા બનેલા તંત્રએ ઉતાવળે 60 દિવસ માટે જાહેરનામું બહાર પાડી દીધું છે. અમદાવાદ શહેરમાં 60 દિવસ સુધી કલમ 144 લાગુ કરી…

અલ્પેશ કથીરીયાને જજના ઘરે કર્યો હાજર, અને મેળવ્યા 4 દિવસના રિમાન્ડ

2015ના રાજદ્રોહના કેશનો મામલામાં સુરત પાસના નેતા અલ્પેશ કથીરિયાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે. અલ્પેશ કથિરિયાને જજના ઘરે રજૂ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે જજે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાંચે 14…

અમદાવાદના ઝૂમાં જાઓ તો આ નવા મહેમાનને મળવાનું ભૂલશો નહીં

અમદાવાદની શાન ગણાતા કાંકરિયા પ્રાણીસંગ્રહલાયમાં નવા મહેમાનોનું આગમન થયું છે. અમદાવાદના પ્રાણીસંગ્રહાલયમાં નવા 3 દીપડા અને 3 દીપડી કર્ણાટકથી લાવવામાં આવ્યા છે. દીપડાની ઉંમર 3થી 5 વર્ષ છે. તેઓના નામ છે ટુંગા અને કલ્પના જ્યારે દીપડીનું નામ બંસરી છે. અને…

કોંગ્રેસ રોજગારીને લઇ સરકારને ઘેરવા કવાયત હાથ ધરશે, બેરોજગારોની કરશે નોંધણી

કેન્દ્રમાં મોદી સરકાર રચાયાના ચાર વર્ષ થયા છતા રોજગારીને લઈ સરકારે નક્કર પગલા ભર્યા નથી તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. અને આગામી દિવસોમાં ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકરો રોજગારો માટે લડાઈ ચલાવશે. ગુજરાતમાં કોંગ્રેસ 40 લાખ લોકો બેરોજગારો છે. આગામી દિવસોમાં…

AMCના વિપક્ષનેતા બદલવા કોંગ્રેસના કોર્પોરેટરોમાં જૂથબંધી: યોજાઈ કાઉન્સિલરોની બેઠક

કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કિસ્સા કોઇ નવાઇની વાત નથી. નેતાઓ એક બીજા જૂથને પછાડવામાંથી ઊંચા જ આવતા નથી. અમદાવાદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન છાશવારે થઇ રહ્યું છે. અને આજે ફરી એક વખત વિપક્ષ નેતા દિનેશ શર્મા સામે નારાજ 20…

કયા બિલ માટે MLA જિજ્ઞેશ મેવાણી અન્ય ધારાસભ્યને મળી રહ્યો છે, જાણો

બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે અનુસૂચિત જાતિ અને આદિજાતિ પેટા યોજનાને કાયદાનું સ્વરૂપ આપવાના બિનસરકારી વિધેયકના સમર્થનમાં રેલી કાઢી. બાદમાં તેમણે વાડી વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલને મળીને આ મામલે રજૂઆત કરી. મહત્વનું છે…

મગફળી કૌભાંડમાં નીતિન પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો, કોંગ્રેસને અાપ્યો જવાબ

મગફળી કૌંભાંડ ગુજરાતનો સૌથી મોટો મામલો છે. અા મામલે ભાજપ અને કોંગ્રેસ અામને સામને છે. મગફળીમાંથી માટી કૌભાંડ મામલે સરકારે નિવૃત્ત હાઈકોર્ટને સોંપી  છે. અા કેસમાં હવે કોંગ્રેસે બનાસકાંઠામાં મગફળી ખરીદીમાં કૌભાંડ અાચર્યું હોવાના અાક્ષેપો કર્યા હતા. જેને પગલે અાજે…

કોંગ્રેસના MLA અને MP આ રીતે પોતાના ખીસ્સામાંથી કેરળ માટે ફંડ આપશે

કેરાલામાં આવેલા પૂર બાદ તમામ જગ્યાએથી મદદ પહોચાડવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ પૂરગ્રસ્તોને મદદ કરવા માટે આગળ આવ્યું છે. રાહુલ ગાંધીના નિર્દેશ બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. કે તેમના તમામ ધારાસભ્યો તેમનો…

નિકોલનું મેદાન, ઘર હવે સત્યાગ્રહ છાવણીમાં શું ઉપવાસ પર બેસશે હાર્દિક : સરકારે ગોથે ચડાવ્યો

આગામી 25 ઓગસ્ટે હાર્દિક પટેલના પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યથાવત રહેવાનો છે. જોકે,કાર્યક્રમનું સ્થળ બદલાયુ છે. હાર્દિક પટેલ હવે નિકોલના બદલે ગાંધીનગરની સત્યાગ્રહણ છાવણીમાં ઉપવાસ માટે જગ્યાની માંગ કરી છે. પાસ દ્વારા ગાંધીનગરના કલેક્ટરને અરજી આપી છે. પોલીસના રિપોર્ટના આધારે હાર્દિકને…

વીસનગર MLAની ઓફિસમાં તોડફોડ મામલે હાઈકોર્ટેનો આજે ફરી ચુકાદો

મહેસાણાના વીસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમાં સજા પામેલા અન્ય બે વ્યક્તિના પણ જામીન મંજૂર થયા છે. વીસનગર કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે.પટેલને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જેમાં હાર્દિકે પટેલે અગાઉ જ હાઈકોર્ટ માંથી જામીન…

રક્ષાબંધનને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય : પ્રવાસીઅોને અાપી ગીફ્ટ

રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ આપણી પરંપરાર્ઓનુ પ્રતિક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ…

અમદાવાદના જુહાપુરામાં ફાયરિંગની ઘટના, સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ

અમદાવાદના જુહાપુરામાં જમીન અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયુ છે. અને આ ફાયરિંગનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. માથાભારે શખ્સ લતીફના સાગરીત અજિમ સસલાના ભાઈ અબ્દુલખાન પઠાણે ફાયરિંગ કર્યુ હોવાનુ મનાય છે. જમીન મલિક અબ્દુલ રહીમ પાસેથી જમીન પડાવવા મામલે મારામારી…

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર : સરકાર બદલી શકે છે નિર્ણય

ગુજરાત માથેથી જળસંકટનો ભય ધીમેધીમે દૂર થવા લાગ્યો છે. રાજ્યમાં વરસાદની સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહી છે. ગુજરાત માટે અા સૌથી મોટા સમાચાર છે. હવે પાણીનું સંકટ ટળતાં ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર…

રૂપાણી સરકાર માટે ખુશખબર : ગુજરાત પરથી સૌથી મોટો ખતરો ટળ્યો

રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં ૨,૧૯,૬૭૬ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૯.૪૭ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમ માં ૧૪૬૮૯૫ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના ૪૩.૯૭ ટકા જેટલો થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૨.૫૯ ટકા,…

હવામાન વિભાગે ફરી કરી આગાહી, આ જિલ્લાઓમાં વરસાદની પુરી સંભાવના

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં આગામી પાંચમાંથી ત્રણ  દિવસ અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૨૦ ઓગસ્ટના વલસાડ-નવસારી-ગીર સોમનાથમાં, ૨૨ ઓગસ્ટના વલસાડ-નવસારીમાં જ્યારે ૨૩ ઓગસ્ટના દાહોદ-પંચમહાલ-છોટા ઉદેપુર-વલસાડ-નવસારીમાં ભારેથી…

ગુજરાતમાં વરસાદની તડાપીટ છતાં 14 જિલ્લાઅો પર મેઘો હજુ નારાજ, ખરાબ સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા વરસાદને લીધે રાહત થઇ છે. તેમ છતા હજુપણ રાજ્યના હજુ 14 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ૩૦%થી વધારે ઘટ છે. જેમાં પાટણમાં વરસાદની સૌથી વધુ ૬૦ ટકા ઘટ નોંધાઇ છે. પાટણ જિલ્લામાં હજુ સુધી…

હાર્દિક પટેલના છૂટકારા બાદ અમદાવાદમાં તંત્રએ લીધો આ નિર્ણય

અમદાવાદમાં ગઈકાલે હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસને લઈને અટકાયત અને સુરતમાં થયેલ તોડફોડને લઈને પોલીસને એલર્ટ અપાયુ છે. અમદાવાદ શહેર પોલીસ કમીશનરે પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યો છે. તો ગઈ કાલે સુરતમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને આગચંપી…

….તો આ કારણોસર હાર્દિક પટેલે ફરીથી અનામત આંદોલન તેજ કરવા પ્રયાસો કર્યા

હાર્દિક પટેલે ફરીથી અનામત આંદોલનની ગતિવિધિ તેજ કરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ઉપવાસ આંદોલનની મંજૂરી ન મળવા છતાં કાર્યક્રમ કરતાં હાર્દિક સહિત નવ આગેવાનોની પોલીસે અટકાયત કરી. તો સાથે નિકોલમાં દયાવાન પાર્કમાં પણ પોલીસે સર્ચ કર્યું હતુ. અમદાવાદમાં પાસ કન્વીનર…

જાણો શા માટે અલ્પેશ કથિરીયાને જામીન ન મળ્યા ?

રવિવારનો આખો દિવસ હાર્દિક પટેલના નામનો રહ્યો હતો. ઉપવાસ પર ઉતરી રહેલ હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હાર્દિકની ધરપકડ કરતા જ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. પાસના કન્વિનરો પર કાયદાનો સકંજો કસાઇ રહ્યો છે. જેમાં રાજદ્રોહના…

7 કલાક બાદ હાર્દિક પટેલનો ક્રાઇમ બ્રાંચમાંથી છૂટકારો, આંદોલનનો કર્યો રણટંકાર

અમદાવાદમાં પોલીસે મંજૂરી વિના ઉપવાસ કરતાં હાર્દિક પટેલની અટકાયત કરી હતી. અને સાત કલાક સુધી ક્રાઈમબ્રાંચની કચેરીમાં બેસાડીને કાર્યવાહી કરી. અને બાદમાં જામીન પર મુક્ત કર્યો. હાર્દિક સહિત તમામ નવ લોકને મુક્ત કર્યા. હાર્દિકે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા. હાર્દિકે…

રેશ્મા પટેલ : પાસના નેતાઓ ઉપવાસના નામે દેખાડો અને શોબાજી કરી રહ્યા છે

હાર્દિક પટેલના ધરણા કાર્યક્રમ પર ભાજપના નેતા રેશ્મા પટેલે આકરો પ્રહાર કર્યો હતો. રેશ્મા પટેલે કહ્યુ છે કે, ઉપવાસ આંદોલન કરે તેની સામે વાંધો નથી. પરંતુ ઉપવાસ આંદોલન કરનારાઓ પોતાની માંગને લઈને સ્પષ્ટ નથી. તો તો સાથે જ પાસના નેતાઓ…

હાર્દિકની ધરપકડ બાદ પાસ કાર્યકર્તાઓમાં રોષ, ભાજપ હમસે ડરતી હે પુલીસ કો આગે કરતી હૈ

સુરતમાં હાર્દિકના ઉપવાસ પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિકની ધરપકડ થતા પાસના કાર્યકર્તાઓ દ્રારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને હાર્દિકને છોડાવવાની માંગ કરી હતી. પાસના કાર્યકર્તાઓએ માનગઢ ચોક ખાતે ઇન્કલાબ જીંદાબાદના અને ભાજપ હમસે ડરતી હે પુલીસ…

અમદાવાદમાં મેઘ મલ્હાર યથાવત્ત, રવિવારે વરસાદી માહોલમાં લોકોને બખ્ખા

અમદાવાદમાં આજે પણ મેઘ મલ્હાર યથાવત જોવા મળી રહી છે. આજે પણ શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે લોકો રજાનો આનંદ માણી રહ્યા છે. તેવામાં ઝરઝર ઝરમર વરસાદથી રવિવાર લોકો માટે વધુ આનંદદાયક બની રહ્યો છે..જોકે નોકરીયાતો, અને…