Archive

Category: Gujarat Polls 2017

રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુને ભાજપે આચારસંહિતા ગણાવી ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ જીએસટીવીને આપેલા પહેલા ઈન્ટરવ્યુથી ભાજપને પેટમાં ચૂંક આવી છે. ભાજપે આચારસંહિતાનો મુદ્દો ઉઠાવી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. રાહુલ ગાંધીએ જીએસટીવી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલા પ્રચાર, ગુજરાતમાં પ્રચાર દરમ્યાનની…

PHOTOS : હાર્દિક પટેલનો જુઓ રાજકીય રંગ 20 તસવીરોમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. ગુરૂવારે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે. રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો માહોલ છવાયો છે. ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન…

દાઉદ ઈબ્રાહિમ સાથે મુલાકાત કરી હોવાનો આરોપ મારી પર લાગી શકે છે: હાર્દિક પટેલ

હાલમાં પાટીદાર નેતા હાર્દિક પટેલથી અલગ થયેલા તેમના સહયોગી દિનેશ બાંભણીયાએ દાવો કર્યો છે કે, હાર્દિકે રોબર્ટ વાડ્રા સાથે મુલાકાત કરી છે. બાંભણીયાના આરોપ પર પાસના અધ્યક્ષ હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. હાર્દિકે કહ્યું કે, તેમની પર લગાવેલા આરોપો પાયાવિહોણા…

ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના રંગ જુઓ 25 તસવીરોમાં

રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે હતાં. તેમણે ગુજરાતનની સામાન્ય જનતા સાથે સમય ગાળ્યો હતો અને તેમણે ગુજરાતની સામાન્ય જનતા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમણે સામાન્ય લોકોની તકલીફો અને સમસ્યાઓ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો….

બીજા તબક્કાની 93 બેઠકો પર 852 ઉમેદવારો મેદાનમાં: રાજ્ય ચૂંટણી પંચ

ગુરૂવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે મતદારોને વોટિંગ માટે તકલીફ પડે નહીં અને રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શાંતીપૂર્ણ થાય તે માટે કવાયત હાથ ધરી હતી અને પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં…

વડોદરામાં ભાજ૫ના કાર્યકરોની દાદાગીરી : એક્ઝિ.મેજીસ્ટ્રેટને કર્યો ઘેરાવ

વડોદરામાં ભાજપના કાર્યકરોની આચારસંહિતાના ભંગ બદલ અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો. બનાવની જાણ થતાં જ રાવપુરાના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી કાર્યકર્તાઓ સાથે ધસી આવ્યા હતા. અહીં ભાજપના કાર્યકર્તાઓ અને ચૂંટણીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના કાર્યકર્તાઓ દાદાગીરી પર…

ફક્ત પાંચ જ દિવસમાં અહી બીજી વખત થશે મતદાન !

ગીર સોમનાથ જીલ્લામાં 93 ઉના વિધાનસભા બેઠક પરના બે ગામોમાં ચૂટણી પંચના આદેશ મૂજબ ફરી વખત મતદાન યોજાશે. ગીર સોમનાથ જીલાલાની ઉના વિધાનસભા બેઠક પરના બંધારડા અને ગાંગડા ગામે તારીખ 14 ના રોજ ફેર મતદાન થશે. ભાજપ અને કોંગેસના ઉમેદવારોને…

મહેસાણામાં કોંગ્રેસના કાર્યાલયમાં હુમલો, તોડફોડ કરાઇ

મહેસાણામાં મોડી રાતે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો હોવાની ઘટના બહાર આવી છે. મહેસાણાના રાધનપુર રોડ પરના અર્જુન કોમ્પલેક્ષ ખાતે આઠ અજાણ્યા શખ્સોએ આવીને કોંગ્રેસના કાર્યાલયમાં તેમણે  તોડફોડ કરી હતી. રાધનપુર રોડ ઉ૫ર અર્જૂન કોમ્પલેક્ષમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય ઉ૫ર હુમલાની…

એક મતની કિંમત રૂ.3 હજાર સુધી ! : અમદાવાદમાં અ૫ક્ષોનું ગણિત

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. એન્ટી ઇન્કમબન્સી ઉપરાંત પાટીદાર ફેક્ટરને પગલે અમદાવાદ શહેરમાં આ વખતે ચૂંટણીનુ ચિત્ર બદલાયુ છે. તો મતોના વિભાજનના આશયથી ચૂંટણી મેદાને પડેલાં અપક્ષો રાજકીય પક્ષોને ફળી પણ શકે છે…

અમદાવાદ પોલીસ Action મોડમાં : ચૂંટણીને લઇ ગુન્હેગારો ૫ર ઘોંસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતાના ભાગરૂપે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે ગુનેગારો અને અસામાજિક પ્રવૃતિઓ તથા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સો વિરૂદ્ધ કડક કાયર્વાહી કરી છે. કહેવાતી ડિસિપ્લિન ફોર્સે ખાદી ધારકોની ખુશામત અને સરકારની ગુડ વીલ બુકમાં નામ નોંધાવવા માટે પોતપોતાના વિસ્તારોમાં…

રાહુલ ગાંધી ફક્ત મત મેળવવા માટે મંદિરોમાં માથું ટેકવી રહ્યા છે: મુખ્યપ્રધાન રૂપાણી

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી. મુખ્યપ્રધાને તેમના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જો કે મુખ્યપ્રધાનની આ સભામાં પાંખી હાજરી જોવા મળી હતી. સભામાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળતી હતી….

બીજા તબક્કામાં રાજકીય નેતાઓ અને વીવીઆઈપી મતદારો ક્યા મતદાન કરશે

આગામી 14મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે બીજા તબક્કામાં ઘણા મોટા રાજકીય નેતાઓ અને વીવીઆઇપી મતદારો વોટિંગ કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરશે. ક્યા-ક્યા વીવીઆઇપી મતદારો મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ રાણીપ વિસ્તારમાં…

અમદાવાદ: ખાડિયાના ભાજપના ઉમેદવાર સામે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ

ભાજપના જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સામે કથિત વિવાદસ્પદ વીડિયો મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદમાં મતદારોને આકર્ષવા લાલચ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, ભૂષણ ભટ્ટનો વિવાદાસ્પદ વીડીયો વાયરલ…

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 851 ઉમેદવારો મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. બીજા તબક્કા માટે 14 જિલ્લાની 93 બેઠકો માટે 851 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે 93 અને કોંગ્રેસે 91 ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજા તબક્કા માટે 2.22 કરોડથી વધુ મતદાતાઓ 25,575 મતદાન કેન્દ્રો…

‘વિકાસ’ થયો છે તો કાળી ચીસો પાડીને પ્રચાર કરવાની શું જરૂર પડી?: હાર્દિક પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાવાનું છે. બીજા તબક્કાની 93 બેઠકો પર રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં છે. પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં યુવા બેરોજગાર સભામાં ભાજપના વિકાસ મોડલ પર આકરા પ્રહાર કરી પાટીદાર સમાજને ભાજપ વિરોધી…

કોંગ્રેસને સાથ આપવામાં હાર્દિક પટેલની શું મજબૂરી : દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલને સવાલ પૂછ્યો કે હાર્દિક સ્વીકારે છે કે તેમને કોંગ્રેસ ગમતી નથી તો પછી કોંગ્રેસનું સમર્થન કરવાનું કારણ શું છે. દિનેશ બાંભણિયાએ આ સાથે સવાલ કર્યો છે…

મોદી કાળા હતા, પંરતુ રોજ 4 લાખના મશરૂમ ખાઇ ગોરા થયા : અલ્પેશ ઠાકોર

રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પીએમ મોદી પર નિશાન સાધતા ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. અલ્પેશે કહ્યું છે કે પીએમ મોદી પહેલા શ્યામવર્ણના હતા પરંતુ હવે ગોરા થઈ ગયા છે.આ માટે મોદી તાઈવાનથી આવતા મશરૂમ ખાય છે. અલ્પેશના દાવા મુજબ મોદી…

રાહુલ ગાંધીએ શહીદની પુત્રીની લીધી મુલાકાત

જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં શહીદ થનાર અશોકભાઇની પુત્રી રૂપલ સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. શહિદ અશોકભાઇના પરિવારને પડતી તકલીફો અને વેદનાને સાંભળી હતી. આ સમયે પ્રદેશના કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ : રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનનો માણ્યો આસ્વાદ

રાહુલ ગાંધીએ અમદાવાદમાં પણ ગુજરાતી ભોજનનો આસ્વાદ માણ્યો. લૉ ગાર્ડન પાસે આવેલી સ્વાતિ રેસ્ટોરન્ટમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા અને અહીં તેમણે લંચ લીધું. એક કલાક પહેલા જ રેસ્ટોરન્ટને જાણ કરાઈ હતી.

રાહુલ ગાંધીએ કહ્યું – અનામતનો મળશે પૂરેપુરો ફાયદો

વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી અને ભાજપને આડેહાથ લીધી છે. તેઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં દરેક સમાજ નારાજ છે. રાહુલ ગાંધીએ પોતાની પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાતમાં કોગ્રેસની લહેર છે…

મહેસાણાના સતલાસણામાં પીએમ મોદીને કાળા વાવટા બતાવાયા

મહેસાણાના સતલાસણામાં પીએમ મોદીનો વિરોધ થયો છે. પીએમ મોદીના રોડ-શો ઉપર કાળા વાવટા ફેંકાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફેંક્યા હતા. સતલાસણા ખાતે કાળા વાવટા ફરકાવવાના મામલે કોંગ્રેસના 40 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કાળા વાવટા ફરકાવનાર કોંગ્રેસના 40 કાર્યકરોને…

હું ચૂંટણી પંચને નથી ગણકારતો, રીવરફ્રન્ટ ૫ર આવનારને પેટ્રોલના નાણા અપાશે ! : ભુષણ ભટ્ટના વિડિયોથી વિવાદ

વિધાનસભાની ચૂટણીના બીજા તબક્કાનો પ્રચાર પડઘમ થોડા કલાકોમાં શાંત થશે ત્યારે ભાજપના અમદાવાદના ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટનો વિવાદાસ્પદ વીડીયો વાયરલ થયો છે. આ વીડીયોમાં તે ચૂંટણી પંચ માટે અપમાનજનક ટીપ્પણી કરતા જોવા મળે છે. તેઓ સોમવારે યોજાઇ ગયેલી નરેન્દ્ર મોદીની…

અંબાજીમાં દર્શનાર્થે PM મોદી, થરાદથી અંબાજી સુધીનો રોડ-શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના છેલ્લા દિવસે અલગ રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ પર સી-પ્લેનમાં બેસીને લોકોનુ અભિવાદન ઝીલતા વોટર શો કર્યો. ધરોઈ ડેમ પહોંચીને પીએમ મોદીએ અંબાજી સુધી રોડ-શો કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો. સાબરમતી…

ભાજ૫ના કાર્યકર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા : મહેસાણાના પાચોટનો બનાવ

હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર ઉમેદવારો સામે વિરોધ થવાના બનાવો સામે આવતા રહે છે. ખુદ વડાપ્રધાન મોદી સુધી વિરોધનો સુર ૫હોંચી રહ્યો છે. તેવી સ્થિતિમાં મહેસાણાના પાચોટમાં ભાજ૫ના ઉમેદવારનો થતો વિરોધ સહન ન કરી શકતા ભાજ૫ના કાર્યકર સરાજાહેર ખૂલ્લી તલવાર…

વડાપ્રધાન મોદીનો ધરોઇ ડેમથી અંબાજી સુધીનો રોડ-શો

અમદાવાદમાં સુરક્ષાના કારણોસર પોલીસે પીએમ મોદીનો રોડ-શોને મંજૂરી ન આપી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના છેલ્લા દિવસે અલગ રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ પર સી-પ્લેનમાં બેસીને લોકોનુ અભિવાદન ઝીલતા વોટર શો કર્યો. ધરોઈ ડેમ પહોંચીને…

Breaking News : મોદીને કાળા વાવટા દર્શાવાયા

મહેસાણાના સતલાસણામાં કાળાવાવટા ફરકારી PM મોદીનો વિરોધ થયો છે. PM મોદીના રોડ-શો ઉપર કાળા વાવટા ફેંકાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા ફેંક્યા હતા. સામાન્ય રીતે વડાપ્રધાનના આવા જાહેર કાર્યક્રમો હોય ત્યારે સધન સલામતી બંદોબસ્ત ગોઠવાતો હોય છે. તેમજ વિરોધની શક્યતા…

PM મોદીની સી-પ્લેન દ્વારા અમદાવાદથી ધરોઇ ડેમ સુધીની સફર

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આજે ઐતિહાસિક દિવસનુ સાક્ષી બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતીથી ધરોઈ ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી સી-પ્લેને ઉડાન ભરી હતી.  

સાબરમતીમાં PM નો વોટર શો : અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

અમદાવાદમાં આજે અંતિમ દિવસના પ્રચારને વિશિષ્ટ અને ઐતિહાસિક બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીમાં વોટર શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તંત્ર દ્વારા ટ્રાફિકના બહાને રોડ શોને મંજુરી ન મળતા ભાજપે તરત જ બીજો પ્લાન અમલી બનાવી સાબરમતી નદીમાં સી…

કોંગ્રેસના ઉમેદવારની કાર ઉ૫ર ૫થ્થરમારો : બનાસકાંઠાનો બનાવ

બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના વાહન પર હુમલો થયો છે. ભાભરના જાસનવાડા ગામે ગેનીબેન ઠાકોર  રાત્રે એક વાગ્યાની આસપાસ પ્રચાર કરીને આવતા હતા. તે સમયે કપરૂપુર અને ખડોસણ ગામ વચ્ચે તેમના વાહન પર  બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ હુમલો…

કાયદા તો ખુબ બન્યા, ૫ણ દલિતોને ન્યાય કોણ અપાવશે ? – રાહુલનો PM ને 14 મો સવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વડાપ્રધાનને દરરોજ એક સવાલ પુછવાની ૫રં૫રા અંતર્ગત આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 14 મો સવાલ કર્યો છે કે, દલિતો માટે કાયદા તો ખુબ બન્યા છે, ૫ણ તેને ન્યાય કોણ અપાવશે ? રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને…