Archive

Category: Gandhinagar

અો બાપ રે…દરરોજનું  ૩૦ લાખ લીટર નકલી દૂધ ગટગટાવી જતા ગુજરાતીઅો

તમારી ઘરે આવતુ દૂધ કેટલું શુદ્ઘ છે ? ખૂબ જ સામાન્ય લાગતો આ સવાલ જ્યારે કોઇ૫ણને પૂછવામાં આવે ત્યારે વ્યક્તિની ભ્રમર અવશ્ય તણાઇ જાય છે. એક તબક્કે ગંભીર ચિંતાની લકીર તેના ચહેરા ઉ૫ર આવી જાય છે. બાદમાં માનવસહજ રીતે સરકાર…

આપત્તિઓમાં તંત્ર કેટલું સક્રિય તે જાણવા ગાંધીનગરમાં યોજાઈ મોકડ્રીલ

કુદરતી કે માનવસર્જીત આપત્તિઓમાં તંત્ર કેટલું સક્રિય છે અને કેટલી ઝડપથી કામગીરી કરે છે તે માટે ગાંધીનગરમાં મોકડ્રીલ યોજાઈ હતી. કચ્છ જિલ્લાના દુધઈ પાસે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે તેમાં મોટું નુકસાન થયું છે. અને રાજ્ય સરકારે તાકીદેની બેઠક બોલાવી…

ગાંધીનગર: ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની સરકારની કબૂલાત

રાજ્ય સરકાર ભલે ખેડૂતોની હિતેચ્છુ હોવાની વાત કરી હોય. પરંતુ વિધાનસભા ગૃહમાં સરકારે કબુલાત કરી છે કે, રાજ્યમાં ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી. કોંગ્રેસના ધારાસભ્ય હિમ્મત સિંહ પટેલ ના સવાલ સામે સરકારે સ્વીકાર્યું કે ટેકાના ભાવે જરૂર જણાય…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર ઉઘરાવવામાં આવતા વૅટને લઈને નીતિન પટેલે કર્યો આ દાવો

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો વેટ લેવામાં આવતો હોવાનો દાવો નાયબ મુખ્યપ્રધાને કર્યો છે. વિધાનસભામાં પેટ્રોલ અને ડિઝલ મુદ્દેની ચર્ચા દરમ્યાન નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં પેટ્રોલ અને ડિઝલ એમ બંને પર 20…

કોંગ્રેસેનું કમબૅક : જિલ્લા અને તાલુકા પંચાયતનું બેઠક અને પક્ષ મુજબ સંપૂર્ણ પરિણામ

આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું પરિણામ રસાકસીભર્યુ રહ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. પરિણામ જોતાં છેલ્લાં 22 વર્ષથી હાર ભાળતી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા તેવું જોવા મળ્યું. જેમાં કોંગ્રેસે પોતાનો ગઢ કહેવાતો…

અમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં 1500થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો, 18ની અટકાયત

  અમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન ગઈકાલે તોડફોડ ને આગ ચંપીની ઘટનાઓ બની છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસે 1500થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. થલતેજની એકરોપોલીસ મોલ ખાતે તોફાની તત્વોએ કરેલી તોડફોડ મામલે રાયોટિંગના ગુનામાં 18 લોકોની અટકાયત કરવામાં…

પાટીદાર પાવર : સરકારની કેબીનેટમાં પાંચ મંત્રીને મળ્યું સ્થાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આજે રચાયેલી નવી સરકારમાં પાટીદાર પાવર સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. સરકારમાં મહત્વની ગણાતી કેબીનેટમાં પાંચ પાટીદાર મંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉ૫રાંત પાટીદાર ઇફેક્ટથી સૌથી વધુ પ્રભાવિત એવા સૌરાષ્ટ્રમાંથી છ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે….

ગુજરાતના પ્રધાન મંડળની શ૫થવિધિ 27 કે 28 ડિસેમ્બરે : રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો પ્રસ્તાવ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેળવનારી ભારતીય જનતા પાર્ટી આજે સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવાના છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી સાંજે સાડા પાંચ કલાકે રાજ્યપાલને મળશે. સાંજે પાંચ વાગ્યાના અરસામાં ભાજપના તમામ ધારાસભ્યો ભાજપના સૌથી સીનીયર નેતા…

કાલથી ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉતારશે પ્રધાનોની ફોજ, અમિત શાહ શરૂ કરાવશે મહાસંપર્ક અભિયાન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપે ચૂંટણી પ્રચાર માટે કમરકસી છે. ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ધામા નાખવાના છે. ભાજપે ચૂંટણી પહેલા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનું આયોજન કર્યું છે. 150થી વધુ બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી…

લેસોથો દેશના કાયદામંત્રીએ ગાંધીનગરની એફએસએલ યુનિર્સિટીની મુલાકાત લીધી

લેસોથો દેશના કાયદામંત્રી તથા અને તે દેશના અન્ય ડિલીગેટ્સે ગાંધીનગરની એફએસએલ યુનિર્સિટીની મુલાકાત લીધી હતી. આફિકાના લેસોથો દેશમાં કાઇમની ઘટના વધુ પ્રમાણમાં બની રહી છે, ત્યારે આ ઘટનાને કંઇ રીતે રોકવી અને ઘટનાના આરોપીની કઇ રીતે પકવા તે તમામ મુદે…

પ્રમુખ સ્વામીને છવાઇ જવાનો ઉદ્દેશ્ય નહોતો એટલે કલામ અને મારા જેવા ભકતો બન્યા: મોદી

ગાંધીનગરના અક્ષરધામના રજત જયંતી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે ચૂંટણીમાં જીતના આશિર્વાદ માંગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને પાંચ વર્ષ તો આપવા પડે. તેમણે ભૂતકાળની સરકારોના નામ લીધા વિના સરદાર યોજનામાં વિલંબની વાત કરતા કહ્યું…

નળકાંઠાના 22 ખેડૂતો પર લગાવેલા કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની જાહેરાત

રાજ્ય સરકારે નળકાંઠાના 22 ખેડૂતો પર લગાવેલા કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. જે અંગેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આપી હતી. 14 ફેબ્રુઆરીના રોજ સિંચાઈ માટે પાણી ના મળતા ખેડૂતોએ રેલી કાઢી હતી. જે દરમ્યાન રેલી તોફાની બની…

VIDEO: શિક્ષણ વ્યવસ્થા પર કોંગ્રેસના વાર પર ભાજપનો પલટવાર

રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર કોંગ્રેસે કરેલા શાબ્દિક પ્રહાર પર પલટવાર કરતા ભાજપે કોંગ્રેસને જવાબ આપ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાને કહ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં શિક્ષણની હાલત ખરાબ હતી. રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર…

બાપુના રાજીનામાએ કોંગ્રેસની અડધી કેડ ભાંગી નાંખી : CM રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શંકરસિંહ વાઘેલાના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા શંકરસિંહને વડીલ ગણાવતા કહ્યું હતું કે,શંકરસિંહના રાજીનામાએ કોંગ્રેસની અડધી કેડ ભાંગી નાંખી છે. શંકરસિંહ વાઘેલાએ બુધવારે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામું આપતા ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શંકરસિંહ…

દિલ્હી: વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની અહેમદ પટેલના નિવાસસ્થાને બેઠક યોજાઇ

દિલ્હી પહોંચેલા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત શક્ય નથી. આજે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરવા માટે વિપક્ષની બેઠક મળી રહી છે. એવામાં શંકરસિંહ દિલ્હી પહોંચ્યા છે. આ સંજોગોમાં બાપુની સોનિયા ગાંધી સાથે મુલાકાત આજે…

ઓબીસી એકતા મંચ : ખેડૂતોના દેવામાફી માટે લડત શરૂ, ૨૫ તાલુકાઓમાં યોજાશે રેલીઓ

ગુજરાતમાં ખેડૂતોના દેવામાફીનો મુદ્દો ઉઠાવી ઓબીસી એકતા મંચે આજથી લડતના મંડાણ શરૂ કર્યાં છે. રાજ્યમાં આજે ૨૫ તાલુકા મથકોએ ખેડૂતોના દેવામાફી માટે રેલીઓ યોજાશે. ઓબીસી એકતા મંચે ગુજરાતમાં ખેડૂતોના દેવામાફી માટે આગેવાની લીધી છે. જેવી રીતે મધ્યપ્રદેશ અને  પંજાબ સરકારે…

ગાંધીનગર: ફીક્કીના એક્ઝિક્યુટીવ કમિટીમાં સીએમ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ કમિટીમાં ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત ફિક્કીના હોદ્દેદારો અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. જેમાં ચેમ્બરના સભ્યો સાથે સરકાર સાથે ચર્ચા થઈ હતી.

કોંગ્રેસના ધારાસભ્યોને જાહેરમાં ભાજપમાં જોડાવાનું શિક્ષણપ્રધાન ચુડાસમાનું આહ્વાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સમયે યોજાનાર છે. 22 વર્ષથી સત્તામાં રહેલા ભાજપના નેતાઓ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામો બાદ મિશન 150ને લક્ષમાં રાખીને આગળ વધવા માંગે છે.

ગાંધીનગરમાં નૌસેનાની રેલીને ગુજરાત એડમીરલે ફ્લેગ ઓફ આપ્યું

નૌકાસૈનાની ખાસ પ્રકારની તાલીમ આપતાં આઈએનએસ વાલસુરાને પોતાના કાર્યકાળના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. જેને લઈને જામનગર નેવીના 14 જવાનો દ્વારા 6000 કિલોમીટરની વાહન રેલી કાઢવામાં આવી છે. જે આજે ગાંધીનગર  પહોંચી આવી હતી.

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ: ભરતસિંહ-શંકરસિંહને દિલ્હીથી તેડું

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે. જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની બેઠક યોજાનાર છે.

VIDEO: વિધાનસભા અધ્યક્ષે કોંગી ધારાસભ્ય તેજશ્રીબેનને ‘ઓવરસ્માર્ટ’ કહેતાં ગૃહમાં રડી પડ્યા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજના કામકાજ દરમિયાન અધ્યક્ષે કરેલી કોમેન્ટથી કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલનુ મન દુભાયુ હતુ. અધ્યક્ષની કોમેન્ટ બાદ તેઓ ગૃહમાં જ રડી પડ્યા હતા.

નવી ડમ્પિંગ સાઈટ બનાવવાની માંગ વિધાનસભામાં રજૂ કરાઈ

સ્માર્ટ સીટી અમદાવાદમાં પીરાણાની ડંમ્પિગ સાઇટ માથાનો દુખાવો બની છે. આ સાઇટને કારણે આસપાસના રહીશોને સ્વાસ્થનુ જોખમ ઉભુ થયુ છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 20 વાર કોર્પોરેશનને નોટીસ પાઠવી છે.

વિધાનસભામાં ધારાસભ્ય રાજ્યગુરૂએ રાજકોટમાં ગુનાહિત કૃત્યનો મુદ્દો ઉઠાવ્યો

રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યુગુરુએ રાજકોટમાં વર્ષ 2015માં ગુનાહિત કૃત્યનો વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો. તેમજ આંકડા રજૂ કરવા કહ્યુ હતુ. જે સમયે તેમણે મુખ્યપ્રધાનના હોમ ટાઉન રાજકોટમાં રાજકીય હસ્તક્ષેપ વધી રહ્યો હોવાનું કહ્યુ હતુ.

વિધાનસભામાં કોંગી ધારાસભ્યએ એટીએસની ભરતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. વિધાનસભામાં ગુરૂવારે જાહેર હિસાબ સમિતિ દ્વારા છઠ્ઠો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર: આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારનાર પિયુષ સરવૈયાની પોલીસે કરી અટકાયત

ગાંધીનગર વિધાનસભા પરિસરમાંઆત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર પિયુષ સરવૈયાની પોલીસે અટકાયત કરી. વિધાનસભામાં ગૃહપ્રધાન પર થયેલા હુમલા બાદ ચારે બાજુ વિધાનસભાની ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ચૂંટણી તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચે વિવિધ સરકારી વિભાગોનો પત્ર લખ્યો

ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે કેન્દ્રીય ચૂંટણીપંચે ચૂંટણીની પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે ઈલેક્શન કમિશને વિવિધ સરકારી વિભાગોને પત્ર લખ્યો છે.

એસ.ટી.કર્મચારીઓની હડતાળ સમેટાઈ: વલ્લભ કાકડીયા

એસટી કર્મચારીઓની હડતાળની અસમંજસતા વચ્ચે રાજ્યના વાહન વ્યવહારપ્રધાન વલ્લભભાઈ કાકડીયાનુ કહેવું છે કે, એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે.

વિપક્ષે શહેરમાં અવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો, રાજ્યના ગૃહ પ્રધાને બચાવ કર્યો

ગુજરાત વિધાનસભા ગૃહમાં પોલીસ અને સેનાના જવાન વચ્ચે થયેલી તકરારનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં બંને પક્ષે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.