Archive

Category: Gujarat

પાંચ વરસના બાળકને બારમાં માળેથી ફેંકી માતાએ ૫ણ કુદકો માર્યો

સુરતમાં પાંચ વરસના બાળકને બારમા માળેથી માતાએ ફેંકી દીધાની ચકચારી ઘટના બની છે. માસૂમ બાળકને નીચે ફેંક્યા બાદ માતાએ પણ આપઘાત કરી લીધો છે. સુરતના અડાજણના પાલ વિસ્તારની આ ઘટના છે. પાલ નજીક આવેલ સ્તુતિ એપાર્ટમેન્ટની આ ઘટના છે. આપઘાત…

સુરત દૂષ્કર્મકાંડ : નરાધમ હર્ષની આખી રાત પૂછ૫રછ, સફેદ કાર કબજે કરાઇ

સુરતના ચકચારી બેવડા હત્યા અને દુષ્કર્મ કેસમાં નરાધમ હર્ષની આખી રાત પૂછપરછ કરાઇ છે. આ કેસમાં ગુનામાં વપરાયેલી સફેદ વેગન આર કાર પણ જપ્ત કરી છે. તો હર્ષ અને હરિસિંહને સાથે રાખીને તેમને ફરીથી તેમના નિવાસે લઇ જઇ તપાસ અને…

રાજકોટમાં જ્વેલર્સમાં કામ કરતી મહિલા ઉ૫ર દૂષ્કર્મ

રાજકોટ જવેલર્સમાં કામ કરતી મહિલા ઉપર સાથી કર્મચારી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ થઇ છે. મહિલા ઉપર અલગ અલગ સ્થળે અલગ અલગ સમયે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. મહિલાના ફોટા અને વિડિઓ કલીપ બનાવી હોવાનુ પણ ફરિયાદમાં…

ખેડૂતની ખુમારી : હૂમલો કરનાર દી૫ડાને ગળુ ૫કડીને ફગાવી દીધો

સામાન્ય રીતે કોઇ રસ્તામાં જતુ હોય અને વચ્ચે દી૫ડો આવી જાય તો ? ડરના માર્યા અનેક ‍વિચારો આવવા માંડે. પરંતુ ખેતરે જઇ રહેલા એક ખેડૂત ઉ૫ર દી૫ડાએ હૂમલો કરતા જ અદમ્ય ‍હિંમત દાખવી ડર્યા વગર તેનો સામનો કરીને દી૫ડાને ગળેથી…

BRTSને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.5,910 લાખની ખોટ : આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા !

અમદાવાદની પ્રજા માટે જાહેર ૫રિવહન ક્ષેત્રે આમ તો આશિર્વાદરૂ૫ એવી BRTS સેવાની સ્થ‍િ‍‍તિ ખુબ જ દયનીય બની ગઇ છે. કારણ કે, BRTS ખોટના ખાડામાં ઉતરી ગઇ છે. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયાની માફક BRTSને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.5,910 લાખની ખોટ થઇ…

કરોડના બિટકોઈન તોડ કેસમાં CID ક્રાઈમે એસપી જગદીશ પટેલની અટકાયત કરી

સુરતના 12 કરોડના બિટકોઈન તોડ કેસમાં CID ક્રાઈમે વીતી મોડી રાતે અમરેલીના એસપી જગદીશ પટેલને સકંજામાં લીધા છે. શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમે નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવાયા હતા પરંતુ તેઓ હાજર નહીં થતાં રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમની ટીમ તેમના…

વીએસ હોસ્પીટલમાં દર્દીની પૂરતી સારવાર વિના રજા આપી દીધાનો આક્ષેપ

અમદાવાદની વીએસ હોસ્પીટલમાં દર્દીની પૂરતી સારવાર વિના રજા આપી દીધાનો આક્ષેપ થયો છે. લીંબડીમાં હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા એક શખસને સારવાર માટે વીએસ હોસ્પિટલ લવાયો હતો. તબીબોએ હેમરેજ હોવાનું જણાવીને ઓપરેશનની વાત કરી હોવાનો દર્દીઓના સગાએ જણાવ્યું હતું. બાદમાં  સવારમાં ઓપરેશન…

અમદાવાદના દાણીલીમડામાં જનતા અદાલતના કાર્યક્રમનું આયોજન કરાયું

રાજ્ય અને દેશભરમાં બનેલી બાળકીઓ પરની દુષ્કર્મની ઘટનાના વિરોધમાં અમદાવાદના દાણીલીમડામાં જનતા અદાલતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ તેમજ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. કઠુઆ ગેંગરેપના કેસની પ્રતિક અદાલત ભરાઇ હતી અને આરોપીને ફાંસીની સજા…

જેતપુરના જેતલસર ચોકડી નજીક 14.50 લાખના જીરૂ ભરેલી ટ્રકની લૂંટ

જેતપુરના જેતલસર ચોકડી પાસે બુધવાર રાત્રીના ગોંડલથી 14.50 લાખનું જીરૂ ભરીને નીકળેલ ટ્રકના ડ્રાઇવરને પોલીસના સ્વાગમાં એક બોલેરો જીપમાં આવેલા 6 શખ્સોએ તલાસી લેવાના બહાને ડ્રાઇવરને બંધી બનાવીને અપહરણ કરી, જીરૂના ટ્રકની લૂંટ ચલાવેલ તે ગુન્હાની વેપારીઓની મદદથી પોલીસે આજે …

અમરેલીના ઉજળા ગામે ફૂડ વિભાગના દરોડા,  630 કિલો અખાદ્ય વસ્તુઓ ઝડપી

અમરેલીના વડિયા તાલુકામાં ઉજળા ગામે ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યાં. દરમિયાન 500 કિલો અખાદ્ય માવો અને 130 કિલો શિખંડ, પેંડા, મલાઈ, લચકો સહિતની બીનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓ જપ્ત કરી. ઉજળા ગામના કોંગ્રેસ સમર્થક ઉપસંરપંચના ઘરે પણ ફૂડ વિભાગે તવાઈ બોલાવી. જ્યાં 370…

ડીસામાં કિંજલ દવેના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ

બનાસકાંઠાના ડીસામાં કિંજલ દવેના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ડીસામાં આવેલા સુદામા વૃદ્ધાશ્રમના લાભાર્થે હિંદુ યુવા સંગઠન, ક્રાંતિ સેના અને શિવસેનાના ઉપક્રમે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતાં. ડાયરામાં કિંજલ દવેએ જમાવટ કરતા…

વડોદરા: આઈટી ઓફિસરે કરી પત્નીની હત્યા

વડોદરામાં એક ઓફિસરે તેની પત્નીની હત્યા કરી દેતાં ચકચાક મચી ગઈ. પત્નીના પર પુરુષ સાથે અનૈતિક સંબંધને લઈને આઈટી ઓફિસરે તેની હત્યા કરી નાંખી. પત્ની જયપુરમાં એક હોસ્ટેલમાં રહેતી હતી. તેને વડોદરા બોલાવીને પોતાના જ મકાનમાં તેની હત્યા કરી નાંખી….

મહેસાણા: લગ્નની લાલચ આપી યુવકે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

મહેસાણાના વિસનગર નજીક એક ગામમાં રહેતી સગીરા પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઈશ્વર ચૌધરી નામના યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને બાઈક પર ભગાડી ગયો હતો. ગેસ્ટહાઉસમાં તેને આશરો ન મળતાં તે તેના મિત્રને ત્યાં સગીરાને…

કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મની ઘટના કોંગ્રેસ-ડાબેરીઓનું ષડયંત્ર

બીલીમોરાની મુલાકાતે આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને ડાબેરીઓ પર નિશાન સાધી વિવાદિત નિવેદન આપ્યું છે. કઠુઆ અને ઉન્નાવમાં બનેલી દુષ્કર્મની ઘટના કોંગ્રેસ અને ડાબેરીઓનું ષડ્યંત્ર હોવાનું સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ છે. દુષ્કર્મના આરોપીઓને કડક સજા થવી જોઈએ. દેશમાં દુષ્કર્મ જેવી…

લોક અદાલત : અનેક કેસોનું સુખદ સમાધાન

રાષ્ટ્રીય લોકઅદાલતના ભાગરૂપે રાજ્યની તમામ અદાલતોમાં આજે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકઅદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે સુખદ સમાધાન લાવવાનો હોય છે. જેને પગલે અમદાવાદ ખાતે આવેલી રૂરલ કોર્ટમાં કુલ 11929 કેસ તથા ફેમિલી…

આકરા ઉનાળામાં રાહત : રાજ્યભરમાં ગરમીનો પારો ઘટ્યો

કાળજાળ ગરમીથી ત્રસ્ત લોકોને રવિવારે રાહતનો અનુભવ થયો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, જેના પરિણામે ગરમીનો પારો ગગળ્યો હતો. લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. રાજ્યભરના તાપમાન પર નજર કરવામાં આવે તો રવિવારના દિવસે તાપમાનમાં કોઈ…

તંત્રની આળસ?: કવિ કલાપીનો વારસો ભયંકર બિસ્માર હાલતમાં

કવિ કલાપીના નગર તરીકે ઓળખાતું શહેર એટલે અમરેલી જિલ્લાનું  લાઠી. તમે કલાપીની કવિતાઓ સાંભળી હશે. તેમના જીવનપ્રસંગની વાતો સાંભળી હશે અને નાટકો જોયા હશે. પરંતુ આજ લાઠીમાં તેઓ જ્યાં રહેતા હતા. અને જ્યાં બેસીને કવિતાઓનું સર્જન કર્યું હશે તે મહેલ…

નવલખી દરિયામાં ગેસ ગળતરની અસરના કારણે 2 વિદેશી નાગરિકોના મોત

જામનગરમાં નવલખી નજીક દરિયામાં એક વિદેશી જહાજમાં ગેસ ગળતરની અસર થતા 2 વિદેશી નાગરિકોના મોત થયા છે. ઇન્ડોનેશિયાથી કોલસો ભરીને હેંગહુઇહાય નામનું જહાજ નવલખી આવી રહ્યું હતું તે દરમ્યાન જહાજ પર સવાર પૈકી કુલ 3 ચાઇનીઝ ક્રુ મેમ્બરને ગેસ ગળતરની…

સુરત ડબલ મર્ડર કેસ: હર્ષસાઈ ઉપરાંત અન્ય 6 લોકોની સંડોવણી

સુરતમાં બાળકી સાથે હેવાનિયત આચરી બાળકી તેમજ તેની માતાની નિર્દયપણે હત્યા કરનારા હર્ષસાઇ ગુર્જરને લઇને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમના નિવાસસ્થાને પહોંચી હતી તેમજ હર્ષસાઇને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. બીજી તરફ ડબલ મર્ડરના આ કેસમાં હર્ષસાઇ ઉપરાંત અન્ય…

ખાખી પડી ભારે : અમદાવાદમાં નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડી

અમદાવાદમાં નકલી પોલીસના સ્વાગમાં ફરતી બે મહિલા સહિત એક વ્યક્તિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. શહેરના થોડા દિવસ પહેલા સોલા વિસ્તારમાં પોલીસના નામે રૂપિયા દોઢ લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે મામલો રૂપિયા 25000 માં પત્યો હતો. પરંતુ સોલા…

મોડાસાની ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગ : લોકોમાં ફફડાટ ફેલાયો

મોડાસાના સાકરીયા પાસે આવેલી ફોરેસ્ટ નર્સરીમાં ભીષણ આગથી ફફડાટ ફેલાયો છે. ફોરેસ્ટ નર્સરી પાસે આવેલા ખેતરમાં સાફ સફાઈ માટે ખેડૂતે તણખો મુકતા આગ લાગી હતી. આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. આગને કાબૂમાં લેવા ફાયર દ્વારા કવાયત…

ભર ઉનાળે વડોદરામાં પેટ ડોગ સાથે પાણીમાં માલિકોએ કર્યા છબછબિયા

એક તરફ રાજ્યમાં લોકોને પીવા માટે પાણી મળતુ નથી ત્યારે વડોદરામાં પેટ ડોગ માટે સ્વિમિંગ પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. પુલ પાર્ટીમાં 100 જટેલા પેટ ડોગના માલિકોએ હાજરી આપી હતી. અને ડોગ સાથે પાણીમાં છબછબિયા કર્યા હતા. રાજ્યમાં પાણી…

બનાસકાંઠામાં તંત્રની કુંભકર્ણ નિંદ્રા : રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ

બનાસકાંઠામાં ભેદી રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. રોગની સારવાર માટે પાલનપુરમાં લોકોનો ધસારો વધતા પાલનપુરમાં આવેલુ ટ્રોમા સેન્ટર દર્દીઓથી ઉભરાયું છે. ટ્રોમા સેન્ટરમાં અમીરગઢ અને દાંતા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ભેદી રોગના કારણે બનાસકાંઠામાં…

ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક બનશે

ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. રાજ્ય સરકાર ધોલેરા ખાતે સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન વિકસાવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધોલેરામાં વિશ્વના સૌથી મોટા બનનારા સોલર પાવર પાર્કનું શિલાન્યાસ કરીને વિવિધ યોજનાઓની જાહેરાત કરી. ધોલેરા ખાતે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન તરીકે…

જામનગર: વિદેશી જહાજમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત

જામનગરમાં નવલખી નજીક દરિયામાં એક વિદેશી જહાજમાં ગેસ ગળતરની અસર થતાં 2 લોકોના મોત થયા છે. જહાજ પર કુલ 3 વ્યક્તિને ગેસ ગળતરની અસર થતા તેમને જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી 2 લોકોના મોત નિપજ્યા છે. નવલખી…

પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસ : આરોપી હર્ષસાઈએ ગુનો કબુલ્યો

પાંડેસરામાં માતા-બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે સુરત પોલીસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ કે, પહેલા બાળકીની માતાની હત્યા કરવામાં આવી હતી. જે બાદ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. હર્ષસાઈએ બન્ને ગુનાની કબૂલાત કરી છે. આરોપી…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઘરવડી ગામની 15 વર્ષીય કિશોરીને નાથપુરા ગામનો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ નોઁધાઈ છે. લગ્ન કરવાના ઈરાદે લલચાવીને કિશોરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ કિશોરીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં નોઁધાવી છે. જૂનાગઢ કેશોદમાં એસટી ડેપો ખાતે…

સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારા કિર્તી પરમારની ધરપકડ

બનાસકાંઠામાં સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા સાત લાખની ઠગાઈ કરનાર કિર્તી પરમાર નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ પકડમાં આવેલો આ શખ્સ કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીના સિક્કા અને સહીનો દુરુપયોગ કરતો હતો. પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ અગાઉ કોન્ટ્રાક્ટ…

ખેડૂતોની રાજ્ય અને કેન્દ્ર સરકારને ચેતવણી : માગણી નહીં સ્વીકારે તો સત્તા પરિવર્તન કરશે

રાષ્ટ્રીય કિસાન મંચના બેનર હેઠળ ખેડૂત અધિવેશનમાં ખેડૂતોએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. શનિવારે યોજાયેલા ખેડૂત અધિવેશનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે, તો ખેડૂતો આગામી ચૂંટણીમાં દેશમાં સત્તા પરિવર્તનનું કામ કરશે….

લુખ્ખા તત્વોનો પીશાચી આનંદ : રાજકોટમાં અસામાજીક તત્વોને છુટ્ટો દોર

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે.  મોડી રાત્રે શહેરના સોરઠીયા વાડી ચોક વિસ્તારમાં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ રીક્ષામાં તોડફોડ કરી હતી. મોડી રાત્રે રીક્ષાના કાચ તોડીને લુખ્ખા તત્વો ફરાર થઈ ગયા હતા. લુખ્ખા તત્વોના આતંકના કારણે સોસાયટીના લોકોમાં…